________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આથી સુખી થયેલા સિંહે યક્ષને કહ્યું કે-મારા ગામે તું મને મુકી દે યક્ષે તેમ કર્યું કુટુંબમાં મોટો થયો અને જીવતા સુધી જિનેશ્વર મહારાજને પંચાંગ પ્રણામ કરવાથી-ત્યાંથી સિંહનો જીવ આવી આ સુરેંદ્રદત્ત કુમાર થયો છે તે સર્વ પંચાંગ નમસ્કારનું જ ફળ છે એવું સાંભળી કુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને જિન નમનાદિ યુક્ત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અનુક્રમે નિયમની સાથે નિરતિચાર રાજયનું પ્રતિપાલન કરી પ્રાંતે સાધુપણું અંગીકાર કરી મહાશુક્ર દેવ થશે. ત્યાંથી સાત આઠ ભવ મનુષ્ય દેવના કરી મોક્ષે જશે.
ઇતિસુરેન્દ્રદત્તકુમાર કથા. ચૈત્યવંદન ઉપર શ્રીદત્તાનું દૃષ્ટાંત DO જિનેશ્વર મહારાજના મૂળ બિંબની જમણી બાજુએ પુરૂષોએ અને સ્ત્રીઓએ મૂળ બિંબની ડાબી બાજુએ બેસી ચૈત્યવંદન કરવું, પરમાત્માની આશાતના ટાળવા માટે તેમનાથી જઘન્ય નવ હાથ દૂર બેસી ચૈત્યવંદન કરવું અને ઉત્કૃષ્ટ સાઠ હાથ અવગ્રહ મૂકી ચૈવંદન કરવું. પંચ સ્થાનકને વિષે હરિભદ્રસૂરિ આદિએ, ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય, ૬૦-૫૦-૪૦-૩૦-૧૮-૧પ-૧૦-૯-૩-૨-૧ હાથ પ્રમાણે કહેલ છે. એવી રીતે વિધિ પ્રધાનતાવડે કરીને કરેલ ધર્માનુષ્ઠાન ફળીભૂત થાય છે. કહ્યું છે કેधर्मानुष्ठान वै तथ्यात्, प्रत्यापापो महान् भवेत् । ૌદ્રધનનો, દુ:પ્રવૃmiદવૌપધાત્ III
ભાવાર્થ – જેવી રીતે ખરાબ ઔષધથી મહાન દુઃખની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે ધર્મકરણિ વિના જીવોને ભયંકર દુઃખના સમૂહને કરનાર મહાન આપત્તિ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org