________________
दीधिति: १८
साध्यस्य हेतुव्यापकता गृह्यते, तादृशेनैव सम्बन्धेन साध्यानुमितिर्भवति इति नियमाश्रयणात् न कोऽपि दोषः। वृत्तिनियामकसंयोगेन तु गगनस्य पृथिवीत्वव्यापकता न गृह्यते, अतः न तेन सम्बन्धेन साध्यानुमितिभवनापत्तिः। किन्तु वृत्यनियामकसंयोगेनैव गगनस्य हेतुव्यापकता गृह्यते, अतः तेनैव सम्बन्धेनानुमितिर्भवति । तथा च सामानाधिकरण्यांशे साध्यतावच्छेदकसंबंधित्वानिवेशेऽपि न दोषः इति भावः ।
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન ઃ પણ સામાનાધિકરણ્યાંશમાં સાધ્યનું ગમે તે સંબંધથી અધિક૨ણ લઈ શકાય, એવા મત પ્રમાણે તો, એમાં વૃત્તિ અનિયામક સંયોગનો નિવેશ કરેલો જ નથી. તો પછી શી રીતે વૃતિ અનિયામક સંયોગથી જ ગગનાનુમિતિ થાય, અને વૃત્તિનિયામકથી ન થાય એવો નિર્ણય થશે?
ઉત્તર : એટલે જ, દીદ્ધિતિમાં તેનાસંબંધિત્વા+તેનાવ્યાપાત્ત્વ એમ બે વાત કરી છે. અર્થાત્ જે સંબંધને લઈને સાધ્ય એ હેતુવ્યાપક તરીકે ગ્રહણ થાય. તે જ સંબંધથી તે સાધ્યની અનુમિતિ થાય, તેવો નિયમ છે. વૃતિ નિયામક સંયોગથી તો ગગન પૃથ્વીત્વવ્યાપક બનતો જ નથી, કેમકે પૃથ્વીત્વાધિકરણ પર્વતાદિમાં વૃતિ નિયામક સંયોગથી ગગન રહેતો નથી. એટલે તેમાં વૃત્તિ નિયામકથી ગગનાભાવ પ્રતિયોગીવ્યધિકરણ મળી જાય છે. અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ગગનત્વ બની જાય છે. આમ ગગન એ વૃત્તિ નિયામક સંબંધથી તો વ્યાપક બનવાનો જ નથી. હા, સાધ્યતાવચ્છેદક વૃતિ અનિયામક સંયોગ લઈએ તો તે સંબંધથી ગગન એ વ્યાપક બની જ જાય છે જે જોઈ ગયા. એટલે તે જ સંબંધથી ગગનાનુમિતિ થશે. આમ વૃત્તિ નિયામક સંયોગથી તો ગગન એ પૃથ્વીત્વવ્યાપક બનતો જ ન હોવાથી તે સંબંધથી ગગનાનુમિતિ થવાની આપત્તિ આવતી નથી. એટલે સામાનાધિકરણ્યઘટકમાં ભલે ને સાધ્યના સંબંધનો નિવેશ ન હોય તો પણ ઉપર પ્રમાણે માનવાથી વૃતિ નિયામકથી જ અનુમિતિ ન થવી, વૃતિ નિયામક સંયોગથી થવી એ ઘટી જાય છે.
जगदीशी ननु वृत्तिनियामकसंयोगेनापि गगनस्य पृथिवीत्वादिव्यापकत्वं दुर्वारं, तादृशसम्बन्धेन गगनसम्बन्ध्यप्रसिद्धया गगनाभावस्य प्रतियोगिव्यधिकरणत्वाभावात्, तादृशाभावान्तर-प्रतियोगित्वस्य च गगनादावसत्त्वादत
चन्द्रशेखरीया : न च वृत्तिनियामकसम्बन्धेनापि गगनस्य पृथ्वीत्वव्यापकता गृह्यते एव । तथा हि पृथ्वीत्वाभाववति पर्वतादौ वृत्तिनियामकसंयोगेन गगनाभावो यद्यपि वर्तते, तथापि साध्यतावच्छेदकवृत्तिनियामक - संयोगेन प्रतियोगिस्वरूपस्य गगनस्य संबंधिन एवाप्रसिद्धत्वात् प्रतियोगिसंबंधिभिन्नं हेत्वधिकरणं न ग्रहीतुं शक्यते । तथा च न गगनाभावो लक्षणघटकः । किन्तु घटाभावः। वृत्तिनियामकसंयोगेन घटसंबंधि भूतलं, तद्भिन्नः पर्वतः, तत्र वर्तमानस्य घटाभावस्य प्रतियोगितायाः अनवच्छेदकं गगनत्वमिति लक्षणघटनात् गगनं वृत्तिनियामकसंयोगेनापि पृथ्वीत्वव्यापकं भवत्येव इति वाच्यम् ચન્દ્રશેખરીયા પ્રશ્ન : “ઘટઃ વૃતિનિયામકસંયોગેન-ગગનવાન્ પૃથ્વીાત્' આ સ્થળે, વૃતિ નિયામકથી પણ ગગન એ પૃથ્વીત્વવ્યાપક બનવાનું જ છે. તે આ પ્રમાણે-તમે અહીં વૃત્તિ નિયામક સંયોગથી ગગનાભાવ લો, તો પણ પ્રતિયોગિતાવચ્છેદક+સાધ્યતાવચ્છેદક એવા વૃતિ નિયામક સંબંધથી ગગન=પ્રતિયોગીનો કોઈ
:
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ toto