________________
दीधितिः१५
चालनीन्यायेनापि वह्निमर्दोदा लक्षणघटकत्वेन ग्रहीतुं शक्याः, किन्तु घटभेदादय एव इति नाव्याप्तिः ।
ચન્દ્રશેખરીયા : પૂર્વપક્ષ : તમે સાધ્યસામાનાધિકરણ્ય=વનિઅધિકરણવૃત્તિવમાં સંબંધનો સાધ્યતા વચ્છેદક સંબંધ+પ્રતિયોગિતાવચ્છેદક સંબંધનો નિવેશ કરેલો જ છે. પણ એમ કરવાથી જ્યાં તાદાભ્ય સંબંધથી હેતુ+સાધ્ય હશે, ત્યાં સાચા સ્થાને આવ્યાપ્તિ આવશે. કેમકે તાદાભ્યસંબંધથી સાધ્યનું અધિકરણ જ પ્રસિદ્ધ નથી. અને એવા કોઈ અધિકરણમાં તાદામ્યથી હેતુની વૃત્તિતા પણ પ્રસિદ્ધ જ નથી. એટલે જ્યાં માત્ર સાધ્ય કે માત્ર હેતુ પણ તાદાભ્ય સંબંધથી હશે, ત્યાં પણ વાંધો આવવાનો જ છે. તાદાભ્ય એ આધાર-આધેય ભાવનો નિયામક ન ગણાતો હોવાથી આ આપત્તિ આવે છે.
ઉત્તરપક્ષ : જ્યારે સામાનાધિકરણ્યમાં સંબંધનો નિવેશ કરવાનો છે, ત્યારે આ વાંધો આવે છે. તો આ વાંધો દૂર કરવા સાધ્યાધિકરણવૃત્તિત્વ કહેવાને બદલે સાધ્ય સંબંધિ-સંબંધિત્વ એમ જ કહેવું. જેથી કોઈ વાંધો ન આવે. જેમકે તાદાસ્પેન ગોમાન્ સાસ્નાવત્વાત્ અહીં ગૌનું તાદાભ્યથી અધિકરણ ભલે ન હોય, પણ સંબંધી તો ગૌ પોતે જ બને છે. અને તેમાં સાસ્ના સમવાયથી વૃત્તિ પણ છે જ. જ્યાં સાસ્નાવાનું જ તાદાભ્યથી હેતુ હોય ત્યાં પણ તાદાભ્યથી ગૌનો સંબંધી ગૌ, અને તેમાં સામ્ભાવાનું રહેનાર=વૃત્તિ ભલે ન હોય. પણ તાદાભ્યથી સંબંધી તો છે જ. એટલે એમાં પણ કોઈ વાંધો આવતો નથી. આમ સામાનાધિકરણ્યમાં “સાધ્યાધિકરણ અને હત્યધિકરણ” બેયમાં સંબંધીનો નિવેશ કરવાથી હવે એ લાભ થશે કે ગૌ રૂપ ધર્મી એ તાદામ્યથી વ્યાપક પણ બની શકે. તાદાસ્પેન ગોમાનું સામ્નાવવાતું અને એ જ ગૌ રૂપી ધર્મી=સાસ્નાવાનું એ તાદાભ્યથી વ્યાપ્ય પણ બની શકશે. “ગોત્વવાનું, તાદાસ્પેન સાસ્નાવતઃ ” બાકી જો “અધિકરણ'પદ જ રાખી મુકીએ તો હેતુ અને સાધ્ય એ તાદાભ્યથી વ્યાપ્ય અને વ્યાપક બની શકશે નહી.
દીધિતિમાં આજ વાત દષ્ટાન્તપૂર્વક બતાવે છે. “તાદાસ્પેન વનિમદ્વાન્ તાદાસ્પેન ધૂમવતઃ' અહીં ધૂમવાહેતુનો તાદાભ્યથી સંબંધી મહાનસ છે. તેમાં રહેલો ઘટભેદ લેવાશે. વાહનમભેદ તેમાં નથી. અને તે ઘટભેદની સાધ્યતાવચ્છેદક એવા તાદાભ્યથી અવચ્છિન્ન પ્રતિયોગિતા પણ મળી જાય છે. અને તેનો અનવચ્છેદક વનિમત્વ એ જ સાધ્યતાવચ્છેદક છે. તેનો તાદાભ્યથી સંબંધી એવો મહાનસ છે. તેમાં ધૂમવાનું એ તાદાભ્યથી સંબંધી છે જ. આમ લક્ષણ સમન્વય થઈ જાય.
અહીં દીધિતિમાં “અન્યોન્યાભાવ' પદ લખેલ છે, પણ માત્ર “અભાવ” લખે તો પણ ચાલે. કેમકે પ્રતિયોગિતા તાદાભ્યાવચ્છિન્ન લેવાની છે, એના દ્વારા જ આ અભાવ અન્યોન્યાભાવ તરીકે સિદ્ધ થઈ જવાનો
પ્રશ્ન : તમે પ્રતિયોગિતાવચ્છેદક નિમત્વ નથી બનતું' એ કહ્યું. પરંતુ વનિમત્વ=વહિન જ છે. અને તો પછી “ધૂમવાનું પર્વતઃ મહાનસીયવહિનમાનું ન, ચત્વરીયવહિનમાનું ન” અને “ધૂમવાનું મહાનસઃ પર્વતીયવનિમાનું ન” એ રીતે તતદ્વહિનમભેદો લક્ષણ ઘટક બની જ જવાના છે. અને તેની પ્રતિયોગિતાના અવચ્છેદક તત્સત્ તમામ વનિ બનવાના. અને એ જ સાધ્યતાવચ્છેદક છે. આમ અવ્યાપ્તિ જ આવવાની.
ઉત્તર : અહીં વનિમત્વ એ વહિનરૂપ ન માનવું. પરંતુ વહિન-અધિકરણત્વરૂપ માનવું.
પ્રશ્ન એ માનો તો ય મહાનસીયવહિન-અધિકરણભેદવાનું ચત્વરીયવહિન-અધિકરણભેદવાર્... ઇત્યાદિ લક્ષણઘટક બની જ જવાના. અને તેની પ્રતિયોગિતાઓનું અવચ્છેદક તત્તધ્વનિ-અધિકરણત્વ જ બનશે. એટલે સાધ્યતાવચ્છેદકો બધા જ તાદેશપ્રતિયોગિતાવચ્છેદક બની જવાથી અવ્યાપ્તિ આવે જ છે.
તા101000000000000010110116totherhiti/10.ht/it/fotoldietTMtMtLXXXXXIIIIIIII/II/I[+!!!!!!!*(!!!!!!!!!!!!!!HIIIIIIIIIItIF\M*R(YAKSKYRGIYAPYAARTNEYYY
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૫૦ શ:01KિITNISITTITIYALAM MATERIYALI CHRAJINKEDINEMICALLE050150N/SSC/SHIKSANA AKESANIANCERNEY EXTRANSLANKITE SCIENDSSENSESSISSINGINGS:૫૫૫૫૫૫૫YRICSSRNESYRIGUESSETINGSSSB