________________
दीधिति:१९
સમન્વય થાત. આમ દીધિતિકાર એ “કાલિકથી જ ઘટાદિ સાધ્ય છે.” એમ સમજીને જ એ અવ્યાપ્તિ દૂર કરે છે. અને ત્યારબાદ આગળ એમ કહે છે કે, જો ગગન પણ કાલિકસંબંધથી રહેનાર છે. એ મત માનીએ તો તો સાધ્યતા વચ્છેદકકાલિકમાં ગગનપ્રતિયોગીકત્વ અને મહાકાલાનુયોગિકત્વ બંને હોવાથી હવે તો ગગનીયપ્રતિયોગિતા પણ ન લઈ શકાય. અને તો પછી પાછી આવ્યાપ્તિ આવે. માટે જો આ મત હોય તો પછી નવી વિવક્ષા કરીએ છીએ કે..” એમ કહીને એમણે નવી વિરક્ષા કરી છે. આનો અર્થ એ કે કાલિકથી જો ગગન રહેતો હોય, તો તો ઘટવાનું મહાકાલવામાં આવ્યાપ્તિ ઉભી જ રહે છે અને તેમાં એ ઉત્તર પણ નકામો નીવડે છે. પણ હવે જો તમારા કહેવા પ્રમાણે મહાકાલાનુયોગિકકાલિક સાધ્યતાવચ્છેદકસંબંધ તરીકે માનીએ તો તો પછી ગગન કાલિકથી રહેતો હોય, તો ય પહેલો ઉત્તર જ ત્યાં લક્ષણસમન્વય કરાવી આપે છે અને તો પછી બીજો ઉત્તર તો નકામો જ થઈ પડે. તે આ પ્રમાણે –સાધ્યતાવચ્છેદકસંબંધ મહાકાલાનુયોગિકકાલિક છે. હવે મહાકાલભેદવિશિષ્ટ-ઘટાભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક તાદશઘટત બને છે અને તાદશઘટવાવચ્છિન્ન એવો મહાકાલભેદવિશિષ્ટઘટ એ મહાકાલાનુયોગિકકાલિકથી તો ક્યાંય રહેતો જ નથી. એટલે આ સંબંધમાં તાદેશઘટપ્રતિયોગીકત્વનો અભાવ છે. અર્થાતુ ઉભયાભાવ છે અને તેથી તાદેશઘટીયપ્રતિયોગિતા લઈ શકાય હું અને તેનો અનવચ્છેદક શુદ્ધદ્રવ્યત્વવાદિ=સાધ્યતાવચ્છેદક બની જાય. માટે આવ્યાપ્તિ આવે જ નહિ. આમ B પહેલા ઉત્તરમાં જ ઘટી જતાં બીજા ઉત્તરની તો જરૂર જ ન રહે. અર્થાત્ તે વ્યર્થ બની જાય. પણ એ ઉત્તર આપ્યો છે, એ જ સુચવે છે કે, પૂર્વપક્ષ કાલિક સં. ને જ સાધ્યતા-અવચ્છેદક લઈને અહીં આવ્યાપ્તિ આપે છે અને એમ માનીએ તો આગળનો બીજો ઉત્તર પણ ઘટી જાય, કેમકે સાધ્યતાવચ્છેદક કાલિક છે. અને મહાકાલ ભેદવિશિષ્ટઘટ એ કાલિકથી મહાકાલમાં ભલે ન રહે. પણ ભૂલાદિમાં તો રહે જ છે. એટલે કાલિકમાં તાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નવિશિષ્ટઘટપ્રતિયોગિકત્વ + મહાકાલાનુયોગિકત્વ બે ય છે. એટલે ઉભય મળી જતા ઉભયાભાવ ન મળે. અને તેથી આ વિશિષ્ટઘટની પ્રતિયોગિતા પણ લઈ ન શકાય. અને ગગન પણ કાલિકથી રહેતો હોવાથી ત્યાં પણ ગગનપ્રતિયોગીકત્વ +મહાકાલાનુયોગિકત્વોભય જ કાલિકમાં મળી જતા, ગગનની પ્રતિયોગિતા પણ ન મળે. આમ પ્રથમ ઉત્તર પ્રમાણે પણ લક્ષણ સમન્વય ન થાય. અને તેથી જ પછી “જે નવો ઉત્તર આપ્યો છે.” તે ઘટે. આમ જો મહાકાલાનુયોગિકકાલિકને સાધ્યતાવચ્છેદક સંબંધ માનો, તો પછી “સ્વરૂપસંબંધેન ગગનાદે: વૃત્તિત્વે તુ” એ પંક્તિ સાથે જ વિરોધ આવે. માટે માત્ર કાલિકસંબંધ જ સાધ્યતાવચ્છેદક તરીકે વિવક્ષિત છે એ નક્કી થાય છે. અને તે અનુસાર તો મહાકાલભેદવિશિષ્ટઘટાભાવ મહાકાલમાં મળી જતાં અવ્યાપ્તિ આવવાની જ નથી. તો પછી શી રીતે પૂર્વપક્ષ અવ્યાપ્તિ બતાવે છે ? એ સમજાતું નથી.
TITUTIONS
जागदीशी- 'इदानीं महाकालान्यत्वविशिष्टो घटः' कालोऽयं महाकालान्यत्वविशिष्टघटवानित्यादिप्रतीत्या महाकालस्यापि तत्तत्कालोपाध्यवच्छेदेन महाकालान्यत्वविशिष्टघटवत्वात्-अन्यथोक्तप्रतीत्या खण्डकाले एव विशिष्टघटावगाहने वस्तुमात्रस्यैव महाकालेऽसत्वप्रसङ्गात्,'इदानीं' 'तदानी' मित्यादिप्रतीतिव्यतिरेकेण महाकालविषयिण्याः प्रतीतेः स्वरसतः कुत्राप्यसत्वात् ।
- સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૯૦.