________________ 15 ગુહામાં જે નિશંક થઈ પ્રવેશ કરે, તે વાંછિત ફળને પામે છે, તેથી તમે બધા અહીં રહે, હું એકલે તેમાં જઈ દેવતાએ કલ્પેલો લાભ સંપાદન કરી આવું. તે સાંભળી મુગ્ધ હૃદયને મદને બે - જેષ્ટ બંધુ ! જે કૃપા કરી આજ્ઞા આપો તે હું પ્રવેશ કરૂં, અને તે લાભ સંપાદન કરૂં? વમુખ બેલ્યો- અનુજ બંધુ ! તને શું કહેવું ? તારા જે કોઈ મને પ્રિય નથી. વત્સ ! જા, પ્રવેશ કર, અને વાંછિત લાભ મેળવી સત્વર પાછો આવ. તારા પુણ્યનો પ્રભાવ ઉત્તમ છે. વજદંષ્ટ્રનાં આવાં વંચનથી મદન વેગથી ચાલ્યો. તે ગુહામાં રહેલો નાગ દેવ જાગ્રત થયા, તેની સાથે ઉગ્ર યુદ્ધ કરી નાગપતિને પિતાને વશ કરી લીધું. નાગપતિ સંતુષ્ટ થઈ ગયો. તેણે નાગશમ્યા, વિણ, કમળ આસન, મનહર પાદપીડ, વસ્ત્ર અને આભરણ મદનને અપણ કર્યા. “ગૃહકારિકા” અને “સૈન્યરક્ષિકા એવી બે વિધાઓ આપી. મદન નાગકુમારને ત્યાં રાખી, સર્વે સામગ્રી સહિત તેમાંથી નીકળી પિતાના બંધુએની પાસે આવ્યો. મદનને વિવિધ જાતના લાભવાળ જોઈ, તેઓ બળી ગયા, ઉપરથી કપટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust