________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભગવાનના ઉપર નાંખી ઘોરાતિઘોર પાપ કર્મ બાંધે છે. બીજા કોઈ ઉપદેશ આપતા નથી. મારા જેવા કોઈ ઉપદેશ આપે તો તેની નિંદા વિકથા કરવા તૈયાર થાય છે.
(૫) અહો ! અહો ! હાલમાં પૂજા કરનારા અજ્ઞાન શ્રાવક શ્રાવિકાઓ મુખકોશ આઠ પડ વિના, બાંધ્યા વિના પ્રભુનાદેદારને હાથ માથું લગાવવાથી પ્રભુને પૂજવાથી આવી આજ્ઞારહિત અને ઘોરાતિઘોર આશાતના સહિત પ્રભુની પૂજા કરવા થકી તમો પૂન્યને બદલે પાપ બાંધો છો, સુખને બદલે દુઃખ મેળવો છો, ભવના નાશને બદલે ભવનીવૃદ્ધિ કરો છો, માટે જૈન શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આઠ પડ વડે કરી મુખકોશ બાંધીને પ્રભુને હાથ લગાવશો, પૂજા કરશો, આશાતના ટાળશો, તો જ તમો તરવાના છો નહિ તો ડુબવાના છો. એ નિશ્ચય માનજો. માટે આ ઉલ્લેખ વાંચી કોઈ પણ શ્રાવક શ્રાવિકાએ મુખકોશ બાંધ્યા સિવાય પ્રભુને પગે, ઢીંચણે, પલાંઠીમાં, ખોળામાં કે પ્રભુના અંગ ઉપર હાથ લગાવવો નહિ કેટલાક મૂઢ ભાઈઓ વ્હેનો તો ખુલ્લે મુખે લગાવે છે. પાછા તે જ હાથ પ્રભુના દેહ ઉપર લગાવી પોતાના શરીરે લગાવે છે. અજ્ઞાનીઓને ખબર નથી કે પોતાના શરીર ઉપર લગાડેલા હાથથી ધોયા વિના પ્રભુના દેહને સ્પર્શ કરી શકાય જ નહિ. માટે મૂઢ લોકોને પોતાની મૂઢતા છોડી આ ઘોરાતિઘોર આશાતનામાંથી બચવાને માટે હું મોટે ઘાટે પોકાર પાડીને કહું છું કે કોઈ પણ જીવો મુખકોશ બાંધ્યા સિવાય અને હાથ ધોયા સિવાય પ્રભુને અંગે પોતાની એક પણ આંગળી લગાડશો નહિ.
(૬) કેટલાકતો અજ્ઞાન શ્રાવક શ્રાવિકાઓ પ્રભુ એટલે એક જાતના રમકડા, એમ માની જેમ સંસારી બાળકોને રમાડવાની કરણી કરે છે. તેવી રીતે પ્રભુના દેહ ઉપર હાથ લગાવી પ્રભુને રમકડાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org