Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 346
________________ રોજ બે કલાક આવો નિઃસ્વાર્થ વહીવટ કરવામાં પ્રાપ્તિ પણ થઈ શકે. તમે બધા તેવા ફળને પ્રાપ્ત કરો આપવા જોઈએ. એવી શુભેચ્છા દર્શાવું છું. પ્રભુજીની પેઢીનો વહીવટ મળે એ ધન્યભાગ્ય છે. એ આટલી શીખામણ માત્ર કલ્યાણમિત્ર ગુરભાવે તમને વહીવટ દોષરહિત કરવાના ફળરૂપે યાવત્ તીર્થંકર પદની આપી છે. દીપતા વહીવટની ગુરુ ચાવી વહીવટી સૂઝ એ કુદરતની આગવી બક્ષીસ છે. ક્યારેક તો તે પેઢી - દર પેઢી વારસામાં મળે છે. ઘણીવાર અમદાવાદ પાટણના અમુક-અમુક કુટુંબમાં આવું જોવા-જાણવા મળ્યું છે. એવી વ્યક્તિઓને હૈયા-ઉકલતને કારણે, ક્યારે? શું? કેમ? કેવી રીતે કરવું તે શીખવવું નથી પડતું; આપમેળે આવે છે. આ વાત સ્વીકાર્યા પછી પણ એક વાત અગત્યની ગણાય છે. જે વહીવટદારને પોતાનો વહીવટ દીપતો અને જાગતો રાખવો હોય તેણે રોજ રોજ એ વહીવટના ચોપડા જોવા જોઈએ. નીમેલા મહેતા-મુનિમકે મેનેજર કામ કેવી રીતે કરે છે તેની કાળજીભરી દેખરેખ રાખવી જોઈએ અને આ કામ કરવા માટે એ સંઘની, સંસ્થાની, પેઢી કે ઑફિસમાં રોજ જવું - જવું જ જોઈએ. એક આવો પ્રસંગ જાણીએ જે ઉપર જણાવેલા સુચનનો મહિમા સમજાવશે. ગુજરાતના લાડીલા લોકસેવક રવિશંકર મહારાજનો પ્રસંગ છે. એક ગામમાં ખેડૂતોની સભા સમક્ષ થોડું બોલ્યા પછી, કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો, તેવું કહ્યું. ત્યારે એક ખેડૂતભાઈ જેઓએ સારાં કપડાં પહેર્યા હતાં, તે ઊભા થયા. હાથ જોડી, વિનયપૂર્વક, પ્રશ્ન પૂછવાની અનુમતિ માંગી. મહારાજે હા કહી. ભાઈએ પૂછ્યું : મહારાજ! આપ ગામોગામ ફરો છો, ઘણી જાતના માણસોને મળો છો. ઘણા ખેડૂતોના પરિચયમાં પણ છો. તો, મારે જાણવું છે કે ખેતરમાં સારામાં સારો પાક થાય તે માટેનું ઉત્તમ ખાતર કયું? ભલે ઘણું મોંઘું હોય, પણ જો તેવું ખાતર જણાવો તો અમે તે વાપરીએ અને મબલખ પાક મેળવીએ. રવિશંકર મહારાજે ખોંખારો ખાઈને કહેવાનું શરૂ કર્યું! કહું? જો કે એવું ખાતર છે, પણ તે ખૂબ મોંઘું છે.” સભા એકી અવાજે બોલી, “ભલે, ભલે. પણ કહોને!” મહારાજ કહે, ‘તમારા પગની રજ.” સભા વિચારમાં પડી! “એ શું? અમને ન સમજાયું.' મહારાજે સ્પષ્ટતા કરી. “રોજ-રોજ તમે તમારા ખેતરે જાઓ એટલે ખેતરમાં ઊભા રહો. ખેતરમાં ચોતરફ ફરો. આજુબાજુની જગ્યાને જુઓ. તમારા પગની ધૂળ ત્યાં પડે. તમે ત્યાં ઊભા હો તો જ તમને સૂઝે કે આપણે આમ કરીએ, આ રીતે કરીએ વગેરે.... અને તેથી તમારા પાકના ઉતારામાં ઘણો વધારો થાય.' બસ, આ રીતે જ આ પ્રભુજીની પેઢીમાં પણ રોજ ઓછામાં ઓછો એક કલાક તો વિતાવવો જ જોઈએ. માત્ર મહેતા કે મુનિમ ઉપર આધાર રાખવો, એથી વહીવટદાર ક્યારેક મુશ્કેલીમાં મુકાય છે; આવું બનતું પણ હોય છે. એક બનેલી ઘટના : એક સંઘમાં પર્યુષણ પર્વમાં સંવત્સરીના દિવસે, બારસાસૂત્ર વહોરાવ્યા પછી તેને સોના-રૂપાના ફૂલડેથી વધાવવામાં આવે અને તેનો ચઢાવો બોલાય. અને ક્રમ મુજબ, આગલે દિવસે, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે, તેનો ચઢાવો પણ બોલાયો. ચોથની સવારે, શ્રી બારસાસૂત્ર વહોરાવવામાં આવ્યું. પાંચ પૂજા પણ થઈ. પછી વારો આવ્યો સોના-રૂપાના ફૂલડે વધાવવાનો. જેમણે આ ચઢાવો લીધો હતો તેમનો પરિવાર હોંશે હોંશે આગળ આવ્યો... વહીવટદારે ઉપાશ્રયના માણસના નામની બૂમ પાડી, કરસન! ફૂલ લાવ!” કરસન દોડતો આવ્યો, ‘ફૂલ? ફૂલ ક્યાં છે? મારી પાસે નથી!” વહીવટદારના ચહેરાનો રંગ બદલાયો. બૂમાબૂમ અને દોડાદોડ! આખો સંઘ હાજર. ચઢાવો બોલનાર પરિવાર આતુર! મુનિ મહારાજ બારસાસ્ત્રનું વાચન શરૂ કરવાના વિચારમાં... છેવટે છૂટા ચોખા આપવામાં આવ્યા. કામ ચલાવ્યું. ચઢાવો બોલનાર પરિવારના મોભી સમજુ અને ઉદાર. બાકી તો, ક્ષમાપનાના આવા પવિત્ર દિવસે મોટો ઝગડો પણ થઈ જાય! આવી બધી ચીજ-વસ્તુઓ વહીવટદારે જાતે શોધીને તૈયાર રાખવી જોઈએ. માત્ર શેઠાઈ તો લાંછનરૂપ બની રહે. પ્રાસંગિક રીતે વહીવટદારની જવાબદારીઓ તરફ આ અંગુલિનિર્દેશ છે. (સમજુને તો ઈશારો જ બસ થઈ જાય!) “દોડો' નહીં. ચાલો’ એ દીપતા વહીવટની ગુરુ ચાવી છે. Stels! વહીવટ: ૨૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382