________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
મોકલવી. એ વાત સાંભળી અનંતવીર્ય અને મહાવીર્ય અને રાત્રિને વિષે મસલત કરે છે કે જો તેને બને દાસીઓ આપીશું તો આપણું સર્વ જાય છે. હવે પૂર્વે આરાધન કરેલી પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાઓએ કહ્યું કે “હે સ્વામિન ! અમારા લાયક કામ ફરમાવો” હવે પ્રભાતમાં તે દેવીઓની જેટલામાં પૂજા કરે છે, તેટલામાં દૂત આવ્યો અને રાજાને કહે છે કે - “હે દુખ ! નિર્લજ ! અશિષ્ટ ! દુષ્ટ વિમર્શ કારિન્ ! દાસીઓ બન્નેને નહિ મુકતો, બલવંતના સાથે વિરોધ કરતો નષ્ટ ન થા. જે માટે કહ્યું છે કે, અનુચિત કર્યારંભ કરવો નહિ.” રાજાએ પોતાના બન્ને પુત્રો પાસે બને દાસી માગી, તેથી તે બન્ને ભાઈઓએ બન્ને દાસીનું રૂપ લઇને અને પોતાને ઠેકાણે બને દાસીઓને સ્થાપન કરી ક્રોધાંધ, દૂતની સાથે ગયા. અનુક્રમે પ્રતિવાસુદેવ પાસે ગયા, લજજા વડે કરી નમ્ર બન્નેને પ્રતિવાસુદેવે કહ્યું કે – “અમારે કનકશ્રી કન્યા છે, તેની પાસે નાચ કરી તેને રંજન કરો.' બહુ સારું એમ કહી તે ગયા કન્યાના અંતઃપુરમાં, હવે તેઓ નામ મધ્યે મહાવીર્ય અને અનંતવીર્યને ગાય છે, ત્યારે કનકશ્રીએ કહ્યું કે “એ અનંતવીર્યકોણ પુરૂષ છે કે જેને તમે માન કરો છો. તે અવસરે માયાવી દાસી કહે છે કે – “હે સુંદરી ! સોભાપુરને વિષે તમિત સાગર રાજાનો પુત્ર અપરાજીત છે, તેનો મોટો પુત્ર ગજ, વૃષભ, સરોવર, ચંદ્ર, એ ચાર મહા સ્વપ્ર સૂચિત બળદેવ ઉત્પન્ન થયેલો છે, ને નાનો ભાઈ શ્રી, હરિ, રવિ, ઘટ, રત્નૌઘ, જલધિ, અગ્નિ, સાત સ્વમ, સૂચિત અનંતવીર્ય ઉત્પન્ન થયેલ છે. તેણે પોતાનાં રૂપથી કામદેવને પણ જીતે છે, કિંબહુના પુરૂષ રત્ન છે.” એ સાંભળી કનકશ્રી રાગિણી થઈ અને કહે છે કે તેમને કયારે જોઇશ.'કન્યારૂપ મહાવીર્ય બલદેવ તેને કહે છે કે “તારી ઇચ્છા હોય તો તેને હું અહીં લાવું,” ત્યારે કનકશ્રી કહે છે કે –“તો બધુ મળી ગયું.” તે જ અવસરે પ્રગટ કરેલા સ્વરૂપને કનકશ્રી
૨૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org