________________
दीधिति: २२
યાદશપ્રતિયોગિતાપદથી લેવાની. તદવચ્છિશગોનું અનધિકરણ એવું હેત્વધિકરણ ઘટ છે અને તાદશપ્રતિયોગિતામાં તાદાત્મ્યાવચ્છિન્નત્વ+ગોત્વાવચ્છિન્નત્વોભય છે માટે અતિવ્યાપ્તિ ન આવે. આમ સર્વત્ર સમજી લેવું. અહીં, જે ‘અભાવપદ’નો નિષેધ કરે છે, તે આ ગ્રન્થની શરૂઆતમાં જ ચિન્તામણિ ગ્રન્થનું જે લક્ષણ આપેલ છે, તેમાં રહેલ ‘અભાવ’ પદ સમજવું. અથવા તો ત્યાં જ દીધિતિમાં જે લક્ષણ આપેલ છે તેમાં રહેલ ‘અભાવ’પદ સમજવું. એ આખા લક્ષણનો અહીં સુધી વિસ્તારથી અર્થ કહી જ ગયા છીએ.
जगदीशी - ननु घटाभावप्रतियोगित्वमभावस्वरूपं ? घटस्वरूपं वा ? आद्ये, –— घटोऽभावप्रतियोगी 'त्यस्य 'घटोऽभाववा 'नित्यर्थः स्यात्,
द्वितीये, –'घटवान्' इत्याकारः स्यात् । एवमधिकरणत्वमपि न संयोगरूपं बदरस्यापि कुण्डाधारत्वप्रसङ्गादत आह, -विषयेति ।
चन्द्रशेखरीया : ननु घटाभावप्रतियोगिता घटनिष्ठा किं घटरूपा उताभावरूपा । यदि अभावरू पा मन्येत, तदा ‘घटः प्रतियोगितावान्' इत्यस्य 'घटोऽभाववान्' इति वक्तव्यं स्यात् । तच्चानुभवविरुद्धम् । यदि सा प्रतियोगिता घटरूपा मन्येत, तदा तु 'घटो घटवान्' इति वक्तव्यं स्यात् । तदपि नोचितम् । तस्मात् प्रतियोगिता किंस्वरूपा वक्तव्या इति वद समाधानम् । एवं 'कुण्डे बदरः' इत्यत्र कुण्डे या बदराधिकरणता वर्तते । सा यदि संयोगसम्बन्धरूपा एव इष्यते । तदा तु यथा कुण्डे बदरसंयोगसत्वात् कुण्डो बदराधिकरणतावान् प्रतिपाद्यते तथैव बदरेऽपि कुण्डसंयोगसत्वात् 'बदरो कुण्डाधिकरणतावान्' इत्यपि वक्तव्यं स्यात् । तदपि न समुचितम् इति चेत् दीधितिकारः समादधाति - दीधितकारः यथा विषयिता - विषयितात्वादयः पदार्थाः सप्तपदार्थभिन्ना स्वतंत्रा एव इष्यन्ते । तथैव प्रतियोगिताऽधिकरणता प्रतियोगितात्वाधिकरणतात्वादयः पदार्था अपि स्वतन्त्रा एव मन्तव्याः, न तु संयोगादिरूपाः । तथा च न पूर्वोक्तदोषापत्तिः इत्येकदेशिनः प्रतिपादयन्ति । ચન્દ્રશેખરીયા : પ્રશ્ન ઃ ઘટાભાવની પ્રતિયોગિતા એ અભાવસ્વરૂપ છે કે ઘટસ્વરૂપ છે ? જો અભાવસ્વરૂપ માનો તો ‘ઘટઃ પ્રતિયોગિતાવા= ઘટો અભાવવાન્ એવો અર્થ માનવાની આપત્તિ આવે. જો પ્રતિયોગિતા ઘટરૂપ માનો તો ઘટઃ પ્રતિયોગિતાવા= ઘટઃ ઘટવાન્ એમ માનવાની આપત્તિ આવે.
એમ કુંડમાં બદરની અધિકરણતા છે એ અધિકરણતા એ જો તે બેના સંયોગરૂપ માનો. તો એ સંયોગ તો બે ય માં ૨હેલો હોવાથી કુંડઃ બદરસંયોગવાન્=બદરાધિકરણતાવાન્' એની જેમ ‘બદ૨ઃ કુંડસંયોગવા—કુંડાધિકરણતાવાન્' એમ માનવાની આપત્તિ આવે અર્થાત્ કુંડે બદરઃ એની જેમ બદરે કુંડઃ એવી
પ્રતીતિ થવાની આપત્તિ આવે.
ઉત્તર ઃ જેમ વિષયતા વિષયિતાત્વ (દીદ્ધિતિના તત્ત્વ પદનો અર્થ) એ તદ્દન સ્વતંત્રપદાર્થો માન્યા છે તેમ પ્રતિયોગિતા, અધિકરણતા, પ્રતિયોગિતાત્વ, અધિકરણતાત્વ, સંબંધત્વ વગેરે બધા પદાર્થો તદ્દન સ્વતંત્ર છે. સંયોગાદિ રૂપ નથી. એટલે ઉપરના પ્રશ્નોનો કોઈ અવકાશ જ નથી. દીદ્ધિતિમાં વિષયિતા, તત્વાદિ એ આદિપદથી પ્રકારિતા વગેરે લેવા.
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦.૨૦૪