________________
ઉદ્યોતનામકર્મ તિર્યંચ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિની સાથે જ બંધાય છે. અન્યગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિની સાથે બંધાતું નથી તેથી તે પોતાના બંધહેતુની હાજરીમાં પણ ક્યારેક બંધાય છે અને ક્યારેક નથી બંધાતું. માટે ઉદ્યોતનામકર્મ અધુવબંધી છે.
પરાઘાત અને ઉચ્છવાસ પર્યાપ્તાએ કેન્દ્રિયાદિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિની સાથે જ બંધાય છે. અપર્યાપ્તએ કેન્દ્રિયાદિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિની સાથે બંધાતી નથી. તેથી તે બન્ને પ્રકૃતિ પોતાના બંધહેતુની હાજરીમાં પણ ક્યારેક બંધાય છે અને ક્યારેક નથી બંધાતી. માટે ઉચ્છવાસ અને પરાઘાત અધુવબંધી છે.
કોઇપણ સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે “સવિ જીવ કરું શાસન રસી” રૂપ ભાવકરુણામાં ઓતપ્રોત બની જાય છે. ત્યારે જિનનામ કર્મને બાંધી શકે છે. તે સિવાય જિનનામકર્મને બાંધી શકતો નથી. થી જિનનામકર્મ સમ્યત્વહેતુની હાજરીમાં પણ ક્યારેક બંધાય છે અને ક્યારેક નથી બંધાતું. તેથી તે અધુવબંધી છે. , . , - કોઇપણ અપ્રમત્ત સંયમીને જ્યારે શ્રત અને સંયમ પ્રત્યે વિશિષ્ટરાગ હોય છે. ત્યારે આહારકદ્ધિકને બાંધી શકે છે. તે સિવાય આહારકદ્ધિકને બાંધી શકતો નથી. તેથી આહારકદ્ધિક અપ્રમત્તચારિત્રહેતુની હાજરીમાં પણ ક્યારેક બંધાય છે અને ક્યારેક નથી બંધાતું. તેથી તે અધુવબંધી છે.
કોઇપણ જીવ શાતાને બાંધતો હોય ત્યારે અશાતાને બાંધી શકતો નથી અને અશાતાને બાંધતો હોય ત્યારે શાતાને બાંધી શક્તો નથી. તેથી તે બન્ને પ્રકૃતિ સજાતીય સાથે બંધમાં પરસ્પર વિરોધી હોવાથી પોતાના બંધહેતુની હાજરીમાં પણ ક્યારેક બંધાય છે અને ક્યારેક નથી બંધાતી.
એ જ રીતે બાકીની હાસ્ય-રતિ વગેરે ૬૪ પ્રકૃતિ પણ સજાતીય સાથે બંધમાં પરસ્પર વિરોધી હોવાથી પોતાના બંધહેતુની હાજરીમાં ક્યારેક બંધાય છે અને ક્યારેક નથી બંધાતી. તેથી શાતાદિ-૬૬ પ્રકૃતિ અધુવબંધી છે.