________________
दीधिति: १८
प्रलयकाले वर्तमानेषु नित्यपृथ्वीरूपेषु पृथ्वीपरमाणुषु गगनं न वृत्यनियामकसम्बन्धेन संबद्धं भवति । तथा च गगनाभावस्यैव तादृशेषु पृथ्वीद्रव्येषु प्रतियोगिव्यधिकरणत्वेन लक्षणघटकत्वात् न लक्षणसमन्वयः संभवति, अतो न गगनं पृथ्वीत्वव्यापकं भवतीति वाच्यम् उत्पत्तिकालावच्छेदेन घटादिषु गगनाभावो यद्यपि वर्तते, तथापि तदेव गगनं प्रतियोगिस्वरूपं साध्यतावच्छेदकेन वृत्यनियामकसंयोगेन द्वितीयादिक्षणावच्छेदेन घटे संबद्धमस्ति । अतो घटादीनि जन्यपृथ्वीद्रव्याणि साध्यतावच्छेदकसम्बन्धेन गगनसम्बन्धीनि एव । न तद्भिन्नानि । एवं नित्यपृथ्वीद्रव्याण्यपि सृष्टिकालावच्छेदेन साध्यतावच्छेदकसम्बन्धेन गगनसम्बन्धीनि सन्ति। न तद्भिन्नानि । अतो गगनाभावो न लक्षणघटकः, किन्तु घटाद्यभाव:, तेन ं च लक्षणघटनात् गगनं वृत्यनियामकसंयोगेन पृथ्वीत्वव्यापकं सिद्ध्यति ।
ननु एवं सति गगने पृथ्वीत्वव्यापकत्वज्ञानात् 'घटो गगनवान्' इत्यनुमित्यापत्तिः भवति इति चेत् भवत्येव, किन्तु सा इष्टा नत्वनिष्टा । यतो घटः वृत्यनियामकसंयोगेन गगनवान् इत्यनुमितिरस्माकमभिमतैव । सा चानुमितिः प्रमात्मिकैव मन्तव्या । ननु घटः वृत्तिनियामकसम्बन्धेन गगनवान् इत्यनुमितिः कथं न भवतीति चेत् परामर्शज्ञाने येन सम्बन्धेन साध्यसाधनयोः सामानाधिकरण्यं भासते, तेनैव सम्बन्धेन साध्यानुमितिः संभवतीति नियमः । अत्र तु वृत्यनियामकसंयोगेन गगनस्य संबंधिनि घटादौ समवायेन पृथ्वीत्वं" इत्याकारकं सामानाधिकरण्यं परामर्शे भासते, तथा च वृत्यनियामकसंयोगेनैव गगनानुमितिः संभवति । वृत्तिनियामकसंयोगेन तु तादृश-सामानाधिकरण्यज्ञानं न भवति एव । अतः न तेन सम्बन्धेन गगनानुमितिर्भवतीति भावः ।
ચન્દ્રશેખરીયા ઃ આ રીતે સામાનાધિકરણ્યાદિમાં સંબંધિનો નિવેશ કરીને “અધિકરણ”પદોને કાઢી નાંખ્યા. એનાથી હવે તો ગગનવાન્ દ્રવ્યત્વાત્ અનુમાનોમાં સંયોગથી ગગન સાધ્ય પણ દ્રવ્યત્વને વ્યાપક બનશે. જો અધિકરણ શબ્દ હોત, તો ગગનનું સંયોગથી અધિકરણ જ અપ્રસિદ્ધ હોવાથી ગગનાધિકરણ નિરૂપિતવૃત્તિતા એ દ્રવ્યત્વમાં હેતુમાં મળત જ નહી. અને પરિણામે ત્યાં વ્યાપ્તિલક્ષણ ન જ ઘટે. પણ હવે વાંધો ન આવે. સંયોગથી ગગનના સંબંધી તો ઘટાદિ મળે જ છે. અને તેમાં દ્રવ્યત્વ રહેનાર છે. એટલે લક્ષણ ઘટી જાય, આમ હવે ગગન પણ સંયોગ સંબંધથી દ્રવ્યત્વાદિને વ્યાપક બનશે.
આ અનુમાનમાં ગગન એ વૃત્તિ-અનિયામક સંયોગ સંબંધથી સાધ્ય છે. કેમકે વૃત્તિનિયામક સંયોગથી તો ગગન કર્શે રહેતું જ ન હોવાથી આ વ્યાપ્તિ જ ખોટી પડી જાય. અહીં પણ “સંયોગમાત્ર એ અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ બની શકે છે” એ માન્યતા અનુસારે જ ગગન વ્યાપક બને એ ધ્યાનમાં રાખવું. અહીં સંયોગમાત્રમાં ‘માત્ર’ પદથી તમામ સંયોગ લેવાના છે. એટલે આશય એ છે કે સ્વતંત્ર રીતે વૃત્તિનિયામક સંયોગ અને સ્વતંત્ર રીતે વૃત્તિ-અનિયામક સંયોગ એ બે ય પ્રતિયોગિતાવચ્છેદક બની શકે છે. અને એટલે જ અહીં લક્ષણ સમન્વય થાય. તે આ પ્રમાણે – દ્રવ્યત્વાધિકરણ એવા પર્વતાદિમાં વૃત્તિ-અનિયામક સંયોગ સંબંધથી પણ ઘટ રહેતો નથી. એટલે ઘટાભાવ મળ્યો. આ ઘટ એ પ્રતિયોગિતાવચ્છેદક એવા વૃત્તિઅનિયામક સંયોગથી પર્વતમાં નથી રહેતો. એટલે પ્રતિ. અવચ્છેદક સંબંધથી ઘટાનધિકરણ એવું હેત્વધિકરણ મળી ગયું. અને તેમાં ઘટાભાવ છે. અને તેની પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક એવા વૃત્તિ-અનિયામક સંયોગથી અવચ્છિન્ન જ છે. અને તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક એવો ગગનત્વ મળી જતા લક્ષણ ઘટી જાય.
જો, વૃત્તિ-અનિયામકસંયોગને પ્રતિયોગિતાવચ્છેદક ન માનો તો તો મોટો વાંધો આવે. અહીં કોઈપણ
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૦૩