________________
ઇચ્છવા-જોગ અભિલાષા
(વૈતાની જીંદ્ર) नयनं गलदश्रुधारया, वदनं गद्गद् रुद्धया गिरा। पुलकैर्निचितं कदा वपुः, तव नामग्रहणे भविष्यति॥
ક્યારે પ્રભુ! તુજ સ્મરણથી,
આંખો થકી આંસુ ઝરે, ક્યારે પ્રભુતુજ નામ વદતાં,
વાણી મુજ ગદ્ગદ્ બને; ક્યારે પ્રભુ ! તુજ નામશ્રવણે,
દેહ રોમાંચિત બને, ક્યારે પ્રભુ ! મુજ શ્વાસ-શ્વાસે,
નામ તારું સાંભરે.
સમગ્ર હૃદયના તમામ તાર જેના નામશ્રવણે કે નામસ્મરણથી ઝંકૃત થઈ
ઊઠે તે આપણી પ્રિયતમ વ્યક્તિ.
આનો અનુભવ ભૌતિક સ્તરે, - વ્યક્તિના વિષય બન્યો છે; બની શકે છે. આ અનુભવ જો અદ્રશ્ય પરમતત્ત્વ વિષયે અનુભવવો હોય તો
તેની પ્રાર્થના પણ, તેને જ કરવી રહી. એ રીતે, આ પ્રાર્થના ચૈતન્ય મહાપ્રભુની છે, તે આપણી પણ બને.
આ પદ્યાનુવાદમાં આ વિચાર સ્પષ્ટ છે.
પ્રાર્થના : પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org