________________
दीधिति:१८ SSCKKAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000066666666
અહીં ખરેખર તો દીધિતિમાં વૃત્તિનિયામક સંયોગમાત્રસ્ય.... એમ પાઠ લખેલો દેખાય છે. પણ એમાં વૃત્તિનિયામક પદ એ ખોટું લખાયેલું છે એમ લાગે છે. એમ માનવાના ઘણા કારણો છે : (૧) જાગદીશીમાં માત્ર પદનું પ્રયોજન જણાવતી વખતે એમ લખે છે કે, “સંયોગત્વધર્મ દ્વારા તો તમામ સંયોગો પ્રતિયોગિતાવરચ્છેદક બને છે.” અહીં ક્યાંય વૃત્તિનિયામક પદનો ઉલ્લેખ કર્યો જ નથી. (૨) વિવૃત્તિટીકામાં પણ વૃત્તિ અનિયામક પદનો કોઈ ઉલ્લેખ નથી. (૩) મહત્વની વાત એ કે, જેમ “માણસમાત્ર ભૂલને પાત્ર” એ વાક્યમાં માત્ર શબ્દ એ માણસના તમામે તમામ ભેદો લેવા માટે વપરાય છે. અર્થાત્ “ક્ષત્રિય + બ્રાહ્મણ+ વૈશ્યાદિ કોઈપણ માણસ એ ભુલને પાત્ર છે.” એમ અર્થ સુચવે છે. એટલે આ રીતે માત્ર પદ જેની સાથે જોડાય, એના જ તમામ પેટાવિભાગોને સુચવે. પણ એ માત્ર પદથી માણસ ભિન્ન એવા તિર્યંચાદિ લઈ શકાતા નથી. એટલે કે માણસ અને તિર્યંચ એ ભુલને પાત્ર છે એમ અર્થ કરી શકાતો નથી જ. એમ અહીં પણ જો વૃત્તિનિયામક સંયોગના જ તમામ પેટાભેદો “માત્ર” પદ સુચવે છે. પણ એ “માત્ર” પદથી વૃત્તિનિયામક સંયોગથી જુદો એવો વૃત્તિ-અનિયામક સંયોગ લઈ શકાતો જ નથી, જ્યારે અહીં તો “માત્ર” પદથી વૃત્તિ-અનિયામક સંયોગ લેવાની વાત વિવૃત્તિકાર કરે છે. હવે એ તો ત્યારે જ સંભવે કે, વૃત્તિનિયામક પદ ન હોય. અને સંયોગમાત્રસ્ય એ પદહોય, કેમકે હવે માત્ર પદ એ સંયોગ સાથે જ જોડાયેલું છે. એટલે સંયોગના તમામે તમામ પેટાવિભાગો= વૃત્તિનિયામક + વૃત્તિ અનિયામક સંયોગો એ માત્રપદથી સુચવાય છે. અને તેથી માત્રપદથી વૃત્તિ-અનિયામક સંયોગ પણ ગ્રહણ કરાય. અને એટલે વૃત્તિ નિયામક + વૃત્તિ અનિયામક બેય સંયોગો પ્રતિયોગિતા અવચ્છેદક સ્વતંત્ર રીતે બની શકે છે. એ મતે ગગન દ્રવ્યત્વાભાવ વ્યાપક છે. એવો અર્થ એ પંક્તિનો નીકળે, જે યોગ્ય ઘટે. આમ “વૃત્તિનિયામક” પદ દીધિતિમાં વધારાનું છે, એમ સમજવું યોગ્ય લાગે છે. આ ચર્ચા પુરી થઈ. વૃત્તિ અનિયામક સંયોગને પ્રતિયોગિતાવચ્છેદક ન માનો, તો પણ આપણી જે બીજી વિવેક્ષા છે કે “સાધ્યતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગી અસંબંધી....” તેમાં તો પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન લેવાની જ નથી. એટલે સંયોગથી ઘટાભાવ જ લઈ શકાય. સાધ્યતા-અવચ્છેદક એવા વૃતિ-અનિયામક સંયોગથી ઘટાનધિકરણ એવું દ્રવ્યત્વાધિકરણ પર્વતાદિ બને. તેમાં રહેલ તે ઘટાભાવની પ્રતિયોગિતા સંયોગાવચ્છિન્ન છે, પણ વૃતિ-અનિયામક સંયોગત્વવિશિષ્ટસંયોગ-અવચ્છિન્ન નથી. છતાં ય વાંધો નથી, કેમકે આપણે કોઈપણ સંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા લેવાની છે એટલે આ લેવાય. અને તેનો અનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક ગગનત્વ બની જતા લક્ષણ ઘટી જાય છે.
પ્રશ્નઃ ખરેખર તો, આ સ્થાન જ વ્યભિચારી છે, કેમકે વિભુદ્રવ્યોનો સંયોગ માનેલો ન હોવાથી આકાશનો કાલ-દિગુ -આત્માદિ સાથે વૃત્તિ-અનિયામક સંયોગ પણ નથી અને તેમાં દ્રવ્યત્વ રહેલ છે. એટલે દ્રવ્યત્વ એ વૃતિ અનિયામક સંયોગથી ગગનના અસંબંધી એવા પણ આત્માદિમાં રહેલ છે એટલે આ સ્થાન જ વ્યભિચારી છે. માટે ગગન એ દ્રવ્યત્વવ્યાપક બની શકતું નથી.
ઉત્તરઃ આથી જ દીધિતિમાં દ્રવ્યત્વ હેતુ છોડીને પૃથ્વીત્વ હેતુ આપેલો છે. દરેકે દરેક પૃથ્વીમાં ગગનનો વૃતિ અનિયામક સંયોગ તો છે જ. એટલે હવે આ હેતુ વ્યભિચારી નહિ બને. અને ત્યાં ગગન એ તેને વ્યાપક બનશે.
પ્રશ્નઃ દરેકે દરેક જ પૃથ્વીમાં ઉત્પત્તિકાલે તો સંયોગમાત્રનો અભાવ હોવાથી, ત્યાં ઉત્પત્તિકાલે પૃથ્વીત્વ હોવા છતાં વૃત્તિ અનિયામક સંયોગથી પણ ગગન છે જ નહીં. અને વળી નિત્ય એવી પરમાણુ પૃથ્વીમાં પણ પ્રલયકાળમાં તો સંયોગમાત્રનો અભાવ હોવાથી, વૃતિ અનિયામક સંયોગનો પણ અભાવ જ છે અને તેમ હોવાથી
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૦૫ std10000661600/0001STOC00000000/4ttitofoX00GMCHANGOLA ALAGASADAINIKI/C00:01 Asonedo100000000000000000000001011000000000000000000000000000000003