________________
दीधिति: १४
એટલે હવે આ સ્થળે ઘટાભાવ લઈએ તો ઘટાભાવ એ પર્વતાનુયોગિકસંયોગસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક જ લેવાનો છે. આ પ્રતિયોગિતાનો અવચ્છેદક એવો પર્વતાનુયોગિકસંયોગસંબંધ છે. આ સંબંધથી અવચ્છિન્ન એવા તો પર્વતમાં રહેલા વિન+વૃક્ષાદિ બનશે. અને તેની અધિકરણતા એ પર્વતમાં જ આવવાની અને એ અધિકરણતા એ સ્વરૂપસંબંધથી પર્વતમાં રહેશે. એટલે પર્વતાયોગિક-સંયોગાવચ્છિન્નવૃક્ષાદિઅધિકરણતાનિરૂપિત એવો વિશેષણતાવિશેષ=સ્વરૂપસંબંધ મળ્યો. હવે ઘટાભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક ધર્મ ઘટત્વ છે. અને ઘટત્વાવચ્છિન્ન એવા એ ઘટની અધિકરણતા ભૂતલાદિમાં છે. પણ પર્વતમાં નથી એટલે વૃક્ષાદિ-અધિકરણતાનિરૂપિતસ્વરૂપ સંબંધથી તો ઘટાધિકરણતાસામાન્યનો અભાવ પર્વતમાં મળી જ જાય છે. અહીં કદાચ ઘટ એ પર્વતમાં કાલિકથી રહે તો પણ કાલિકાવચ્છિન્નઘટાધિકરણતા પર્વતમાં કાલિકાવચ્છિન્નઘટાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધથી જ રહેશે. પરંતુ પર્વતાનુયોગિકસંયોગાવચ્છિન્ન વૃક્ષાધિકરણતાનિરૂપિતસંબંધથી તો તાદશઘટાધિકરણતાનો અભાવ પર્વતમાં મળી જ જાય છે. એટલે આ પર્વત એ પ્રતિયોગિ-અનધિકરણ એવા હેત્વધિકરણ તરીકે લઈ શકાશે. અને તેમાં પર્વતાનુયોગિકસંયોગથી ઘટનો અભાવ લેવાશે. તેની પ્રતિયોગિતા પર્વતાનુયોગિકસંયોગથી અવચ્છિન્ન પણ મળી જ જવાની છે. અને તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ બની જાય છે. માટે અવ્યાપ્તિ ન આવે.
નં. ૨ મત પ્રમાણે વિચારીએ તો સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્તાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધેન તાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્તાધિકરણતાસામાન્યનો અભાવ જેમાં મળે તે જ તાદશપ્રતિયોગી-અનધિકરણ એવા હેત્વધિકરણ તરીકે લઈ શકાય. હવે અહીં તો પ્રતિયોગિતા એ લક્ષણને અંતે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન જ લેવાની છે તેવું નથી. ગમે તે લેવાય. એટલે સંયોગથી ઘટાભાવ લઈએ, તો સાધ્યતાવચ્છેદક એવા પર્વતાનુયોગિકસંયોગસંબંધથી અવચ્છિન્ન તરીકે ઘટ તો બનવાનો જ નથી. પણ વિના+ધૂમ+વૃક્ષાદિ બનશે. આ અધિકરણતા સ્વરૂપસંબંધથી પર્વતમાં મળશે. એટલે કે પર્વતાનુયોગિક સંયોગાવચ્છિન્નવૃક્ષાદિ-અધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધથી પર્વતમાં તે વૃક્ષાદિ-અધિકરણતા રહેશે. પરંતુ પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વાવચ્છિન્નઘટાધિકરણતા-સામાન્યનો તો ઉપર્યુક્તસ્વરૂપ સંબંધથી પર્વતમાં અભાવ મળી જ જવાનો. એટલે પર્વત એ નિરુક્ત પ્રતિયોગી અનધિકરણ એવા હેત્વધિકરણ તરીકે લઈ શકાશે. અને તેમાં સંયોગથી ઘટાભાવ છે. અને તેની સંયોગાવચ્છિન્ન પ્રતિયોગિતાનો અનવચ્છેદક વિઘ્નત્વ બની જતા લક્ષણસમન્વય થઈ જાય.
જો આ વિવક્ષા ન કરીએ તો તો કોઈપણ અભાવ લઈ જ ન શકાય. કેમકે કોઈપણ અભાવના પ્રતિયોગી ઘટાદિની અધિકરણતા એ કાલિક સંબંધથી તો હેત્વધિકરણમાં રહી જ જવાની. અને તો પછી પ્રતિયોગીઅનધિકરણ એવું હેત્વધિકરણ જ અપ્રસિદ્ધ બની જતા અવ્યાપ્તિ આવવાની જ છે. અહીં પ્રતિયોગીઅનધિકરણ” એવું હેત્વધિકરણ લેવાની વિવક્ષા જ્યારે કરી ત્યારથી માંડીને “કયા સંબંધથી પ્રતિયોગીનું અનધિકરણ લેવું” એ કહ્યું ન હતું. માત્ર આગળ=અહીં આવવાનું હોવાથી એ પ્રમાણે અર્થ કરી લેતા હતા. જે હવે અહીં નિરૂપણ કરવામાં આવેલ છે.
जगदीशी - ननु सम्बन्धविशेषेण साध्य - साधनयो: सामानाधिकरण्यप्रवेशे तादात्म्येन हेतुसाध्यभावेऽव्याप्तिः, ताद्दशसम्बन्धेन हेतु - साध्ययोरधिकरणाप्रसिद्धेरत आह, - एवं स्थित इति ।
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૪૮.