________________
दीधिति:१८
અભાવ લક્ષણઘટક તરીકે લો, તેની પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદક એવા વૃત્તિ-અનિયામક સંયોગથી અવચ્છિન્ન બનવાની જ નથી. કેમકે આ સંબંધને પ્રતિયોગિતાવચ્છેદક જ નથી માનેલો. આમ થવાથી અહીં લક્ષણ સમન્વય ન થાય. આ આપત્તિ ન આવે તે માટે જ વૃત્તિ-અનિયામકસંયોગને પ્રતિયોગિતાવચ્છેદક માનીને જ આ વાત કરી. આ માટે જ “માત્ર' પદ મુકેલ છે. એના દ્વારા વૃત્તિ-અનિયામકસંયોગને પણ ગ્રહણ કરવાનો
દીધિતિમાં “સંયોગમાત્રસ્યાભાવપ્રતિયોગિતાવચ્છેદકસંબંધરૂપવે..' લખેલ છે. એમાં જો માત્રપદ ન લખે. તો “સંયોગ એ અભાવ પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ હોતે છાઁ,ગગન એ પૃથ્વીત્યાદિને વ્યાપક બને છે.” એમ અર્થ થાય. પણ આ અર્થ યોગ્ય ન ગણાય. કેમકે સંયોગ તો પ્રતિયોગિતાવચ્છેદક તરીકે બધાને માન્ય છે. સંયોગત્વવાળા વૃત્તિનિયામક + વૃત્તિ-અનિયામક એ બે ય સંબંધો બને છે. અને એ બેય સંબંધો જ્યારે સંયોગત્વ ધર્મને લઈને વિચારીએ ત્યારે તો અવચ્છેદક બને જ છે. એટલે તો પછી આ પંક્તિનો અર્થ આ પ્રમાણે થાય કે, “સંયોગ એ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ બને છે. એ અભિપ્રાયથી ગંગન એ વ્યાપક બની શકે.” હવે વૃત્તિઅનિયામકસંયોગ એ વૃત્તિ-અનિયામક સંયોગત્વધર્માવચ્છિન્ન તરીકે લો, તો એ પ્રતિયોગિતાવચ્છેદક નથી બનતો, એમ માનીએ તો પણ “સંયોગ એ પ્રતિયોગિતાવાદક છે” એમ માનવામાં તો કોઈ બાધક છે જ નહી. એટલે હવે તો વૃત્તિ-અનિયામક સંયોગ એ પ્રતિયોગિતાવચ્છેદક નથી બનતો, એ અનુસારે પણ “સંયોગ એ પ્રતિયોગિતાવચ્છેદક બને છે, એ મતાનુસારે ગગન એ દ્રવ્યત્યાદિને વ્યાપક છે” એમ માનવું પડે. પણ એ તો ઘટતું નથી. કેમકે, દ્રવ્યત્વાધિકરણમાં સંયોગથી ઘટાભાવ લેવાય. અને તેની પ્રતિયોગિતા એ તો સંયોગાવચ્છિન્ન છે. પરંતુ વૃત્તિ-અનિયામકસંયોગત્વાવચ્છિન્નત્રવૃત્તિઅનિયામકસંયોગથી અવચ્છિન્ન નથી. એટલે આ અભાવ ન લેવાય. વૃતિ-અનિયામકસંયોગથી ઘટાભાવ લો, તો પણ આ સંબંધથી અવચ્છિન્ન પ્રતિયોગિતા માની જ ન હોવાથી સાધ્યતાવચ્છેદક સંબંધથી અવચ્છિન્ન પ્રતિયોગિતા મળવાની જ નથી. અને તેથી અવ્યાપ્તિ આવવાની જ. એટલે “સંયોગ એ પ્રતિયોગિતાવચ્છેદક માનીએ, તો ગગન એ દ્રવ્યત્યાદિને વ્યાપક બને છે.” એ દીધિતિપંક્તિ ખોટી પડે. ભલે, વૃત્તિનિયામક+વૃત્તિઅનિયામક બેય સંયોગો સંયોગત્વેન પ્રતિયોગિતા અવચ્છેદક બને. પરંતુ વૃતિ અનિયામક સંયોગ તો વૃતિ અનિયામક સંયોગત્વેન પ્રતિયોગિતા અવચ્છેદક માનતા જ નથી માટે આ વાંધો આવે. - આ આપત્તિ નિવારવા જે દીધિતિમાં માત્ર પદ છે. એટલે કે સંયોગમાત્રને પ્રતિયોગિતાનો અવચ્છેદક માનીએ, તે મતે..... આનો અર્થ એ કે, “દરેકે દરેક સંયોગો સ્વતંત્ર રૂપે પણ પ્રતિયોગિતા અવચ્છેદક બની શકે છે. એટલે વૃતિ-અનિયામક સંયોગ એ પણ વૃતિ-અનિયામકસંયોગત્વધર્મને લઈને પણ પ્રતિયોગિતા અવચ્છેદક બને જ છે. એવું માનનાર મતે “ગગન એ દ્રવ્યત્વવ્યાપક બને છે.” હવે આ અર્થ કરવાથી વાંધો ન આવે. કેમકે ઘટાભાવની પ્રતિયોગિતા એ હવે સાધ્યતાવચ્છેદકવૃતિ-અનિયામક સંયોગવવિશિષ્ટ વૃતિ અનિયામક સંયોગથી વચ્છિન્ન માનેલી જ છે. એટલે એ લઈ શકાય. અને તેનો અનવચ્છેદક ગગનત્વ મળી શકે છે. બાકી જો, “વૃતિ અનિયામક સંયોગ એ પ્રતિયોગિતાવચ્છેદક નથી બનતો” એ મત સ્વીકારો, તો પછી વૃતિ અનિયામકસંયોગાવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવ જ ન મળતા, કોઈપણ અભાવ લક્ષણઘટક ન બને. અને પરિણામે ગગન એ પૃથ્વીત્વવ્યાપક ન જ બને. એટલે એ વાત સ્પષ્ટ જાણવી કે, લક્ષણમાં સંબંધીનો નિવેશ કર્યા પછી પણ “વૃતિ-અનિયામકસંયોગ એ અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક બની શકે છે.” એ મતે જ ગગન એ દ્રવ્યત્વવ્યાપક બની શકે.
RA&logN[fil] II/IIt1/111/000101111111000000000000000003000000014/00000001011/01/2011/000180018010010010101001/07//11bitirtheriffi///IIIIIIIIII/II/I/II/II/II/II/II/III)
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૦૪
N..