________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ટોળામાં ઘુસી જઇ મૂળ ગભારામાં પ્રવેશ કરી પરમાત્માની પૂજા કરવા મંડી જાય છે વાંચકવર્ગ! પૂજા કરનારાજૈનોની મૂર્ખતાની હદ આવી રહી તેનો તું ખ્યાલ કરજે. જયારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી હસ્તકમલમાં કેશર તથા પુષ્પાદિક લઈ સ્નાન નહિ કરવાથી અપવિત્ર રહેલા લોકોનો સ્પર્શ કરી પૂજા કરે તો તેમને સ્નાન કરવાનું તથા શુદ્ધ વસ્ત્રો પહેરવાનું પ્રયોજન શું હતું? બસ કાંઇ જ નહિ. માટે હે મૂર્ખ જૈનો ! સમજો અને વિચારો તથા સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી બીજા કોઈ પણ માણસનો સ્પર્શ કરવો જ નહિ આવો નિયમ ગ્રહણ કરી ભ્રષ્ટતા દૂર કરવા સમર્થમાન થાઓ.
મહાનુભાવો, પરમાત્માના મૂળ ગભારામાં જઈ વિવેક રાખવાની ખાસ આવશ્યકતા છે. ઘણા ખરા જૈનો ગભારામાં પ્રવેશ કરી ખુલ્લે મુખે બરાડા પાડવા માંડે છે અને તેમ કરતાં થુંકના છાંટા તથા શ્વાસોશ્વાસની દુર્ગધ પરમાત્માને લાગે છે તેથી અજ્ઞાની માણસો ઘણા જ ચીકણાં કર્મ બાંધે છે માટે દરેક પૂજા કરનારા ઉત્તમ જીવોએ મુખ અને નાસિકાના વક નોને શ્વાસોશ્વાસ રોકવા માટે મુખ અને નાસિકા ઉપર સારી રીતે ઉત્તરાસંગનો છેડો આડો રાખી ધીમા અને ગંભીર સ્વરથી બોલવું તે જ શ્રેયસ્કર છે.
ત્યારબાદ વીતરાગ મહારાજની ધૂપ વડે કરી પૂજા કરવા માટે જૈનો મોટામાં મોટી આંગલીના પર્વ (વેઢા) જેવડી અગરબત્તીના ટુકડાને લઈને મુખને વિષે વસ્ત્રનો છેડો આડો રાખ્યા સિવાય બુમો મારવા માંડે છે કે -
અમે ધૂપની પૂજા કરીયેરે હો મન માન્યા મોહનજી, દુર્ગધ અનાદિની હરીયેરે હો મન માન્યા મોહનજી. 'ય વાંચક ! મહા અફસોસની વાર્તા છે કે આગલીના પર્વ
૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org