________________
दीधिति: १७
जायमानायाः “अयं पिण्डः गौः" इत्यनुमितेः गोत्वसाध्यकत्वं न संभवति । बाधज्ञानेन तत्र पिण्डे गोत्वनिश्चयप्रतिबन्धकरणात् । किन्तु साऽनुमितिः गोसाध्यिका एव मन्तव्या । तदनुरोधेन च गवि सास्नाव्यापकत्वं सिद्ध्यति इति वदन्ति । अत्रापि ग्रन्थकारकस्यास्वरसः, सोऽपि स्वबुद्धया विवृत्तिटीकामनुसृत्य स्वयमेव चिन्तनीयः अबुधजनोपकारकरणप्रयोजनकत्वादस्य टीकाकरणप्रयासस्य, नेह प्रतन्यते । इत्थं च गवि तादात्म्येन सास्नाव्यापकत्वज्ञाने सति, सास्नादिना गोः तादात्म्येन ज्ञानं, तादात्म्येन गोरभावाच्च समवायेन सास्नाप्रतियोगिकाभावज्ञानं संभवति इति सिद्धम् धर्मिणोऽपि धर्मव्यापकत्वम् ।
ચન્દ્રશેખરીયા : વદન્તિ ઃ કેટલાંકો વળી “ગોત્વત્વાદ્યગ્રહદશાયાં” એનો એવો અર્થ કરે છે કે, “ગોત્વત્વેન અગ્રહો યસ્માત્” જ્યારે સામે રહેલા પિંડમાં “અસ્મિન્ ન ગોવં” એવો બાધનિશ્ચય હોય, ત્યારે ત્યાં “અસ્મિન્ ગોત્યું” એવો ગોત્વત્વેન ગોત્વનો બોધ થઈ શકતો નથી. એટલે ગોત્વત્વેન ગોત્વગ્રહને અટકાવનાર ગોત્વાભાવનિશ્ચય એ જ “ગોત્વાત્વાઘગ્રહ' શબ્દથી લેવાશે. આનો સાર એ કે, સામેના પિંડમાં ગોત્વનો બાધનિશ્ચય હોવાથી “ઇયં ગૌઃ” એ અનુમિતિ “અયં ગોત્વવા” એ રૂપ તો માની જ ન શકાય. કેમકે ગોત્વાભાવનિશ્ચય એ ગોત્વવત્તાજ્ઞાન ન જ થવા દે. એટલે તે વખતે થનારી આ અનુમિતિ એ તાદાત્મ્યન ગૌસાધ્યક માનવી જ ઉચિત છે. અને એ રીતે ગૌ=ધર્મમાં તાદાત્મ્યથી વ્યાપક્તાની સિદ્ધિ થઈ જાય છે.
આ મતમાં પણ અસ્વરસ છે જ. તે વિવૃત્તિટીકામાંથી જ વિશેષજિજ્ઞાસુએ જાણી લેવો. અહીં એની ચર્ચા કરતા નથી. આમ “ગોત્વત્વાદિ-અગ્રહદશાયાં” ના જુદા જુદા ઘણા અર્થો જોયા. તેના દ્વારા એટલું તો નક્કી થયું ગૌમાં તાદાત્મ્યથી સાસ્નાવ્યાપક્તા છે. અને તેથી સાસ્નાહેતુ દ્વારા તાદાત્મ્યથી ગૌની અને તાદાત્મ્યથી ગૌના અભાવ દ્વારા સાસ્નાના અભાવની સિદ્ધિ થઈ જાય છે.
चन्द्रशेखरीया : पूर्वपक्षेण साध्यवद्-भिन्नावृत्तित्वरूपां व्याप्तिमादाय गोत्वसाध्यिका अनुमितिः प्रसिद्धीकृता । अस्माकमियत्येव आरेका यदुत पूर्वपक्षेण अत्रैव ग्रन्थे प्रतिपादितां प्रतियोगिव्यधिकरणहेत्वधिकरणवृत्ति-अभावप्रतियोगितानवच्छेदकं गोत्वत्वं तदवच्छिन्नं गोत्वं.... इत्येव व्याप्तिमादाय गोत्वसाध्यिकाऽनुमितिः कथं न प्रसिद्धीकृता इति चेत् अस्य व्याप्तेः गुरुभूतत्वात् साध्यवद्भिन्नावृत्त्विा त्मकव्याप्तेश्च लघुभूतत्वात् एव तैरित्थं कृतं इति वयं मन्यामहे । विशेषतस्तु नैयायिकश्रेष्ठपारतन्त्र्यं स्वीकृत्य ज्ञातव्यम् ।
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન ઃ સૌ પ્રથમ પૂર્વપક્ષે જે ચર્ચા કરી, તેમાં તેણે ગોત્વવદ્-ભિન્નાવૃત્તિત્ત્વરૂપ વ્યાપ્તિના જ્ઞાન દ્વારા જ અનુમિતિ થવાની વાત કરી. અને આવી વ્યાપ્તિ પણ અનુમિતિકા૨ણ બને છે, એ વાત એણે જણાવી. પણ એ વ્યાપ્તિ અહીં લાવવાનું પ્રયોજન શું ? એના કરતા એ એમ પણ કહી શકત કે સાસ્નાધિકરણવૃત્તિ ઘટાભાવપ્રતિયોગિતાવચ્છેદક ગોત્વત્વ છે. અને એ ગોત્વત્વથી અવચ્છિન્ન એવું ગોત્વ છે. અને એ ગોત્વનિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટસાસ્નાના જ્ઞાનથી જ આ અનુમતિ થાય છે. માટે આ અનુમિતિ ગોત્વસાધ્યક છે.” પણ એમ કહેવાને બદલે “ગોત્વત્ત્વ=ગોત્વવભિન્નાવૃત્તિત્વરૂપ વ્યાપ્તિના જ્ઞાનથી આ અનુમિતિ થાય છે” એમ શા માટે કહ્યું ?
ઉત્તર ઃ સાધ્યવદન્યાવૃત્તિત્વરૂપ વ્યાપ્તિ એ નાની હોવાથી તેમાં લાઘવગુણ થાય છે. અહીંની વ્યાપ્તિ તો ઘણી મોટી હોવાથી તેમાં ગૌરવ છે. એ આશયથી આવી વિવક્ષા કરી હોય એમ સંભવે છે. આ માટે વિશેષ ખુલાસો તો વિશિષ્ટ નૈયાયિકો જ આપી શકે.
1000XROO
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૬૮