________________
Babi
પૂછતાં નર પંડિત
વ્યક્તિ જો પ્રશ્ન પૂછે તો, તેનું અજ્ઞાન એક જ વાર જાહેર થાય પણ પૂછે જ નહીં તો, તે કાયમ માટે અજ્ઞાની રહે ! પૂછવું તો જોઈએ જ. વળી પુછાયેલા પ્રશ્નના મૂળમાં જે જિજ્ઞાસા હોય તેનું સમાધાન મળે છે, સંશયનું નિરાકરણ થાય છે. જે વ્યક્તિને પૂછવામાં આવે તેની ચેતનાનાં આવરણ ઘટ્યાં હોય તો, પૂછનારને નિઃસંશય કરે છે. માત્ર બુદ્ધિની ચબરાકી હોય તો નિરુત્તર કરી દે. નિરુત્તર કરવું સહેલું છે; નિઃસંશય બનવું અઘરું છે. આપણે સંશયરહિત બનવાનું છે. કારણ ‘પૂછતાં નર પંડિત' એ કહેવત પ્રમાણે જે પૂછે તે પંડિત બને. ઉત્તર આપી નિઃસંશય કરનારનો જેમ મહિમા છે, તેમ શુદ્ધ જિજ્ઞાસાથી પૂછનારને પણ સાચા દિલથી બિરદાવવામાં આવે છે. પુણ્યશ્લોક શ્રી આનંદઘનજી મહારાજે ગાયું છે: ધન્ય તું આતમા, જેહને એહવો પ્રશ્ન અવકાશ રે !” જેના હૃદયમાં શાંતિનું સ્વરૂપ શું છે ! મનને કેવી રીતે ઓળખી શકાય! આ પ્રશ્ન પુછાયો અને પૂછનાર ઉપર આનંદઘન મહારાજની કૃપા વરસી પડી. પ્રશ્ન કોને ન થાય?' ઉત્તર છે : સર્વજ્ઞને પ્રશ્ન ન થાય અને મૂર્ખને ન થાય ! આપણે વચ્ચે છીએ; તેથી કુતૂહલ કે કૌતુકના પ્રશ્નો નહીં, પણ તાત્ત્વિક જિજ્ઞાસાના પ્રશ્નોનાં સમાધાન મેળવી, જ્ઞાનદશાને સાધ્ય બનાવીએ.
૩૨ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org