________________
आज रोटी राम नहीं बोलती है !
ભારતીય આર્ય પરંપરાને શોભાવનાર અનેક સંતો થયા તેમાં નજીકના સમયમાં એક સંત થયા - રણછોડદાસજી મહારાજ.
એક જ ટંક ભોજન લે; અને તે પણ એક જ દ્રવ્ય ખીચડી. તેઓ જાતે જ રાંધે. એમાં પણ ચોખા અને દાળ, ત્રીજું પાણી બસ ! આજ બપોરે તે આવતી કાલ બપોરે !
એ ખીચડી જેમાં રાંધી હોય તે તપેલીમાં ચોંટેલા અનાજના કણ ખાનારા કહેતા કે અમૃત કેવું હોય તે ચાખ્યું નથી પણ અમૃત હોય તો તે આવું જ હોય એમ લાગે છે !.
વર્ષો વીતતાં એમની વય વધી ત્યારે ભક્તોનો આગ્રહ થયો એટલે રોટી અને શાક લેતાં.
છેલ્લા વર્ષોમાં તો માત્ર રોટી જ લેતાં અને તે પણ રોજ રોજ એક જ વ્યક્તિએ તૈયાર કરી હોય તે જ ! એકવાર બીજા એક બહેન આવ્યા. રોજ સત્સંગમાં આવતા. ભાવિક હતા. તેમને મન થયું. જે બહેન હંમેશા રોટી કરતાં હતા તેમને કાલાવાલા કરીને તે દિવસ પૂરતી માંગણી કરી અને તેમણે રોટી બનાવી દીધી. પીરસવાનું કામ તો પેલા રોજ તૈયાર કરનાર બહેને જ કર્યું.
રોટી પીરસાઈ. સાથે પાણી પણ મૂકાયું. રણછોડદાસજી મહારાજે જમવાનું શરું કર્યું. એક કોળીયો ખાધો. બીજે કોળીયે મહારાજ બોલી ઉઠ્યાઃ आज रोटीराम नहीं बोलती है ! પીરસનાર બહેન બાજુમાં જ હતા. શરમાઈ ગયા. મોં પડી ગયું. ક્ષમા માંગી.
અંતરંગની નિર્મળતા શી હશે ! એ બહેન રોજ રોટી કરતાં એમનાં ચિત્તમાં માત્ર રામનું જ રટણ સ્મરણ કરતાં! રોજ પોતાને હાથે લોટ દળવાનું શરું કરે ત્યારથી લઈને કણક બાંધતા, રોટલી વણતાં, એને ચોડવતાં; રણછોડદાસજીને પીરસતાં... તે છેક મહારાજ જમીને ઊભા થાય ત્યાં સુધી એ બહેનના હૃદયમાં સતત રામ રામના જાપ ચાલે !
એ મંત્ર એવો જપે કે, જમતાં જમતાં જમનારને પણ એ જ મંત્રનો હૃદયમાં પડઘો પડે !
જ્યારથી મેં આ પ્રસંગ સાંભળ્યો ત્યારથી મારું મન, બાજરીરામના જન! તે વાક્ય બોલ્યા જ કરે છે.
૨૬૮: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org