________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
હવે સ્નાન કરી શરીર સાફ કર્યા બાદ શુદ્ધ કાંબલી પહેરી જેમ કોઈ માણસ સ્નાન કરીને ધૂળમાં લોટવાનો ધંધો કરે તેમ જ જૈનો પણ કાંબલી પહેરી સ્નાન કરેલા પોતિયાને કાઢી નાખી પાણી લઇ તે ધોતિયા ઉપર રેડીને બે હાથે ધબધબાવા મંડી જાય છે તે એવી રીતે કે જાણે ધોબી લુગડાં ધોવા બેઠો અથવા તો નદી તલાવે જઈને જાણે ધોવા બેઠા એવી ક્રિયા કરવા માંડે છે અને આવી રીતે કરતાં સ્નાન કરેલા શુદ્ધ શરીરના ઉપર તે ધોતીયાના અશુદ્ધ છાંટા ચોફેર પડે છે અને આવા અશુદ્ધ પૂજા કરતાં નિર્વિવેકી જૈનો પુન્યને બદલે પાપ કર્મ બાંધે છે એટલું જ નહિ પરંતુ શુદ્ધ કાંબલીના ઉપર અશુદ્ધ ધોતિયું ધોયેલા છાટા નાખી કાંબલીને પણ અશુદ્ધ કરે છે અને આવી રીતની અસભ્ય ક્રિયાથી લાભને બદલે તોટો થાય છે અને સ્નાન કરી દેહશુદ્ધિ કરવાની આવશ્યકતા પણ સર્વથા નિષ્ફળ પ્રાયઃ થાય છે ને સ્નાન કરવાનું પ્રયોજન પણ સર્વથા નકામું બની જાય છે. માટે સુજ્ઞ જૈનોએ નાન કરેલું ધોતિયું ધબધબાવવું છોડી દઈ એક બાજુ અલગ મુકી દેવું પરંતુ શરીરના ઉપર તેમજ કાંબલીના ઉપર એક પણ પાણીના બિંદુને પણ પડવા દેવું નહિ, કદાચ પૂજા કરતાં વિલંબ થતો હોય તો એવા ધીમા પ્રચારથી ધોતિયાથી પાણીને દૂર કરવું કે એક છાંટો માત્ર શરીર તેમજ કાંબલી ઉપર લાગે નહિ તો પૂજા કરનારા તમામ ભવ્ય જીવોયે ઉપરોક્ત બીના બરાબર લક્ષમાં રાખી તે પ્રમાણે વર્તવા ઉજમાળ થવું તેજ ભવ્ય જનોનું ભૂપણ છે.
પૂજા ક્રનારાઓને ચાંદલા કરવામાં કેસર
વાપરવાની ઉદારતા
સ્નાન કરી કાંબલી પહેરી પૂજા કરનારા જૈનો જયાં પૂજા કરવાનાં વસ્ત્રો રહેલાં હોય છે ત્યાં આવે છે અને પૂજાના વસ્ત્રો ધારણ કરી ચાંદલા કરવા માટે કેશરની વાટકીઓ અને આરિસો હોય છે. ત્યાં
M૪૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org