________________
दीधिति: १७
ગોસાધ્યક અનુમિતિ માટે પણ “ગોત્યું તાદેશપ્રતિયોગિતાવચ્છેદકં” એ જ્ઞાન તો જરૂરી જ છે. આ જ્ઞાનમાં ધર્મા=વિશેષ્ય તરીકે ગોત્વ છે. તેમાં ધર્મિતા આવી અને ધર્મિતાનો અવચ્છેદક ગોત્વત્વ જ બનશે. આમ ધર્મિતાવચ્છેદક તરીકે ગોત્વત્વનું જ્ઞાન થઈ જ જવાનું. આનો અર્થ એ કે ગોસાધ્યક અનુમિતિ માટે પણ તેની પૂર્વે ગોત્વત્વનું જ્ઞાન તો થવાનું જ છે. અને તો પછી તમે જે વાત કરી કે, “જ્યાં ગોત્વત્વ=ગવેતરાવૃત્તિત્વનું જ્ઞાન ન હોય અને ‘ઇયં ગૌઃ’ અનુમિતિ થાય. ત્યાં તો એ જ્ઞાનમાં તાદાત્મ્યથી જ ગૌઃ ને સાધ્ય માનવી પડશે.' એ વાત જ ખોટી સાબિત થાય છે. એટલે ગોત્વત્વજ્ઞાન વિના ગોસાધ્યક અનુમિતિ થવાની જ નથી. અને માટે જ એ ગોસાધ્યક અનુમિતિની પૂર્વે અવશ્ય ગવેતરાવૃત્તિત્વ રૂપ ગોત્વત્વનું=ગોત્વનિરૂપિતવ્યાપ્તિનું જ્ઞાન થઈ જ જવાનું હોવાથી એ અનુમિતિ એ ગોત્વસાધ્યક માનવી એ જ ઉચિત છે.
जगदीशी आदिना पक्षधर्मतापरिग्रहः, तथा च गवेतरावृत्तित्वरूपव्याप्तेः सास्नाव्यापकता (वच्छेदकता ) ग्रहे धर्मितावच्छेदकतयोपस्थितिध्रौव्येऽपि तद्विशिष्टस्य यत्र न पक्षधर्मताधीस्तत्रैव ' अयं गौ 'रित्यनुमितेर्गोविधेयकत्वमावश्यकमिति, तदनुरोधेनैव तादात्म्येन व्यापकत्वं वाच्यमित्याशयः ।
-
―
चन्द्रशेखरीया : अत्र समादधाति ग्रन्थकारः । दीधितिनिष्ठस्य गोत्वत्वाद्यग्रहदशायामि त्यत्रादिपदस्य ग्रहणं दीधितिकारेण यत्कृतं, तत्तु भवदुक्तापत्तिवारणायैव । अयं भावः । अस्ति नाम "इयं गौः" इत्यनुमितेरर्वाक् सर्वत्र गोत्वत्वज्ञानं, तज्ज्ञानेन च गोत्वनिरूपितव्याप्तिविशिष्टत्वज्ञानं सास्नायां, तथापि केवलं गोत्वनिरूपितव्याप्तिविशिष्टसास्त्राविषयकज्ञानात् अनुमितिर्न भवति । किन्तु तादृशसास्नायाः पक्षधर्मताज्ञानात् तादृशसास्नावती इयं (अयं पिण्डः ) इत्याकारकादेव तादृशानुमितिः भवति । यत्र च गोत्वनिरूपितव्याप्तिविशिष्टसास्नाविषयकज्ञाने जायमानेऽपि तादृशसास्त्रायाः पक्षधर्मताज्ञानं न भवति । तत्र जायमानायाः “इयं गौ: " इत्यनुमितेः गोत्वसाध्यकत्वं दुर्वचम् । अतः साऽनुमितिः गोनिरूपितव्याप्तिविशिष्टसास्नाविषयकपक्षधर्मताज्ञानजन्या, अत एव गोसाध्यिकैव स्वीकर्तव्या । तथा च तादशानुमित्यनुरोधादेव धर्मिणो धर्मव्यापकत्वं सिद्ध्यति ।
ચન્દ્રશેખરીયા : ઉત્તરપક્ષ : માટે જ “આદિ” શબ્દ લખેલ છે. આદિપદથી પક્ષધર્મતાનો પરિગ્રહ કરવો. અર્થાત્ ‘સાસ્નાવનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકં ગોત્યું' એમાં ગોમાં રહેલી સાસ્ના-વ્યાપક્તાનો બોધ કરવામાં ધર્મિતાવચ્છેદક તરીકે ભલે ગોત્વત્વની બુદ્ધિ થાય. અર્થાત્ ગવેતરાવૃત્તિત્વરૂપ ગોત્વનિરૂપિતવ્યાપ્તિ નો બોધ થાય. પણ તો ય ગવેતરાવૃત્તિત્વવિશિષ્ટ એવો સાસ્ના જ્યાં પક્ષધર્મ તરીકે જણાયેલ નથી ત્યાં તો જે ઇયં ગૌઃ એવી અનુમિતિ થાય છે, તે ગોસાધ્યક જ માનવી પડશે. એને ગોત્વસાધ્યક ન મનાય. અને તેથી તે અનુમિતિ અનુસારે ગૌ એ તાદાત્મ્યથી સાસ્ના વ્યાપક તરીકે સિદ્ધ થઈ જ જાય છે.
આશય એ છે કે પરામર્શજ્ઞાનમાં હેતુ એ પક્ષવૃત્તિ તરીકે દેખાય. અને એને જ પક્ષધર્મતાનું જ્ઞાન કહેવાય છે. અને એ હેતુમાં જે સાધ્યથી નિરૂપિત વ્યાપ્તિ જણાતી હોય, તે જ સાધ્યની અનુમિતિ થાય. જેમકે
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૬૧