________________
दीधिति:१९
mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
किञ्चिदनुयोगिकसम्बन्धत्वं-किञ्चित्प्रतियोगिकसम्बन्धत्वं च नास्ति । किन्तु अङ्गलीद्वयानुयोगिकत्वं अङ्गुलीद्वयप्रतियोगिकत्वं च वर्तते, तथैव युध्यमानयोः मेषयोः एतादृशः संयोगो भवति, येन तत्रापि 'प्रथममेषः द्वितीयमेषवान्' 'द्वितीयमेषः प्रथममेषवान्' इति प्रतीतिद्वयमपि यथार्थं भवति । तत्र द्वितीयमेषवान् द्वितीयमेषरूपादित्यत्रातिव्याप्तिर्भवति । अत्र द्वितीयमेषरूपं द्वितीयमेषे समवायेन वर्तते । किन्तु तत्र द्वितीयमेषे संयोगेन द्वितीयमेषरूपं साध्यं नास्ति । अतोऽयं व्यभिचारी हेतुः । किन्तु तथापि साध्यतावच्छेदकसम्बन्धसामान्यान्तर्गते मेषद्वयसंयोगे 'प्रथममेषः द्वितीयमेषवान्' इति प्रतीतिबलात् द्वितीयमेषाभावप्रतियोगितावच्छेदकावच्छिन्नद्वितीयमेषप्रतियोगिकत्वं 'द्वितीयमेषः प्रथममेषवान्' इति प्रतीतिबलात् द्वितीयमेषरूपाधिकरणद्वितीयमेषानुयोगिकत्वञ्च वर्तते । तथा च मेषद्वयसंयोगे निरुक्तोभयसत्वात् साध्यतावच्छेदकसम्बन्धसामान्ये तादृशोभयाभावो न वर्तते । अतो न द्वितीयमेषाभावो लक्षणघटकोऽपि तु गगनाद्यभाव एव । तथा चातिव्याप्तिर्दुवारा एव । यस्मादेवं तस्मात् दीधितिप्रोक्तमेतल्लक्षणमतिव्याप्तिदोषग्रस्तं भवतीति बोध्यम् ।
ચન્દ્રશેખરીયાઃ આ રીતે દીધિતિકારે પૂર્વપક્ષની તમામ આપત્તિઓનું ખંડન આ ઉત્તર દ્વારા કર્યું તો ખરું પણ છતાં દીપિતિએ કહેલું એ નિર્વચન એક સ્થળે ઘટતું નથી. તે આ પ્રમાણે - જ્યારે બે મેષ યુદ્ધ કરે છે, ત્યારે તેઓના પગો પરસ્પર એકબીજા ઉપર એવી રીતે ગોઠવાયા છે કે જોનારને “પહેલો મેષ બીજા મેષ ઉપર અને બીજો મેષ પહેલા મેષ ઉપર રહેલો છે' એવી પ્રતીતિ થાય. જેમ બે હાથની ૧લી આંગળીઓ પરસ્પર એકબીજા ઉપર ગોઠવીએ, તો જમણા હાથની પહેલી આંગળી ઉપર છે એ અને ડાબા હાથની પહેલી આંગળી ઉપર છે' એવી બેય પ્રતીતિ થઈ શકે. હવે આ મેષસંયોગમાં પ્રથમ મેષ પ્રતિયોગિકત્વ + દ્વિતીય મેષાનુયોગિકત્વ છે, તેમ દ્વિતીય મેષ પ્રતિયોગિકત્વ + પ્રથમ મેષાનુયોગિકત્વ પણ છે જ. આમ જ્યાં એક જ સંયોગ દ્વારા જે બે પદાર્થોમાં પરસ્પર વિશિષ્ટબુદ્ધિ પ્રમાત્મક તરીકે ગણાય છે. જેમકે “પ્રથમ મેષઃ દ્વિતીય મેષવાનું, દ્વિતીય મેષઃ પ્રથમ મેષવાનું” ત્યાં દ્વિતીય મેષવાન્ દ્વિતીય મેષ રૂપાતું આ વ્યભિચારી સ્થાને અતિવ્યાપ્તિ આવે. અહી દ્વિતીય મેષરૂપ સમવાયથી દ્વિતીય મેષમાં છે અને તેમાં સંયોગથી દ્વિતીય મેષઃસાધ્ય તો નથી જ. એટલે હેતુ વ્યભિચારી છે. છતાં અહીં સાધ્યાવચ્છેદક એવા નું પ્રથમ+દ્વિતીય મેષ સંયોગમાં દ્વિતીય મેષ પ્રતિયોગીકત્વ પણ છે. (પ્રથમ-મેષ: દ્વિતીય-મેષવાનું એ પ્રતીતિને આધારે) અને દ્વિતીય મેષ અનુયોગિકત્વ પણ છે. (દ્વિતીય મેષ: પ્રથમ મેષવાનું એ પ્રતીતિને આધારે) આમ ઉભય હોવાથી ઉભયાભાવ ન મળે. પરિણામે સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા બીજો અભાવ લઈને અતિવ્યાપ્તિ આપી શકાય છે. માટે આ દીધિતિનો ઉત્તર એ આ સ્થાને અતિવ્યાપ્તિનિવારક બનતો નથી. એટલી એની ક્ષતિ છે.
ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
दीधितिः धूमसंयोगे-वह्नयधिकरणायोगोलकानुयोगिकत्वस्य,चैत्नान्यत्वविशिष्टैतद्दण्डसंयोगेएतद्दण्डाधिकरणचैत्रानुयोगिकत्वस्य,-गुण-कर्मान्यत्वविशिष्टसत्तासमवाये चजात्यधिकरणगुणानुयोगिकत्वस्य, -विरहान्नातिप्रसंङ्गः ॥२०॥
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૪૮
100000