________________
दीधितिः२१ 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000ffffdff000000000000000000000000007/softInitiatri Ed000form
કેમકે સંયોગથી રૂ૫ રહેતું જ નથી.
ઉત્તર : તો પછી, અહીં યદુધર્માવચ્છિન્નત્વ=સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન-અધિકરણતાનિરુપકતાવચ્છેદકત્વવિશિષ્ટ એવો જે સાધ્યતાવચ્છેદક ધર્મ, તદવચ્છિન્નત્વ એવો અર્થ કરવો. અહીં સાધ્યતાવચ્છેદક સંયોગ છે. એ સંયોગથી જો રૂપ રહેતું હોત તો સંયોગાવચ્છિન્નરૂપની અધિકરણતા ઘટાદિમાં આવતા અને તે અધિકરણતાનો નિરુપક રૂપ બનત અને તે નિરૂપકતાનો અવચ્છેદક રૂપ– બનત. અને તેથી તાદેશાવચ્છેદકતાવિશિષ્ટ એવો રૂપત્ર ધર્મ બનત. પણ સંયોગથી રૂપ રહેતો જ નથી એટલે અહીં રૂપ– એ તાદેશવિશિષ્ટધર્મ તરીકે લઈ શકાતો નથી અને તેથી તે ધર્મ જ પ્રસિદ્ધ ન હોવાથી તાદેશધર્મઘટિત લક્ષણ જ અહીં ન ઘટે. આમ વ્યાપકતાનું લક્ષણ પણ અતિવ્યાપ્ત ન બને. - આમ કરવાથી, વન્નિધૂમોભયવાનું વઃ એમાં પણ અતિવ્યાપ્તિ ન આવે. જો આ વિવક્ષા ન કરીએ તો અતિવ્યાપ્તિ આવે, કેમકે સંયોગ સંબંધથી વનિધૂમોભયાભાવ લક્ષણઘટક બને તો જ અતિવ્યાપ્તિ ન આવે. પણ પ્રતિયોગિતાવચ્છેદકસંયોગથી વનિધૂમોભયનું અધિકરણ જ પ્રસિદ્ધ નથી. એક જ સંયોગથી વહૂિનધૂમોભયો કશે રહેતા જ નથી, માટે અને તેથી તેનું અનધિકરણ પણ હત્યધિકરણ ન લેવાય એટલે ઘટાભાવાદિ જ લક્ષણઘટક બને અને તેમાં તો તાદશોભાયાભાવ મળી જતા અતિવ્યાપ્તિ આવે જ. પણ આ વિવક્ષા કરવાથી વાંધો ન આવે. કેમકે સાધ્યતાવચ્છેદકસંયોગસંબંધાવચ્છિન્ન-અધિકરણતાની નિરૂપકતા આ વનિધૂમોભયમાં આવવાની જ નથી. કેમકે તે બે ય સંયોગથી કશે રહેતા જ નથી. એટલે આવી નિરૂપતાનો અવચ્છેદક એવો વહિનધૂમોભયત્વધર્મ જ પ્રસિદ્ધ ન બનવાથી તદ્ઘટિત આ લક્ષણ પણ ન ઘટે. માટે અતિવ્યાપ્તિ ન આવે. જો કે આમ કરીએ તો પછી “વનિધૂમોભયવાન્ ધૂમાત્’ ત્યાં પણ આવો ધર્મ પ્રસિદ્ધ ન બનવાથી અવ્યાપ્તિ આવીને ઉભી જ રહે છે એટલે આ વાત વિચારણીય બની જાય છે.
जागदीशी - न च वृत्त्यनियामकसम्बन्धेन साध्यतायामव्याप्तिः, तादृशसम्बन्धस्य । प्रतियोगितानवच्छेदकतया तत्सम्बन्धावच्छिन्नत्वस्याप्रसिद्धेः,
चन्द्रशेखरीया : ननु स्वामित्वेन धनवान् चैत्रत्वादित्यत्र सधेतौ अव्याप्तिः ? अत्र साध्यतावच्छेदकसम्बन्धः स्वामित्वं वृत्यनियामकोऽस्ति । वृत्यनियामकसम्बन्धश्च प्रतियोगितावच्छेदको न भवति इति नियमः । एवञ्च कस्यामपि प्रतियोगितायां साध्यतावच्छेदक स्वामित्वसम्बन्धावच्छिन्नत्वस्याप्रसिद्धत्वात् लक्षणघटकप्रतियोगिता-सामान्ये स्वामित्वावच्छिन्नत्वाभावोऽपि ग्रहीतुं न शक्यते । अतो लक्षणसमन्वयाभावादव्याप्तिर्भवेत् इति चेत्
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન : ધની ચૈત્રતાત્ અહીં સ્વામિત્વસંબંધથી ધન એ સાધ્ય છે. આ સ્વામિત્વ સંબંધ એ વૃત્તિ-અનિયામક સંબંધ છે. અને વૃત્તિ-અનિયામકસંબંધ એ પ્રતિયોગિતાવરચ્છેદક બનતો નથી. અને તેથી હું સ્વામિત્વાવચ્છિન્નપ્રતિયોગિતા પ્રસિદ્ધ જ નથી. અર્થાત્ કોઈપણ પ્રતિયોગિતામાં સ્વામિત્વાવચ્છિન્નત્વ પ્રસિદ્ધ જ ન હોવાથી તેનો અભાવ પણ ન લઈ શકાય. અને તો પછી ઉભયાભાવઘટિત આ લક્ષણ અહીં ન ઘટતા અવ્યાપ્તિ આવે.
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૮૨