________________
दीधिति: १९
भवति । प्रमेयत्वस्य सर्वत्र वर्तमानत्वात् तदनधिकरणदेशस्यैवाप्रसिद्धत्वात् । अतः प्रमेयत्वादिकं तु व्याप्यवृत्येव भवति । इत्थं च कालः कालिकेन घटवान् स्वरूपेण महाकालत्वात् इत्यत्र लक्षणस्याव्याप्तिर्भवति इति आशयः ।
ચન્દ્રશેખરીયા કાલિકથી ‘અવ્યાપ્યવૃત્તિ’ સાધ્યકસ્થલે જ અવ્યાપ્તિ બતાવી છે. અહીં, જો ‘અવ્યાપ્યવૃત્તિ’ પદ ન લે તો ‘કાલિકથી કોઈપણ સાધ્ય હોય, ત્યાં મહાકાલત્વ હેતુમાં અવ્યાપ્તિ આવે છે.’ એવો અર્થ થાય. પણ એ તો ઘટતું નથી. કેમકે ‘પ્રમેયત્વવાન્ મહાકાલત્વાત્' આ સ્થાન પણ હવે લઈ શકાય. અહીં વ્યાપ્યવૃત્તિની બીજી વ્યાખ્યા પ્રમાણે તો પ્રમેયત્વ એ વ્યાપ્યવૃત્તિ જ બને છે, કેમકે સાધ્યતાવચ્છેદક કાલિકથી પ્રમેયત્વનું અધિકરણ ઘટાદિ બને. તેમાં કાલિકથી પ્રમેયત્વનો અભાવ મળવાનો જ નથી. પરંતુ ભૂતકાલીન જલાદિનો કાલિકથી અભાવ મળે. અને તેની કાલિકાવચ્છિન્નપ્રતિયોગિતાનો અભાવ પ્રમેયત્વમાં છે. આમ પ્રમેયત્વ એ વ્યાપ્યવૃત્તિ સાધ્ય હોવાથી અહીં તો પ્રતિયોગિવ્યધિકરણપદ વિનાનું જ લક્ષણ લેવાનું રહે છે. અર્થાત્ હેત્વધિકરણવૃત્તિ-અભાવની સાધ્યતાવચ્છેદકસંબંધથી અવચ્છિન્ન પ્રતિયોગિતાનું અનવચ્છેદક એવું સાધ્યતાવચ્છેદક એ લક્ષણ જ લેવાનું રહે અને તો પછી મહાકાલત્વાધિકરણમાં કાલિકથી ગગન ન રહેતું હોવાથી ગગનાભાવ મળે. તેની કાલિકાવચ્છિન્નપ્રતિયોગિતાનો અનવચ્છેદક પ્રમેયત્વત્વ બની જાય. માટે અવ્યાપ્તિ ન આવે. ગગન એ કાલિકથી ક્યાંય રહેતું જ નથી એ મત પ્રમાણે આ વાત કરી. આમ અહીં વ્યાપ્યવૃત્તિસાધ્યકસ્થળે અવ્યાપ્તિ ઘટતી જ નથી. માટે, અવ્યાપ્તિ ઘટાવવા માટે જ ‘અવ્યાપ્યવૃત્તિ’ પદ દર્શાવેલ છે. એટલે હવે પ્રમેયત્વસાધ્યકસ્થાન લેવાશે જ નહિ. પરંતુ ઘટ-દ્રવ્યત્વ વગેરે જ લેવાશે, કેમકે કાલિકથી ઘટવાળો, કાલિકથી દ્રવ્યત્વવાળો એવો પણ કાળ એ ઘટાનધિકરણદેશાવચ્છેદેન ઘટાભાવવાળો છે. અને તેની પ્રતિયોગિતા ઘટાદિમાં છે. એટલે તેઓ અવ્યાપ્યવૃત્તિ જ બને છે. પ્રમેયત્વાધિકરણ કાલમાં તો પ્રમેયત્વઅધિકરણ દેશ જ ન હોવાથી, તદ્દેશાવચ્છેદેન પ્રમેયત્વાભાવ મળવાની શક્યતા જ ન હતી. માટે જ તો પ્રમેયત્વ એ વ્યાપ્યવૃત્તિ બનતું હતું. આમ ઘટ, દ્રવ્યત્વાદિ જ સાધ્ય તરીકે લેવાય અને તે અવ્યાપ્યવૃત્તિ હોવાથી પ્રતિયોગીવ્યધિકરણ ઘટિત લક્ષણ જ કહેવું પડે અને મહાકાલમાં તો કાલિકથી કોઈનો પણ અભાવ ન મળવાથી લક્ષણસમન્વય ન જ થાય. યદ્યપિ મહાકાલમાં ઘટાનધિકરણ દેશાવચ્છેદેન ઘટાભાવ મળે ખરો. પણ એનો પ્રતિયોગી ઘટ તો પ્રતિયોગિતા-અવચ્છેદક સંબંધથી મહાકાલમાં રહે જ છે. એટલે મહાકાલ એ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધથી ઘટાનધિકરણ ન બને. અને જો સમવાયથી ઘટાભાવ લો તો પછી તે લક્ષણઘટક બની જાય. પણ તેની પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદકકાલિકાવચ્છિન્ન નથી. એટલે તે ન લેવાય. એમ મહાકાલમાં કાલિકથી ગગનનો અભાવ મળે ખરો. પણ એ પ્રતિયોગિતાવચ્છેદકકાલિકથી ગગનનું અધિકરણ=સંબંધિ જ અપ્રસિદ્ધ હોવાથી ત્યાં પ્રતિયોગી-અધિકરણભિન્ન=પ્રતિયોગી-અનધિક૨ણ એવો મહાકાલ ન મળે. આમ તે ગગનાભાવ પણ લક્ષણઘટક ન બને.આમ જ્યાં મહાકાલત્વ સ્વરૂપથી હેતુ હોય, અને ઘટ, દ્રવ્યત્યાદિ એ કાલિકથી સાધ્ય હોય, ત્યાં સાચા સ્થાનમાં અવ્યાપ્તિ આવે છે. એવો પૂર્વપક્ષનો ભાવ છે.
जगदीशी
प्रथमविवक्षानुसारेण सङ्गमयति,
स्वावच्छेदकेति ।
प्रतियोगितावच्छेदकसम्बन्धेनेत्यर्थः । काले = महाकाले, तत्सम्बन्धावच्छिन्नत्वस्य= साध्यतावच्छेदकीभूतकालिकसम्बन्धावच्छिन्नत्वस्य, 'असम्भवादिति परेणान्वयः
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૮૫
-