________________
दीधिति: १७
હોતો, ત્યારે યત્ર સાના તંત્ર તાદાત્મ્યન ગૌઃ એવા જ્ઞાન દ્વારા ગૌ એ તાદાત્મ્યથી વ્યાપક તરીકે જણાય છે. અને તેથી ત્યાં સાસ્ના દ્વારા તાદાત્મ્યથી ગૌની અને તાદાત્મ્યથી ગૌના અભાવ=ગોભેદ દ્વારા સાસ્નાના સમવાયથી અભાવની સિદ્ધિ પણ થાય છે.
આ દીધિતિમાં ‘ગોત્વાત્વાઘગ્રહદશાયાં' પદ શામાટે મુકેલ છે ? એ માટેની વિસ્તૃત ચર્ચા જગદીશજી કરી રહ્યા છે, તે હવે જોઈએ.
પૂર્વપક્ષ : ‘ગૌઃ સાસ્નાવત્વાત્' અહીં તમે તાદાત્મ્યથી ગૌને સાધ્ય માનો છો. આગળ જ્યાં પણ ગોમાન્ લખેલ છે, એ તો સ્પષ્ટ ખ્યાલ આપવા માટે જ, બાકી તો તાદાત્મ્યથી ગૌઃ એમ જ સમજવાનું છે. અને આ સ્થળે ય નૌઃ એવી જે અનુમિતિ થાય છે. તે પણ તાદાત્મ્યથી ગોસાધ્યક માનો છો. અને એ દ્વારા ધર્મી એ તાદાત્મ્યથી સાસ્નાદિધર્મને વ્યાપક બની શકે છે' એ સિદ્ધ કરો છો. પરંતુ આ બધી વાતો સાવ ખોટી છે. કેમકે ખરેખર તો અહીં સમવાયથી ગોત્વ જ સાધ્ય છે. અને આ સ્થલે સાધ્યવદન્યસ્મિન્ અવૃત્તિત્વ એ જ વ્યાપ્તિ લેવાની છે. ગોત્વ સાધ્ય છે. ગોત્વવાન્ ગૌ બનશે. અને તદિતર=ગોભિન્ન તરીકે અશ્વાદિ આવશે. અને તેમાં સાસ્ના રહેતું નથી. એટલે ગોત્વવદ્-ભિન્નનિરૂપિતવૃત્તિતાનો અભાવ એ સાસ્નારૂપ હેતુમાં મળી જાય છે. આમ સાસ્તામાં ગોત્વાત્મકસાધ્યથી નિરૂપિત વ્યાપ્તિ મળી જ જાય છે. અને આ વ્યાપ્તિના જ્ઞાનથી જ અહીં નિરવચ્છિન્નગોત્વ એ જ સાધ્ય તરીકે અનુમિતિમાં જણાશે.
પ્રશ્ન ઃ ગોત્વવભિન્ન-અવૃત્તિત્વરૂપ વ્યાપ્તિના જ્ઞાનને તમે અનુમિતિ કારણ માન્યું. પણ એ તો સંભવતું જ નથી. આવી વ્યાપ્તિનું જ્ઞાન અનુમિતિકા૨ણ માનેલું જ નથી.
પૂર્વપક્ષ : આ વાત ખોટી છે. કેમકે કેવલાન્વયિગ્રન્થમાં ચિન્તામણિકાર પોતે જ આ સાધ્યવભિન્નઅવૃત્તિત્વરૂપ વ્યાપ્તિ બતાવવાના જ છે. એટલે એ વ્યાપ્તિ પ્રમાણે અહીં અનુમિતિ કરી શકાય છે. આમ આ “થ ગૌ:” એ અનુમિતિ એ ગોત્વસાધ્યક જ માની શકાતી હોવાથી એ અનુમિતિને લઈને “તાદાત્મ્યથી ગૌ=ધર્મી એ ધર્મ=સાસ્નાદિને વ્યાપક બની શકે છે' એ વાત સિદ્ધ થઈ શકતી જ નથી.
जगदीशी तथा च गवेतरावृत्तित्वरूपाया गोत्वव्याप्तेरज्ञानदशायामुत्प- न्नाया 'इयं गौ 'रित्यनुमिति त्वविधेयकत्वासम्भवाद्गोविधेयकत्वमेवेति, तदनुरोधादवश्यं धर्मिणो धर्मव्यापकत्वं वाच्यमिति भावः ।
-
चन्द्रशेखरीया : अत्रोत्तरपक्षः समादधाति - गोत्वत्वाग्रहदशायामि त्यादिना .... यद्यपि युक्तमुक्तं भवद्भिः पूर्वपक्षीभूतैः । तथापि यत्र गोत्ववद्भिन्नावृत्तित्वरूपस्य गोत्वत्वस्य ज्ञानमेव नोत्पन्नं, तत्र जायमानायाः “इयं गौः” इत्यनुमितेः गोत्वसाध्यकत्वं न संभवति । गोत्वनिरूपितव्याप्तिविशिष्टस्य पक्षधर्मताज्ञानाभावात् । अतः तत्र गोनिरूपितव्याप्तिविशिष्टसास्नायाः पक्षधर्मताज्ञानादेव साऽनुमितिः स्वीकर्तव्या । तथा च साऽनुमितिः गोसाध्यिकैव, गोनिरूपितव्याप्तिविशिष्टपक्षधर्मताज्ञानजन्यत्वात् । इत्थं च तादृशानुमित्यनुरोधादवश्यमेव धर्मिणो गवादेस्सास्नादिधर्मव्यापकत्वमङ्गीकर्तव्यम् ।
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૫૯