________________
दीधिति:२२
च एतादृशे सम्बन्धत्वे व्यापकतायाः अप्रवेशात् लक्षणे सम्बन्धत्वनिवेशेऽपि व्यापकताघटितत्वात्मकः आत्माश्रयः व्यापकतालक्षणे न भवति इति न दोषः । - ચન્દ્રશેખરીયા ઉત્તરપક્ષ: ખરી વાત એ કે સંબંધત્વની તમારી વ્યાખ્યા જ ખોટી છે. અમે તો વિશેષ્યતાવિશેષણતાભિન્ન એવી જે વિશિષ્ટબુદ્ધિવિષયતા એને જ સંબંધત્વ તરીકે માનીએ છીએ. વનિમાનું પર્વતઃ માં વનિ
સંયોગ+પર્વત એ ત્રણમાં વિષયતા છે. એમાં વનિનિષ્ઠવિષયતા એ વિશેષણતા રૂપ છે. પર્વતનિષ્ઠ વિષયતા એ વિશેષ્યતા રૂપ છે. અને સંયોગનિષ્ઠવિષયતા એ વિશેષતા-વિશેષણતાભિન્ન એવી વિષયતા છે અને તે જ સંબંધત્વ કહેવાય છે અને આ લક્ષણ એકદમ યોગ્ય છે. આમ આ સંબંધત્વ તો વ્યાપકતાથી ઘટિત નથી. એટલે હવે પ્રતિયોગિતાદિનો સંબંધ તરીકે નિવેશ કરીએ તો પણ એ સંબંધત્વ વ્યાપકતાઘટિત જ ન હોવાથી આત્માશ્રય દોષ આવતો નથી.
जागदीशी - भावभिन्नत्वस्वरूपस्याभावत्वस्य प्रवेशे च ‘घटत्वाभाववान् द्रव्यत्वा'दित्या-दावतिव्याप्तिरित्याह, – अभावत्वञ्चेति ।
चन्द्रशेखरीया : ननु लक्षणे योऽभावः प्रविष्टः, स यदि भावभिन्नरूपो गृह्येत, तदा घटत्वाभाववान द्रव्यत्वात् इत्यत्र घटत्वाभावाभावो लक्षणघटकत्वेन न ग्रहीतुं शक्येत, यतो घटत्वाभावाभावो घटत्वरूपो भावभिन्नो नास्ति । अतो भावभिन्नार्थकेनाभावपदेन घटत्वाभावाभावो न गृह्यते । किन्तु भावभिन्नो घटाभावादिरेव । तत्प्रतियोगितासामान्ये च घटत्वाभावत्वावच्छिन्नत्व-स्वरूपावच्छिन्नत्वोभयाभावः वर्तत एव इति लक्षणसमन्वयादतिव्याप्तिर्भवेत् इति चेत्
ચન્દ્રશેખરીયા પ્રશ્નઃ અહીં લક્ષણમાં અભાવનો નિવેશ કરેલો છે. પરંતુ એ અભાવત્વ=ભાવભિન્નત્વ એવો અર્થ કરીએ. તો ઘટત્વાભાવવાન્ દ્રવ્યત્વાત્ અહીં અતિવ્યાપ્તિ આવે. આ સ્થાન ખોટું હોવાથી સાધ્યાભાવ લક્ષણઘટક બનવો જોઈએ. સાધ્યાભાવ=ઘટવાભાવાભાવ એ તો ઘટત્વરૂપ છે. અર્થાત્ ભાવભિન્ન નથી અને લક્ષણમાં તો ભાવભિન્ન રૂપ જ અભાવ લેવાનો કહ્યો છે એટલે ભાવાત્મક એવો ઘટવાભાવાભાવ ન લેવાતા બીજો જ ભાવભિન્ન રૂપ એવો ઘટાભાવાદિ લેવો પડે અને તેની પ્રતિયોગિતામાં તો ઘટવાભાવત્નાવચ્છિન્નત્વ +સ્વરૂપાવચ્છિન્નત્વોભયાભાવ મળી જતા અતિવ્યાપ્તિ આવે.
ઉત્તરપક્ષ: અભાવત્વ એ ભાવભિન્નત્વરૂપ છે જ નહિ. પરંતુ ઇદં ઈહ નાસ્તિ” અને “ઈદ ઈદ ન ભવતિ' એવી પ્રતીતિનો નિયામક એવો ભાવાભાવસાધારણ અભાવત્વ છે અને તે સ્વરૂપસંબંધવિશેષસ્વરૂપ છે. નાસ્તિ” એ અભાવની પ્રતીતિ ગણાય. “ભૂતલે ઘટો નાસ્તિ” અહીં ઘટાભાવમાં અભાવ આવ્યું અને એ જ આ પ્રતીતિનો નિયામક છે. એમ ભૂતલે ઘટાભાવો નાસિત એવી પ્રતીતિ પણ થાય છે. અહીં ઘટાભાવાભાવ ઘટમાં અભાવત્વ આપ્યું. અને એ જ આ પ્રતીતિનો નિયામક સ્વરૂપસંબંધ વિશેષ છે. એમ આ અભાવત્વ ભાવાભાવસાધારણ છે.
પ્રશ્નઃ ઈદ ઈદ ન ભવતિ એ પ્રતીતિનો ઉલ્લેખ કેમ કર્યો ?
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૦૦૧