________________
दीधिति: १९
સમવાયથી જ ધૂમમાં રહીને સાધ્યતાવચ્છેદક બનેલ છે. હવે ધૂમાભાવપ્રતિયોગિતા-અવચ્છેદક ધૂમત્વ એ સમવાયથી તો ધૂમમાં જ રહે છે. માટે ધૂમાભાવપ્રતિયોગિતા-અવચ્છેદક ધૂમત્વથી અવચ્છિન્ન તરીકે ધૂમ જ લેવાશે. વિના નિહ લેવાય, અને તે ધૂમોનું (પ્રતિયોગિતાવચ્છેદક) સંયોગથી અનધિકરણ અયોગોલક બને. તેમાં ધૂમાભાવ છે. તેની સાધ્યતાવચ્છેદકસંયોગાવચ્છિન્નપ્રતિયોગિતાનો અવચ્છેદક ધૂમત્વ બનતા અતિવ્યાપ્તિ ન આવે. આમ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી પ્રતિયોગિતાવચ્છેદક જ્યાં રહે એ જ પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન તરીકે લઈ શકાય. એ વાત સાબિત થઈ.
અહીં, તમે મહાકાલભેદવિશિષ્ટઘટાભાવ લો છો. પણ આ સ્થાને ઘટ એ કાલિકથી સાધ્ય છે. તેમાં સમવાયથી રહેલું ઘટત્વ એ સાધ્યતાવચ્છેદક છે એટલે સાધ્યતાવચ્છેદક સમવાય જ બને, અને પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ તો મહાકાલભેદવિશિષ્ટઘટત્વ=મહાકાલભેદવૈશિષ્ટ્ય+ઘટત્વ એમ બે બને. હવે સમવાયસંબંધથી તો આ પ્રતિ. અવચ્છેદકધર્મ એ ક્યાંય રહેતો જ નથી. કેમકે વૈશિષ્ટ્ય એ તો સ્વરૂપસંબંધથી રહેનારું છે. એટલે સ્વરૂપ + સમવાય એમ બે સંબંધથી જ મહાકાલભેદવૈશિષ્ટ્ય+ઘટત્વ એ બે જણ ઘટમાં રહી શકે. એકલા સમવાયથી ન રહે. એટલે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસમવાય સંબંધથી તો પ્રતિયોગિતાવચ્છેદક તાર્દશવૈશિષ્ટ્યઘટત્વ ક્યાંય રહેતા જ ન હોવાથી અહીં સમવાયસબંધથી પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન કોઈ જ ન બને. અને તો પછી તેનું અધિકરણ પણ ક્યાંથી મળે ? અને તો પછી તાદશાધિકરણભિન્ન એવું હેત્વધિકરણ... ઈત્યાદિ પણ ન જ મળે. આમ લક્ષણસમન્વય ન થઈ શકે. એટલે આ અભાવ લો તો પણ અવ્યાપ્તિ તો ઉભી જ રહે છે.
પ્રશ્ન ઃ મહાકાલભેદ એ ઘટનું વિશેષણ ન બનાવતા ઘટત્વનું વિશેષણ બનાવવું. એટલે મહાકાલભેદ-વિશિષ્ટ ઘટત્વ એ જ સમવાયથી ઘટમાં રહીને ઘટીયપ્રતિયોગિતાનો અવચ્છેદક બને છે, એમ માનવું. અહીં, મહાકાલભેદવિશિષ્ટઘટત્વ એ તાદેશવિશિષ્ટઘટત્વનિરૂપિતસમવાયથી ઘટમાં રહે છે. હવે વિશિષ્ટનિરૂપિત સમવાય અને શુદ્ધનિરુપિતસમવાય એક જ હોવાથી સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક એવા શુદ્ધધટત્વથી નિરૂપિત સમવાયથી તો પ્રતિયોગિતાવચ્છેદક એવું મહાકાલભેદવિશિષ્ટઘટત્વ ઘટમાં રહેવાનું જ છે. એટલે વિશિષ્ટઘટ જ તાદેશસંબંધથી તાદેશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન બની જાય છે. અને તેનું અનધિકરણ મહાકાલ બને. આમ લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે.
પૂર્વપક્ષ : આવો વિશિષ્ટનિરૂપિતસમવાય માન્યો જ નથી. એટલે આવી કોઈ વિવક્ષા કરી શકાતી નથી. અને તેથી પૂર્વવત્ અવ્યાપ્તિ આવે જ છે. આશય એ કે – પ્રતિયોગિતાવચ્છેદક જે ઘટભેદવૈશિષ્ટ્ય+ઘટત્વ છે. એમાં ઘટત્વમાં એ વૈશિષ્ટ્ય રહી જાય અને પછી એવું વિશિષ્ટઘટત્વ એ સમવાયથી ઘટમાં રહે – ઈત્યાદિ માનેલ જ નથી. પણ એ બેમાં ઘટભેદવૈશિષ્ટ્ય સ્વરૂપથી અને ઘટત્વ સમવાયથી રહે એમ જ માનેલ છે. એટલે સમવાયમાત્રથી તો આ બે ક્યાંય ન રહી શકવાથી પૂર્વવત્ અવ્યાપ્તિ આવે જ છે.
जगदीशी
केचित्तु - "साध्य-साधनभेदेन व्याप्तेर्भेदाद्विशिष्टसाध्यकस्थल एव 'यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नानधिकरणत्वं हेतुमत' इत्यादि वक्तव्यम्, अविशिष्टसाध्यकस्थले तु – 'यादृशप्रतियोगिताश्रयानधिकरणत्वं हेतुमत' इत्येव
-
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૯૮