________________
दीधिति: २१
તો પ્રતિ. અવચ્છેદક ઘટાનુયોગિકસમવાય બને. એ સંબંધથી તાદશદ્રવ્યનું અધિકરણ એવું જ ઘટત્વાધિકરણ ઘટ બને છે. માટે એ સંબંધથી તેનો અભાવ ન લેવાય. સંયોગ-સ્વરૂપાદિ સંબંધથી એ દ્રવ્યત્વ કશે રહેતું જ નથી. કાલિકથી તો એનું અધિક૨ણ જ ઘટ બને છે. આમ અહીં એનો કોઈપણ સંબંધથી અભાવ લક્ષણઘટક બની શકતો જ નથી. અને તમે તો સાધ્યાભાવને લક્ષણઘટક બનાવવાની વાત કરી છે. એ ન મળતા અવ્યાપ્તિ આવે.
પ્રશ્ન ઃ તાદાત્મ્યથી આ વિ.દ્રવ્યત્વ એ વિ.દ્રવ્યત્વમાં રહે જ છે. એટલે અહીં તાદાત્મ્યથી વિ.દ્રવ્યત્વાભાવ લઈએ, તો પ્રતિયોગિતાવચ્છેદકતાદાત્મ્યથી વિદ્રવ્યત્વનું અધિકરણ વિ.દ્રવ્યત્વ મળે, અને તેથી તેનું અનધિકરણ તરીકે ઘટ લઈ શકાય. અને તે ઘટમાં તાદાત્મ્યથી વિદ્રવ્યત્વાભાવ છે. તેની પ્રતિયોગિતામાં ઘટાનુયોગિકસમવાયાવચ્છિન્નત્વનો અભાવ છે જ આમ લક્ષણ ઘટી જાય છે.
ઉત્તર ઃ દધિત્વવિશિષ્ટપ્રમેયવાન સ્થૂલદધિત્વાત્માં વાંધો આવશે. અહીં તાદાત્મ્યસંબંધ સાધ્યતાવચ્છેદક છે. આગળ જોઈ ગયા તેમ સમવાયઘટિતસામાનાધિકરણ્યથી જે દધિત્વવિશિષ્ટ હોય તેવો જ પ્રમેય અહીં તાદાત્મ્યથી સાધ્ય છે. સ્થૂલદધિત્વ ઋણુકમાં છે તો એ ઋણુક સમવાયથી હ્રયણુકમાં છે, ત્યાં સમવાયથી દધિત્વ છે. એટલે ઋણુક એ સમવાયઘટિતસામાન્યથી દધિત્વવિશિષ્ટપ્રમેય કહેવાય અને તે પોતે ઋણુકમાં તાદાત્મ્યથી છે. એ રીતે ચતુરણુક એ ઋણુકદધિમાં, દધિત્વવિશિષ્ટ પ્રમેય બને અને તે તાદાત્મ્યથી ચતુરણકદધિમાં રહે. આમ સર્વત્ર જાણવું. પણ તમારી વ્યાખ્યા પ્રમાણે તો અહીં વાંધો આવશે, કેમકે જો તાદાત્મ્યથી આનો અભાવ લો તો પ્રતિ. અવ. તાદાત્મ્ય સં. બને. અને તે સંબંધથી દધિત્વવિશિષ્ટપ્રમેયનું અધિકરણ જ સ્થૂલદધિ બને છે. એટલે આ અભાવ ન લેવાય. જો સમવાયથી અભાવ લો તો ય ન ઘટે કેમકે પ્રતિ. અવ.સમવાયથી દધિત્વવિશિષ્ટપ્રમેયનું= ચતુરણુકનું અધિકરણ ઋણુક બને. દધિત્વવિશિષ્ટપ્રમેયનું=પંચાણુકનું અધિકરણ ચતુરણુક બને. ચરમાવયવી રૂપ દધિમાં દધિત્વવિશિષ્ટપૃથ્વીત્વાદિજાતિરૂપ પ્રમેય એ સમવાયથી છે જ. એટલે અહીં સમવાયથી સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્ન એવા દધિત્વવિશિષ્ટપ્રમેયનું અનધિકરણ એવું કોઈપણ હેત્વધિકરણ મળતું જ નથી. માટે લક્ષણ ન ઘટતા અવ્યાપ્તિ આવે.
जगदीशी तत्रापि दध्यन्तरानुयोगिक समवायादिसम्बन्धेन हेतुमतः प्रकृतसाध्यानधिकरणत्वे तूक्तक्रमेणापि व्यापकत्वं सुवचमिति तु - विभावनीयमिति ।
-
चन्द्रशेखरीया : ननु यदि हेत्वधिकरणं पञ्चाणुकदधि गृह्यते, तदा त्र्यणुकदध्यनुयोगिकसमवायेन दधित्वविशिष्टप्रमेयाभावो लक्षणघटकत्वेन ग्रहीतुं शक्यते । तथा हि अत्र प्रतियोगिता - अवच्छेदकः त्र्यणुकदध्यनुयोगिकसमवाय:, तेन सम्बन्धेन दधित्वविशिष्टप्रमेयं त्र्यणुकदध्नि एव वर्तते । न त्वन्यत्र । तथा च तेन सम्बन्धेन दधित्वविशिष्टप्रमेयस्याधिकरणं त्र्यणुकदधि, अनधिकरणं तु स्थूलदधित्ववत्पञ्चाणुकदधि भवति । तथा च तद्वृत्तिनः त्र्यणुकदध्यनुयोगिकसमवायेन दधित्वविशिष्टप्रमेयाभावस्य प्रतियोगितायां तादात्म्यावच्छिन्नत्वाभावसत्वात् भवत्येव लक्षणसमन्वयः । एवं संयोगसम्बन्धेनापि दधित्वविशिष्टप्रमेयाभावमादाय लक्षणसमन्वयो भवति । तत्तु प्रागेव विस्तरतः प्रतिपादितं न पुनः प्रतन्यते इति चेत् अत्रोच्यते । तत्त्र्यणुकदधिवृत्तित्वविशिष्टदधिमान् तत्त्र्यणुकदधित्वादित्यत्राव्याप्ते विवक्षितत्वात् ।
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૧૭૮