________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
(વસ્ત્રશુદ્ધિ) હે ઉત્તમ ! પૂજા કરવાના સમયે વસ્ત્રશુદ્ધિ ધારણ કરવાની પણ પૂરેપૂરી ફરજ છે, જે માટે કહ્યું છે કે – यदुक्तं- न कुर्यात् संहितं वस्त्र, देवकर्मणि भूमिप ।
न दग्धं न तुपै छिन्नं , परस्य तु न धारयेत् ॥१॥
ભાવાર્થ : હે રાજન્ ! દેવ પૂજાને વિષે સાંધેલું વસ્ત્ર પહેરવું નહિ તેમજ બળેલું તથા છેદાયેલ વસ્ત્રને પણ ધારણ કરવું નહિ તથા પરના વસ્ત્રને પણ પહેરવું નહિ. पुनरपि-कटिस्पृष्टं तु यद्वस्त्रं, पुरीषं येन कारितम् ।
मूत्रं च मैथुनं चापि, तद्वस्त्र परिवर्जयेत् ॥२॥
ભાવાર્થ :- વળી પણ પૂજા કરવાનો વિષ કટિસ્પષ્ટ થયેલું તથા મલમૂત્ર કરેલું તથા મૈથુન સેવેલું વિગેરે વસ્ત્રોને ત્યાગ કરવાં. अपि च-खंडितं संहितं छिन्न रक्तं रौद्रेः कुवर्णकैः ॥
दानं पूजा तपो होम संध्यादि निष्फलं भवेत् ॥३॥
ભાવાર્થ : ખંડિત થયેલું તથા સાંધેલું તથા છેડાયેલુ તથા લાલ તેમજ રૌદ્ર અને કુવર્ણાદિક વડે કરી ઉચ્છિષ્ટ ભાવને પામેલું વસ્ત્ર દાન, પૂજા, તપ, હોમ, સંધ્યાદિ ક્રિયા નિષ્ફલ થાય છે.
કિં બહુના ! જૈનોની, વ્યવહાર માર્ગને વિષે જેટલી વસ્ત્રશુદ્ધિ જોવામાં આવે છે તેટલી ધર્મના કર્તવ્યોમાં લેશમાત્ર દેખાતી નથી તો આવા અજ્ઞાની મનુષ્યોએ વિચાર કરવો જોઇએ કે પરમાત્માની પૂજાના સમયે વસ્ત્રને વિષે જેટલી ખામી રખાય છે તેટલી જ ખામી પુન્યમાં આવી પડે છે કારણ અખંડ અને ઉજવલ વસ્ત્ર વડે કરી પરમાત્માની પૂજા કરવાથી અખંડ અને ઉજવળ શુભ કર્મ બંધાય છે અને ખંડિત થયેલા તેમજ છેદાયેલા ભેદાયેલા ઉપરોક્ત વસ્ત્ર વડે કરી પૂજા કરવાથી કરેલી
૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org