Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૨
[ શ્રી વિજયપધસૂરિકૃત - પાંગળા જેવા બની નિજ દ્રવ્ય સંતોષી થતા, દ્રવ્ય હરણે જાન વિઘટે એમ પણ સંભારતા. ૨૫
આ પ્રમાણે વર્તનાર મહા પુરૂષ નિજ પર તણું, કલ્યાણ સાધે ઈમ વિચારી જીભને વશ ભવિજના; કરેજે નજર નીચી કરીને ચાલજે સમિતા બની, ચોરી તને બહુ કીંમતી શિક્ષા ત્રણે કવિરાજની, ર૬
અક્ષરાથ–બીજાના અવર્ણવાદ બોલવામાં એટલે બીજાની નિંદા કરવામાં જે પુરૂષ મુંગાના સરખે છે, (અર્થાત્ બીજાની નિંદા નહિ કરનાર) તેમજ પરસ્ત્રીનું મુખ જોવામાં અન્ય સરખે છે, (પરસ્ત્રીનું મુખ નહિં જનાર) અને બીજાનું ધન હરણકરવામાં પાંગળા સરખે છે (અર્થાત્ બીજાનું ધન નહિ લેનાર) તેજ મહાપુરૂષ કહેવાય. અને તે મહાપુરૂષ જગતમાં જયવંત વર્તે. ૪
સ્પષ્ટાર્થ–૧) બીજાઓની નિંદા કરવામાં જીભને ઉપચોગ કરવાથી અથવા કલેશ કજીયા (ઝઘડા, વિતંડાવાદ) કરવાથી જીવને કેવળ કર્મ (ને) બંધ જ થાય છે, આવા થભ ઈરાદાથી એવા પ્રસંગમાં મહા પુરૂષે મુંગા સરખું મૌન ધરીને બેસે છે, અને એવા પ્રસંગોમાં પણ પિતાના મન વચન કાયાને ઉત્તમ કાર્યોમાં જેડે છે, કારણ કે તે સમજે છે કે કર્મબંધથી બચવું એ પિતાના હાથમાં જ (સ્વાધીન વાત) છે, પરંતુ કર્મના ઉદયથી બચવું એ પોતાની સત્તાની વાત નથી, તેથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે