________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કાર્યોત્સર્ગ કરતી વેળાએ પણ શરીરને વિષય અવસ્થાએ સ્થાપન નહિ કરતા સ્થિરતાથીસ્થિર કરી સ્થિતિ શુદ્ધિ ધારણ કરવી આવી રીતે સાત પ્રકારની શુદ્ધિને ધારણ કરી વીતરાગ મહારાજની પૂજા કરનારા જીવો સ્વલ્પ કાલને વિષે જ અજરામર પદને પ્રાપ્ત કરવા સમર્થ માન થાય છે.
“પૂજા સ્વરુપ”OTO
(पुष्पपूजा स्वरुप) હવે સાત પ્રકારની શુદ્ધિને સાચવતા અને કેશર બરાસાદિક સુગંધી પદાર્થ વડે કરી પરમાત્માની પૂજા કર્યા પછી ભવ્યજીવો સુગંધિ છટાદાર પુષ્પના સમુહવડે પરમાત્માને પૂજે છે અને તેમ કરવાથી શાસ્ત્રકાર મહારાજાએ પુષ્પપૂજા કરનારને મહાન લાભ સૂચવેલો છે. यथोक्तं च-संसारपारगं वीतरागं मुक्तिसुखप्रदम् ।
चंपकादिकसद्यस्ककुसुमै : पुजयेद् बुधः ॥१॥
ભાવાર્થ : સંસારના પારને પામેલા તેમજ મુક્તિ સુખને આપવાવાળા એવા શ્રીમાન વીતરાગ મહારાજની ચંપાદિક તેજ દિવસના સુગંધિ તથા પ્રફુલ્લિત પુષ્પોવડે કરીને પંડિત પુરૂષ પૂજાને કરે તેજ દિવસના પ્રફુલ્લિત વિવિધ પ્રકારના પુષ્પવડે કરી જૈનો પરમાત્માની પૂજાને કરે, પરંતુ અપવિત્ર પુષ્પો વડે કરી તેમજ નિર્ગધ તથા મલીન પુષ્પો તેમજ જુઠા પુષ્પવડે કરી પુજા કરવાને માટે શાસ્ત્રકાર મહારાજા નિષેધ કરે છે માટે તેવા પ્રકારના અપવિત્ર પુષ્પો પુજાદિક કર્તવ્યોને વિષે વાપરવા નહિ. કહ્યું છે કેउक्तं च-हस्तात्प्रस्खलितं क्षितौ निपतितं लग्नं क्वचित्पादयो
र्यन्मर्दोर्ध्वगतंधृतं कुवसनै भेरधो यद्धृतम् ।
૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org