________________
दीधिति:२०
છે. એટલે સમવાયસામાન્યમાં ઉભયાભાવ ન મળતા અતિવ્યાપ્તિ આવે જ છે. નિરુક્તપદ મુકવાથી વાંધો ન આવે કેમકે વિશિષ્ટસત્તા-અભાવપ્રતિયોગિતાવચ્છેદક વિશિષ્ટસત્તાત્વ છે અને તદવચ્છિન્ન સમવાય તો દ્રવ્યમાં જ છે. અને એથી એ સમવાયમાં દ્રવ્યાનુયોગિકત્વ છે. પરંતુ ગુણાનુયોગિકત્વનો અભાવ જ છે અને ગુણમાં રહેલા સમવાયમાં ગુણાનુયોગિકત્વ છે પણ ગુણમાં એ સમવાયથી વિ.સત્તા ન રહેતી હોવાથી એ સમવાયમાં વિ.સત્તા-પ્રતિયોગીકત્વાભાવ મળી જાય. આમ દ્રવ્યવૃત્તિસમવાયમાં વિ.સત્તા-પ્રતિયોગીકત્વ હોવા છતાં ગુણાનુયોગિકત્વાભાવથી ઉભયાભાવ મળે અને ગુણવૃત્તિસમવાયમાં ગુણાનુયોગિકત્વ હોવા છતાં વિશિ. સત્તાપ્રતિયોગીકતાભાવથી ઉભયાભાવ મળી જાય. આમ સમવાય-સામાન્યમાં ઉભયાભાવ મળે. અર્થાત્ સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા અતિવ્યાપ્તિ ન આવે.
પ્રશ્ન : સમવાય તો એક જ છે. એટલે દ્રવ્યમાં કે ગુણમાં રહેલ સમવાય એક જ છે. એટલે જે દ્રવ્યવૃત્તિસમવાયમાં વિ.સત્તાપ્રતિયોગીકત્વ છે. એ જ સમવાય ગુણમાં હોવાથી તેમાં ગુણ-અનુયોગિકત્વ પણ છે. એટલે ઉભયાભાવ નથી મળતો. પરિણામે સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા અતિવ્યાપ્તિ આવે જ છે.
ઉત્તર: અધિકરણભેદથી સમવાય જુદા જુદા માનનારાના મતે જ આ અતિવ્યાપ્તિનિવારણ કરેલ છે. બાકી જો અધિકરણભેદ હોવા છતાં પણ સમવાય એક જ માનીએ તો તો “નિરુક્ત પદ મુક્યા પછી પણ તમારા કહેવા પ્રમાણે અતિવ્યાપ્તિ આવવાની જ છે. અને આ જ વાત દીધિતિકાર પોતે જ આગળ કરવાના છે. અને એટલે જ તેઓ આ લક્ષણ છોડી દેશે. એટલે અત્યારે તો “અધિકરણભેદથી સમવાય પણ ભિન્ન છે' એ મત પ્રમાણે જ આ અતિવ્યાપ્તિનિવારણ જાણવું.
CITTTTTTTTTTTTTTTTTTTTTTTTT IIIIIIITTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTS
जागदीशी - यद्यपि यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्ने 'त्याद्युक्तौ,-'वह्नि-धूमोभयवान् धूमा'दित्यत्राव्याप्तिः, संयोगसामान्य एव वह्नि-धूमोभयत्वावच्छिन्नप्रतियोगिकत्वधूमाधिकरणपर्वतानुयोगिकत्वोभयाभावसत्त्वात्,
चन्द्रशेखरीया : अत्रान्तरे जगदीशः स्वोत्प्रेक्षां निरूपयति ( यद्यपि) इत्यादिना । अयमाशयः । यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिकत्वघटितलक्षणं वह्निधूमोभयवान् धूमादित्यत्र' अव्याप्तं भवति । यतः कुत्रापि एकेनैव संयोगेन वह्निधूमोभयं न वर्तते । किन्तु वहनेस्संयोगो भिन्न एव, धूमस्य संयोगो भिन्न एव । तथा च कस्मिन्नपि संयोगे वह्निधूमोभयप्रतियोगिकत्वं नास्ति । अतः संयोगसामान्ये एव वह्निधूमोभयाभावप्रतियोगितावच्छेदकवह्निधूमोभयत्वावच्छिन्नवह्निधूमोभय-प्रतियोगिकत्वाभावमादाय उभयाभावो वर्तते । तथा च साध्याभावस्यैव लक्षणघटकत्वेनाव्याप्तिः भवति ।
ચન્દ્રશેખરીયાઃ જગદીશજી કહે છે કે, આ લક્ષણ ‘વન્નિધૂમોભયવાનું ધૂમાતું અહીં અવ્યાપ્ત બને છે. અહીં સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધ છે. હવે તમે તો યાદશપ્રતિયોગિતા-વિચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગીકત્વાદિ...ની વિવક્ષા કરી છે. તો વહિનધૂમોભયાભાવપ્રતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્ન તો વહિનધૂમોભય જ બને. હવે વનિને રહેવાનો સંયોગ જુદો છે, ધૂમને રહેવાનો સંયોગ જુદો છે. બે ય એક સંબંધથી તો રહેવાના જ નથી. એટલે કોઈપણ સંયોગમાં ધૂમપ્રતિયોગીકત્વ કે વહિનપ્રતિયોગીકત્વ હજી મળે. પણ કોઈપણ સંયોગમાં વહિન
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૫૫