________________
૧ ૪ कालंमि अणाइए, जीवाणं विविहकम्मवसगाणं ।
૯ ૮ ૧૦ ૧૧ तं नत्थि संविहाणं, संसारे जं न संभव ॥१०॥
कालेऽनादिके जीवानां, विविधकर्मवशगानां । तन्नास्ति संविधानं, संसारे यन्न संभवति ॥१०॥
અર્થ : આદિ રહિત (કાળ, કર્મ, જીવ, અને સંસાર એ સર્વનું અનાદિપણું છે.) કાળચક્રમાં પરિભ્રમણ કરતા અને અનેક પ્રકારના કર્મને વશ થયેલા જીવોને તેવો કોઈ સંવિધાન (એકેન્દ્રિયાદિક ભેદ) નથી કે જે સંસારમાં જીવોને પ્રાપ્ત ન થયો હોય. અર્થાત્ સંસારમાં જીવો એકેન્દ્રિયાદિક સર્વ ભેદોને પામી ચૂકયા છે. बंधवा सुहिणो सव्वे, पिअ माया पुत्त भारिया । पेअवणाओ निअत्तंति, दाउणं सलिलंजलिं ॥११॥
વાંધવા : સુહૃદ: સર્વે, માતા પિતરો પુત્ર મર્યાદા प्रेतवनान्निवर्तते, दत्त्वा सलिलाऽज्झलिम् ॥११॥
અર્થ : હે જીવ ! બંધુઓ, મિત્રો, માતા, પિતા, પુત્ર, અને સ્ત્રી એ સર્વે મૃત્યુ પામેલા મનુષ્યને પાણીની અંજલિ આપીને સ્મશાનથી પાછા ઘેર આવે છે, (પરન્તુ તેમાંનું કોઈ મરણ પામેલા મનુષ્યની સાથે જતું નથી).