________________
કલ્યાણકારી હિતશિક્ષા જીવનમાં જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે આરાધનાના મહત્તવની સુવ્યવસ્થિત ગોઠવણી માટે જરૂરી ભૂમિકાનું ઘડતર નીચે જણાવાતા અનુભવસત્ય નકકર જીવન-સિદ્ધાંતોના સક્રિય પાલનથી થાય છે, માટે દરેક વિવેકીએ મનનપૂર્વક વાંચી અમલ કરવો જરૂરી છે.
૧. પ્રતિદિન પિતાની જરૂરીયાતને ઓછી કરવી.
૨. જે સમયે જેવી પરિસ્થિતિમાં હોઈ એ કે આવી પડીએ તે સમયે પ્રચંડ મહાવાતના કેરાથી સ્વયં નમી જતા તૃણની જેમ સમજ વિવેક-પૂર્વક તે પરિસ્થિતિને અનુકૂળ બની વર્તવું, પણ પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની નાહક ગડમથલ ન કરવી.
૩. કોઈ પણ વસ્તુ પર મેહ-રાગદષ્ટિ ન કેળવવી.
૪. જે કંઈ આપણી પાસે હોય તેમાંથી બીજાને ભાગીદાર બનાવો, એટલે તેમાંથી થોડું-ઘણું પણ નિરાશસભાવે ત્યાગ કરવાની બુદ્ધિ કેળવવી.
૫. કેઈની પણ સેવા કરવા માટે સદા લાલાયિત તત્પર રહેવું, પણ તેમાં આત્મભાવ કે ગુણાનુરાગના લક્ષ્ય સિવાય સ્વાર્થ, કીર્તિ-લાલસા કે કઈ જાતની આશંસાનું લક્ષ્ય રાખવું નહિ.
એ