Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 350
________________ ભૂકંપ પછી... આપ સૌ જાણો જ છો - તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧મહા સુદ બીજ ૨૦૫૭ ની સવારે ગણત્રીની સેકંડો માટે ભૂકંપ આવ્યો તેનાથી ગુજરાતના કચ્છ સહિતના અનેક ગામોમાં કેવો વિનાશ વેરાયો છે, ભૂકંપથી બધાને પારાવાર નુકશાન તો થયું છે પણ જૈનોને તો વ્યાપક નુકશાન થયું છે. કચ્છ-વાગડ પ્રદેશમાં તો ઘણા મોટા પાયે અનેક પ્રકારનું નુકશાન થયું છે. તેમ અમદાવાદમાં તથા સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં, ઉના-શાહબાગમાં પ્રાચીન ગુરુમંદિરોને, સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી, બજાણા, વડગામ ઝીંઝુવાડા વગેરે અનેક ગામોને તથા મોરબીરાજકોટ તથા અન્ય ગામોમાં દેવમંદિર, ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનકોને પારાવાર હાનિ થઈ છે. સંખ્યાબંધ જિનપ્રતિમાજી ખંડિત થયાં છે. ઘણાં પ્રતિમાજીને નિરૂપાયે ઉત્થાપન કરીને અન્યત્ર પધરાવવા પડ્યા છે. જૈન સંઘોએ, સંસ્થાઓએ, વ્યક્તિઓએ પણ વિશાળ પાયામાં આ બધા સ્થાનમાં જાતે જઈ, સર્વે કરી ત્યાં મરામત, પુનર્નિર્માણ વગેરે માહિતી મેળવી છે. માણસોનાં કુટુંબનાં કુટુંબ ખંડિત થયા તેને માટે પણ મોટે પાયે ભક્તિ સહાય શરૂ થયાં છે. સેંકડો જૈન પરિવારો, શ્રદ્ધાસંપન્ન, સમૃદ્ધ પરિવારો હામ, દામ ને હિંમત હારી ગયા છે. સૌ પ્રથમ તો તે બધાને ગૌરવભેર ઊભા કરવા જરૂરી છે તેવું બધાને લાગ્યું છે. વિનાશને જોનારા - સાંભળનારા બધા દિઙમૂઢ બની ગયા છે. નહીંતર રાણકપુરમાં કે પાલિતાણામાં એક પ્રતિમાજી ખંડિત થયા ત્યારે આપણે ત્યાં શ્રી સંઘમાં કેવી તો ચિંતા ફેલાઈ ગઇ હતી ! આ તો સંખ્યાબંધ પ્રતિમાજી ખંડિત થયાં છે છતાં એ અંગે ખાસ બળાપો, ચિંતાના સ્વર સંભળાતા નથી. હવે મૂળ વાત પર આવીએ - આ તો બની ગયું. હવે જ્યારે આ બધા જિનાલયોના પુનર્નિર્માણનો પ્રશ્ન આવશે ત્યારે શું કરવું ? જ્યાં જે ગામમાં જેવું દેરાસર હતું, જેટલાં પ્રભુજી તેમાં હતાં તેવું જ દેરાસર બનાવવું, તેમાં તેટલાં જ પ્રતિમાજી બિરાજમાન કરવાં ! શું કરવું ? એ બધાનાં પુનર્નિર્માણ કે નવનિર્માણ માટેનો વિશાળ ધનરાશી ક્યાંથી મેળવવો ! Jain Education International શ્રી સંઘોમાં જમા રહેલાં દેવદ્રવ્યનાં સંચિત ધનને આ કામમાં કેવી રીતે ઉપયાગમાં લાવવાં, તે બધા સંઘોને, તે વહીવટદારોને તેમને ત્યાંના નાણાં આવા કામોમાં કામે લગાડવા કોણ દો૨વણી આપે ! આ બધા પ્રશ્નો વ્યાપકપણે વિચારવા જેવા છે. પ્રતિમાજી નવા ભરાવવાં કે પધરાવવાં તો કેવાં ? મોટાં - નાનાં પધરાવવાં તે મુદ્દો પણ મહત્ત્વનો છે. હમણાં જાણ્યું કે અફઘાનિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જુની વિશાળકાય બુદ્ધ પ્રતિમાઓ તાલિબાને ખંડિત કરી. સમગ્ર મુસ્લિમ પ્રજા મૂર્તિની કટ્ટર વિરોધી છે. બૌદ્ધો પછીનો નંબર મૂર્તિપૂજકોમાં જૈનો અને વૈદિકોનો આવે છે. વિચારવા જેવું તો છે જ. વળી વર્તમાન પ્રચલિત પદ્ધતિથી પણ પ્રતિમાજીનાં તેજ-નૂર અને આવરદાંને હાનિ પહોંચે છે. જૈન ગૃહસ્થોની પરિસ્થિતિ પણ પલટાઈ છે. શહેરોમાં તો ઠીક છે, પૂજા કરનારની સંખ્યા સરખી દેખાય છે. બાકી ગામડાંઓમાં તો – વિહારમાં આપણા બધાનો અનુભવ છે કે – સાંજે તો આરતીમાં પણ બધો લાભ માત્ર પૂજારી જ લેતો હોય છે. પ્રાચીન મંદિરોમાં ગર્ભગૃહમાં એક જ પ્રતિમાજીની પદ્ધતિ જોવા મળે છે તે ઉચિત લાગે છે. આવા પ્રસંગે નવેસ૨થી મંદિરોનું નિર્માણ કરવાનું પ્રાપ્ત થયું જ છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે તે જરૂરી છે. આજના સોમપુરાઓ પણ આડેધડ એસ્ટીમેટ આપે છે. ૪૦/૫૦ લાખથી નીચે એકે દેરું ન બને તેવું કહે છે ત્યારે આ ક્ષેત્રમાં વર્ષોના જે અનુભવી સાધુમહારાજો હોય તેમનો પણ લાભ લેવાવો જોઈએ. કારણ કે શ્રી સંઘના દેવદ્રવ્યના નાણાં મૂર્ખ બનીને એમ એ બધાને ધરી ન દેવાય. (પૂજ્ય ઑકારસૂરિ મહારાજ ભલભલા સોમપુરાઓને કાન પકડાવતા, તેવો તેમનો અનુભવ હતો. મારી હાજરીમાં જ એક દેરાસરના ૮૦ લાખના પ્લાનને ૪૫ લાખ સુધી લઈ આવ્યા હતા!) એટલે આ વિષયમાં આપના વિચાર - મંતવ્ય જાણવા એવી જિજ્ઞાસા છે - ઉત્સુકતા છે. તો આપ વિચાર કરીને વિગતે ઉત્તર પાઠવશો. For Private & Personal Use Only વહીવટ : ૩૦૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382