________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
નાસિકાનો અગ્રભાગ અષ્ટપડવાળા રૂમાલ વડે બાંધી વિધિ સહિત પરમાત્માની પૂજા કરવી જોઇએ કારણ કે શાસ્ત્રકાર મહારાજે અષ્ટપડ વડે કરી મુખકોશાદિક બાંધી પૂજા કરવાને માટે ભવ્ય જીવોને ફરમાન કરેલ
(૧) ચાલુ વર્તમાન કાળમાં અજ્ઞાન શ્રાવક શ્રાવિકાઓ જૈન શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મુખકોશ બાંધતા જ નથી એક જ વસ્ત્રનો છેડો નાકે લગાવી પૂજા કરે છે. તેથી પોતાના અંગોપાંગોની દુર્ગધતા પ્રભુને લાગવાથી પૂજા કરનારા લોકો ઘોરાતિઘોર પાપકર્મ બાંધે છે.
(૨) તમાકું પીનારાના મુખ સદાયે ગંધાય છે. અને તેઓ પુઠેથી પણ પવનને વારંવાર છોડયા કરવાથી પ્રભુના પાસે દુર્ગધિતા ફેલાવી ઘોરાતિઘોર આશાતના કરી દુર્ગતિના ભાગીદાર બને છે. તમાકુ ખાનારા, પીનારા અને સુંઘનારાઓને પણ તેમજ, બીજા તમામ પૂજા કરનારાઓને આઠ પડ વડે કરી મુખ કોશ એવા પ્રકારે બાંધવા જોઇએ કે બહારથી આવેલો માણસ અડધી નાસીકા ઉપર આઠ પડ વાળું લંગડું બાંધવાથી ઓળખી પણ શકે નહિ. એવી રીતે મુખકોશ બાંધવો જોઇએ તેને બદલે એક પડ નાકે ચડાવી પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ઘોર પાપકર્મ બાંધે છે.
(૩) હાલના અજ્ઞાની લોકો જાણે ભગવાન કોઈ રાજા મહારાજા છે તેથી તેના ખોળામાં માથું નાખી, પલાંઠીયે હાથ મૂકી, જાણે હમણાં જ ભગવાન મને લોચો આપી દેશે એવી ધારણા કરી ભગવાનના ખોળામાં પલાંઠીમાં, ઢીંચણે, પગે, મુખકોશ બાંધ્યા વિના જ હાથ લગાવી ઘોરાતિઘોર પાપ કર્મ બાંધે છે.
(૪) અજ્ઞાની ભક્તાણીયો હાલ તુરતમાં, આ ભવમાં જ, મોક્ષનો લોચો લેવા માટે, તેલ, જૂ, લીખો વાળી પોતાના માથાના કેશની લટો
૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org