________________
સકળ જીવ સાથે મારે મૈત્રી છે.
શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું જીવન પ્રેરણાનો ભંડાર છે. અનેક પ્રસંગોમાંથી કદી ન ઓલવાય તેવું અજવાળું મળે છે. મિત્તી બે સત્રમૂugો -- “સકળ જીવ સાથે મારે મૈત્રી છે” એ વાક્ય માત્ર શબ્દ સમૂહ નથી, પણ જીવન-ઘટના છે. એમના જ જીવનમાં જુઓ ને -- જ્યારે ચંડકૌશિક સર્પને સમજાવવા અને સાચે રસ્તે વાળવા પોતે ગયા; ત્યારે એ ચંડકૌશિકે દંશ દીધો, છતાં તેના પર કરુણા વરસાવી અને તેના આત્માને ઊર્ધ્વરોહી બનાવવા માત્ર બે શબ્દો કહ્યા : બુબ્સ બુક્સ વંડwોસિયા! અને એ દ્રષ્ટિ-વિષ સર્પ શાંત પણ બની ગયો; જાતિસ્મરણ જ્ઞાન થયું અને દરમાં મોં રાખીને અણસણ કરીને રહ્યો !
આવી શુભ પરિણતિની સુરક્ષા કાજે ત્યાં જ પોતે પંદર દિવસ અને પંદર રાત ખડે પગે રહ્યા ! ઑપરેશન કર્યા બાદ, ડૉકટર દરદી પાસે જ રહે તેમ રહ્યા અને એ જીવનો ઉદ્ધાર થઈ ગયો ! સામે ચાલીને ઉપકાર કરવા જવાનો સ્વભાવ જીવનને ઉન્નત બનાવે છે. પરોપકારની વાવણી એ સ્વઉન્નતિનું વાવેતર છે. મૈત્રીનો વિસ્તાર, ઉપકારનું પ્રેરક બળ છે.
વાસુદેવ સ્માર્ત
૧૨: પાઠશાળા
Jain Education International
For Private Personal Use Only
WWW.jainelibrary.org