________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થયા વિના રહેતા નથી, અર્થાત્ સંસારમાં લૌકિક કાર્યને વિષે પણ જીવો મંદ પરિણામને ધારણ કરે છે, તેને લક્ષાંશે પણ પરલોકને વિષે સુખ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. धम्मेण विणा जइ चिंतिआई, लब्भंति इत्थ सुक्खाइं । ता तिहुअणे वि सयले , न कोवि अ दुक्खिओ हुज्जा ॥३॥
ભાવાર્થ :- જો કોઈ પણ માત્ર આ દુનિયામાં ધર્મ વિના પોતાના ચિંતવેલા સુખને મેળવતો હોય તો સમગ્ર ત્રિલોક ને વિષે કોઈ પણ જીવ કદાપિ કાળે દુઃખને પામત નહિ. માટે ધર્મ કર્મથી જ ઇહલોક પરલોકને વિષે સુખની પ્રાપ્તિ થાય છે,
એ ઉપદેશ સાંભળી સિંહ કહે છે કે-હે સ્વામિનું આપે કહ્યું તે સત્ય છે સાક્ષાત તેનો અનુભવ મેં કર્યો માટે કૃપા કરીને મારા લાયક ધર્મ મને આપો. અઢાર દુષણ રહિત દેવને વંદન કરવું, ઉત્તમ પ્રકારે જિનેશ્વર મહારાજનું પંચાંગ નમસ્કાર કરવો જોઈએ. પંચાગ નમસ્કારનો સિંહે નિયમ લીધો ને તે એવી રીતે કે જિનેશ્વર મહારાજ અગર જિનમૂર્તિને નમસ્કાર કરીશ ત્યારે જ મુખને વિષે પાણી નાંખીશ એવી પ્રતિજ્ઞા કરી ત્યાર પછી મુનિ વિહાર કરી ગયા. સિંહ પણ હર્ષ પામી પર્વત ઉપરથી નીચે ઉતર્યો અને જિનેશ્વર મહારાજને નમસ્કાર કર્યા આહાર છોડીને, બે દિવસે અટવીને ઉલ્લંઘન કરી જેમ તેમ મલય પુરે ગયો ત્યાં ઉદ્યાનને વિષે શ્રી યુગાદિ દેવાધિદેવની પ્રતિમાને પ્રફુલ્લિત નેત્રે ભાવથી વંદન કર્યું. તેના સત્વથી રંજન થયેલો ગોમુખ યક્ષ પ્રગટ થયો અને કહ્યું વર માગ સિંહે કહ્યું કે દ્રવ્ય આપો ગોમુખ યક્ષ જ્ઞાનથી જોવે છે તેવામાં તેજ યોગીને ગીરી ગુફાને વિષે મરેલો જોયો ને તેનુ રસનું તુંબડું પડેલું દેવું. તેજ રસનું તુંબડું લાવીને આપ્યું સિંહે કહ્યું કે મલ્યુ વળી જીર્ણ વસ્ત્રને છેડે બાંધેલી રત્નની પોટલી વાંદરાને મુખથી પડેલી તે પણ લાવી આપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org