Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 341
________________ આરોગ્યની દૃષ્ટિએ પણ આવા ભક્ષણને વૈદો, ડૉક્ટરો રોગકારક ગણે છે. આવા મિશ્ર ખોરાકથી વાયુના પ્રકોપ થાય છે તથા ચામડીના રોગ પણ થઈ આવે છે. શ્રીખંડની સાથે મગની દાળ કે વાલની દાળ ન ખવાય. શ્રીખંડ-પૂરીના જમણમાં કઢી બનાવી હોય તો તે કઢીમાં ચણા(કઠોળ)નો લોટ ન વપરાય. એને બદલે ચોખાનો લોટ વપરાય. રોજિંદી રસોઈમાં પણ વપરાતી છાસને પહેલાં બરાબર ગરમ કરીને પછી જ એમાં ચણાનો લોટ ભેળવવો જોઈએ. કેટલાંક લોકો એવો પ્રશ્ન કરે છે કે છાસ પૂરી ગરમ થઈ જાય પછી ચણાનો લોટ એમાં ભેળવતાં એમાં એના ગઠ્ઠા થઈ જાય છે, તેથી અમે તો તપેલી ચૂલે મૂકી એમાં છાસ મૂકી તરત ચણાનો લોટ ભેળવીએ છીએ. આ બરાબર નથી. છાસ પૂરી ગરમ થવી જોઈએ જ. એક વાટકીમાં ચણાનો લોટ લઈ તેને પાણીમાં કાલવી ગરમ છાસમાં ભેળવવામાં આવે તો ગઠ્ઠા થઈ જવાનો પ્રશ્ન રહેતો નથી અને દોષથી બચી જવાય છે. બહુ ઓછાને આવી સમજણ હોય છે. સારા સારા ઘરોમાં પણ આ સચવાતું નથી. કોઈ પણ ઉપયોગી બાબતની સમ્યક્ સમજણ તો જાણી લેવી જ જોઈએ. ખાન-પાનના દોષથી તો બચવું જ જોઈએ. ખાન-પાનમાં સ્વાદને મહત્ત્વ આપવું જોઈએ એ ખરું, પરંતુ એ સાથે આહા૨ના નિયમો પણ યથાવત્ સચવાવા જાઈએ જ. આપણે દહીંવડાંનો દાખલો લઈએ. દહીંવડાંનું નામ લેતાં જ ઘણાંને મોંમાં પાણી આવે ! વડાં કઠોળના બનેલાં હોય છે. ખાતી વખતે એમાં દહીં ભરપૂર ઉમેરાય છે; ત્યારે જ દહીંવડાં સ્વાદીષ્ટ લાગે ! મોટેભાગે આ દહીં કાચું ગ૨મ કર્યા વિનાનું) જ વપરાતું હોય છે. આથી વિદળ ભક્ષણનો દોષ લાગે જ. દલીલ એમ કરવામાં આવે છે કે દહીં ગરમ કરવાથી તેનું સ્વરૂપ જ બદલાઈ જાય અને ટેસ્ટ (સ્વાદ) પણ વિચિત્ર થઈ જાય ! પણ ના, સ્વાદને કેન્દ્રમાં રાખીને જ જો આપણા આહારના ધોરણો નક્કી કરીશું તો આરોગ્ય કથળશે. શરીર કથળવા સાથે આપણા ભાવ, મન, વિચારો અને પરિણતિ -આ બધું બદલાતું બદલાતું સૂક્ષ્મ રીતે અને પછી પ્રત્યક્ષ રીતે હિંસક, ક્રૂર અને અસહિષ્ણુ બનશે. અમારી પાસે આવતા ઘણા લોકો નિખાલસપણે કહે ૨૯૪ પાઠશાળા Jain Education International છે કે ધર્મ ક૨વા જેવો છે એમ અમે બુદ્ધિથી સ્વીકારીએ છીએ પણ આચરણમાં મૂકવાનું મન થતું નથી. તો, એનો પણ જવાબ આ છે . જેમ જેમ આહારમાં આવી પ્રગટ હિંસક પદ્ધતિ ચાલતી રહેશે તેમ તેમ એનાં પરિણામોની કોમળતા, સહજતાનો હ્રાસ થતો જશે. માટે આહારમાં ખૂબ સાત્ત્વિક, શુદ્ધ અને નિર્વિકારી ખોરાક તરફનો પક્ષપાત વધશે તેમ ફરીથી આપણે સાત્ત્વિક મનના માલિક બનતા જઈશું. હાઈબ્રીડ ટમેટાં વિષે જાણવા મળ્યું છે કે તેના કદ, રૂપ, રંગ આકર્ષક હોઈ કોઈને પણ તે ખાવાનું મન તો થઈ આવે, પરંતુ એને હાઈબ્રીડ બનાવવા માટે એમાં કેવા કેવા ઝેરી કેમિકલોનો ઉપયોગ થાય છે તે જાણીનેઆવા ટમેટાં ખાવાનું ભાગ્યે જ કોઈ પસંદ કરે ! જેનું ધામધૂમથી સ્વાગત થયું છે એવી આ એકવીસમી સદીમાં બજારુ ખાન-પાન ભયાનક ભેળસેળથી ઉભરાઈ રહ્યા છે. વિવેક તો આપણે જાતે જ કેળવવો પડશે. બજારની કોઈ પણ ખાદ્ય ચીજ મોંમાં નાખતાં પહેલાં સત્તરવાર વિચાર કરવો પડે તેમ છે. બ્રેડ-બટર, સેન્ડવીચ, કેક જેવી ચીજોનો જે હદે ઘર ઘરમાં વપરાશ વધ્યો છે તે ચિંતાજનક છે. એ બધું કેવી રીતે બને છે એ જોવામાં આવે તો ચોંકી જવાય તેમ છે. એક તો મેંદો, વળી તેને પોચો બનાવવા માટે આથવામાં આવે છે. બેક્ટેરિયાના પુષ્કળ જીવો સતત ઉત્પન્ન થતાં રહે ત્યારે આથો આવે. આ બધું આરોગ્ય માટે દુષ્પાચ્ય છે. એ પચાવવા માટે આંતરડાને વિશેષ શ્રમ પડે. આમ આ ખોરાક સંપૂર્ણપણે વર્જ્ય છે. ખાન-પાન અંગે હિતની વાતોમાં એક નાની પણ મહત્ત્વની વાત ઉમેરીએ. બુફેની ફેશન એવી જડ કરી ગઈ છે કે જાણે પાટલે બેસીને જમવાનું જુનવાણી લાગે ! ખરું જોતાં ઊભાં ઊભાં ખાવાથી સ્ટમક -પેટને બળ પડે છે. હાઈજનિક દૃષ્ટિએ પણ ઊભાં ઊભાં ખાવું સલાહભર્યું નથી. જમતી વખતે પેટ-હોજરી નરમ અને ઢીલા હોય તે સારું ગણાય છે. તેથી આપણી પ્રાચીન ભોજન પદ્ધતિ જ શ્રેષ્ઠ છે. પત્નીએ હેત-પ્રીતથી રસોઈ કરી હોય, માતાના હેતથી જમાડતી હોય; વળી જમતી વખતે પ્રસન્ન હળવું વાતાવરણ હોય તો તે ખોરાક સાચેજ આરોગ્યવર્ધક અને પુષ્ટિકારક બની રહે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382