________________
બધા ગામમાં આવા વહીવટદાર હોય તો કેવું સારું!
વહીવટદાર કેટલો સજાગ હોય - જાગરુક હોય તેના જે ઉદાહરણ જોવા – સાંભળવા મળે છે ત્યારે એમ થાય કે જ્ઞાની પુરુષોએ જે શીખવ્યું હોય છે તેને આચરણ દ્વારા જીવનારા પણ છે.
વાત ઊણ નામના ગામની છે. શંખેશ્વરથી ભીલડીયાજીના વિહારમાં આવતું ગામ ઊણ. અત્યારે રૂણી તીર્થ પ્રસિદ્ધિમાં આવ્યું છે તેની નજીકનું આ ગામ.
ઊણ ગામમાં હમણાં છેલ્લાં વર્ષોમાં સંઘના આગેવાન કહેવાય એવા એક મનસુખભાઈ જકશીભાઈ નામે શ્રાવક થઈ ગયા.અત્યારે તેમના દીકરા શાન્તિભાઈ વિધિકાર છે. વિધિ-વિધાન કરાવવામાં આજુબાજુના ગામોમાં તેઓ ખૂબ જ ઉપયોગી બનતા હોય છે.
આપણે આ મનસુખભાઈની વાત કરીશું. તેઓ ઊણ ગામમાં સંઘનો વહીવટ સંભાળતા હતા ત્યારે સંઘમાં એક શિરસ્તો હતો. જે કાંઈ બોલીઘીનો ચડાવો લીધો હોય તેની રકમ ભર્યા પછી જ સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું. બધા જ આ રીતે કમ ભરપાઈ કરી દે. ક્યારેક એકાદ વ્યક્તિની પણ રકમ બાકી હોય તો મનસુખભાઈ પારણું ન કરે. બધાની રકમ ભરાઈ ગઈ છે. -- એમ જાણ્યા પછી જ પારણું કરે. સંવત્સરીનો ઉપવાસ તો હોય જ. એકવાર એવું બન્યું કે પાંચમની સવારે પારણું ક૨વા બેસતાં પહેલાં
વહીવટ માત્ર સંસ્થાનો જ હોય એવું નથી. કોઈએ આપણામાં મૂકેલા વિશ્વાસને વફાદાર રહીને, તેમણે જણાવેલી રીતે એમણે ભળાવેલી વસ્તુની વ્યવસ્થા કરવી તે, આને પણ વહીવટ કહેવાય. જેનું કામ હાથ ધર્યું હોય તે વ્યક્તિને સંતોષ થાય તેમ વર્તવાનો ભાવ તે વહીવટની સફળતાનો પાયો છે. આ વાતને વ્યવહારુ દૃષ્ટાંતથી સમજી શકીશું.
એક ભાઈ ચાર ધામની યાત્રાએ જતાં પહેલાં પોતાનું જોખમ-દર દાગીનો-બધું એક પેટીમાં પેક કરીને તમને સોંપવા આવ્યા. તમે તેમને એક ઓરડામાં જગ્યા બતાવી અને કહ્યું કે, “ ત્યાં મૂકી દો.” પેલા ભાઈએ બધું મૂકી દીધું.
ik
જાત્રાએ જઈ ચાર મહીને એ ભાઈ પરત આવ્યા. તમારે ઘેર આવી પૂછે છે કે મારી પેટી જોઈએ છે.
તમે કહો છો કે, તમે જતાં જ્યાં જેવી રીતે મૂકી હતી ત્યાંથી લઈ લો. પેલા ભાઈ બારીક નજરે જુએ છે અને તે પેટી તેવી
૩૦૪ : પાઠશાળા
Jain Education International
પૂછ્યું કે બધાની રકમ આવી ગઈ છે ને! જવાબ મળ્યો : છ જણાની રકમ બાકી છે.
મનસુખભાઈએ સહજ કહ્યું : આજે મારે ઉપવાસ છે. બપોર સુધીમાં ગામમાં વાત ફેલાઈ ગઈ. ત્રણ જણા રકમ ભરી ગયા. વળી છઠ્ઠના દિવસે સવારમાં પૂછ્યું તો જાણવા મળ્યું કે હજુ ત્રણ જણાએ રકમ ભરવાની બાકી છે.
મનસુખભાઈએ ત્રીજા ઉપવાસના પચ્ચખાણ કર્યાં. લાપરવાઈથી બાકીનાઓએ રકમ ભરી ન હતી તે પણ આવીને ભરી ગયા. સાતમના દિવસે મનસુખભાઈએ અક્રમનું પારણું કર્યું. ગામમાં આ અઠ્ઠમની ઘણી અસર થઈ.
આજ દિવસ સુધી આ નિયમ એ ગામમાં જળવાયો છે. સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં જ બોલી/ચડાવાની કે ટીપની ૨કમના પૈસા ભરાઈ જ જાય!
સંઘનો એક પણ ભાઈ ધર્માદાનો દેવાદાર ન બને તે માટે વહીવટદારની કાળજીની કેટલી બધી અસર પડે છે કે સહુ કોઈના મનના ઊંડાણમાં આની અસર થાય છે અને સંઘ કાયમ માટે દેવામાંથી મુક્ત રહે છે.
આ હકીકત પરથી વહીવટદારે સંઘની કેટલી ચિંતા કાળજી કરવાની હોય છે તેનો એક મૂલ્યવાન બોધપાઠ મળે છે. આવી સજાગતા તમામ વહીવટદારોમાં આવે તો કેવું સારું! વહીવટદાર બનતાં પહેલાં
જ એની જગ્યાએથી લઈ લે. તમે તેનો શુદ્ધ વહીવટ કર્યો કહેવાય. એ માટે તમે તમારી કુતૂહલ વૃત્તિ કાબુમાં રાખી. કૌતુક અને ઔત્સુક્યને પણ વશ રાખ્યું. તમારી લોભવૃત્તિને તો તમે ઓગાળી છેજ.
આ તમે વહીવટ કર્યો. વહીવટદારની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા! વહીવટનો પ્રાણ વિશ્વાસ અને વચનપાલન છે. જે વસ્તુ જે રીતે, જે માટે, તમને સોંપવામાં આવી તે વસ્તુ, વિશ્વાસ વધે તે રીતે તમે સાચવો, તો વહીવટી દક્ષતા તમારામાં છે.
આવી સજ્જતા હોય તો જ કોઈનો વહીવટ સ્વીકારવો. અન્યથા, આદરપૂર્વક કહેવું કે આ મારાથી થઈ શકે તેમ નથી. આ મારો વિષય નથી. આમ કહેવા માટે પણ, નિખાલસતા જોઈએ; આટલી મૂડી તો દરેકની પાસે હોય છે જ -- જો તેને તે વાપરી શકે તો!
For Private & Personal Use Only
www.jainelibrary.org