Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૪
સૈન્ય સાથે કંઈયણની સાથે રત્નાપુર આવવું. ત્યાંના રાજાને મળવું. પુરુષષિણી રાજપુત્રી સૌભાગ્યસુ દરીમાં પરિવર્તન લાવવું. લગ્ન કરવાં. એ સૌભાગ્ય સુંદરી પુત્રને જન્મ આવે છે તેનું મેઘકુમાર નામ પાડવામાં આવે છે. વર્ષો જતાં મેઘવતી સાથે મેઘકુમારનાં લગ્ન.
અરિમર્દન રાજા એક વખતે પરિવાર સાથે શ્રી આદિનાથની પૂજા માટે જાય છે. મૂર્તિને જોતાં મેઘવતી અને મેઘનાદ બેશુધ્ધ થાય છે. સારવાર કરવાથી શુધ્ધિમાં આવે છે. પણ બેલતા નથી. બોલાવવા પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા મળે છે. થાકી ગુરુદેવ શ્રી ગુણયરિજી પાસે જવું. મનીશ્વર મેઘવતી અને મેઘકુમારને પૂર્વજન્મ કહે છે. ગત જન્મ જાણી તે દીક્ષા લે છે, અરિમર્દન પણ સમ્યકત્વ વ્રત ગ્રહણ કરે છે આ સાંભળી શુકરાજને વૈરાગ્ય થાય છે, પુત્રને રાજ સેંપી દીક્ષા લે છે. પ્રકરણ છત્રીસમું વિસે–એ–રા પૃષ્ટ ૩૬૦ થી ૩૭૪
કૃતન રાજકુમાર વિસે–એ– સિવાય બીજું બોલતે ન હતે. તે બેલત થશે. પ્રકરણ સાડત્રીસમું ઉદાર વિક્રમ પૃષ્ઠ ૩૭૫ થી ૩૮૭
મહારાજા વિક્રમાદિત્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વર સાથે શત્રુંજયની યાત્રાએ જાય છે. ત્યાં મંદિરના જિર્ણોધ્ધર કરાવે છે. પાછા આવવું. દરબારમાં એક ગરીબ માણસનું આવવું. તેને દ્રવ્ય આપવું એ ગરીબ નંદરાજાની કથા કહે છે. વિક્રમાદિત્ય તેને ઘણું દ્રવ્ય આપે છે.
પ્રજાનું સુખદુઃખ જાણવા વિક્રમાદિત્ય રાત્રીભ્રમણ કરવા નીકળે છે. ત્યાં જેવી દષ્ટિ તેવી સૃટને અનુભવ થાય છે. વ્યસન દૂર કરવા આદેશ. ચોર સાથે જમણ. રાજમહેલમાં ચોરી કરવી. તેમની શકિત જાણવી. તેમને પકડી સમાગે ચડાવવા.
આઠમો સગ સંપૂર્ણ