________________
આમ, નિર્ભય બનાવનાર ક્ષમાપના પ્રસન્નકર્તા પણ છે. પોતાના અપરાધોની માફી માંગનાર, પછી આખી ઘટનાને ભૂલી જાય છે. મેજિક-સ્લેટની જેમ ચિત્તને કોઈ પણ ચિહ્ન વિનાનું કોરું કરી શકે એને તો સદા દિવાળી હોય. ક્ષમાપના વિષે, લૌકિક અને લોકોત્તર આ બે ઉદાહરણો આપણને એ રસ્તે જવા માટે પથદર્શક સમા છે. શરણાગતને ક્ષમા
એક ચોર હતો. એનો પરિવાર પણ મોટો ! એક દિવસ તેણે ઘરમાં આવી ખાવા માગ્યું. કમનસીબે ઘરમાં હાંડલા કુસ્તી કરે એવી હાલત હતી એટલે ચૂલો ઠંડો હતો. એ દિવસ તહેવા૨નો હતો અને ગામમાં એની ધમાલ હતી. ઘર-ઘરમાં ખીર રંધાતી હતી. એવો રિવાજ હતો. ચોરની પત્નીએ ક્યાંકથી તૈયાર ખીર ચોરી લાવવાનું કહ્યું ! ફરતાંફરતાં એક ઘરમાંથી રંધાયેલી ખીરની મીઠી સોડમ આવી. ઘરમાં ઘૂસી આખું તપેલું ઊંચકી એ તો ભાગ્યો ઘર ભણી ! કોઈ એને રોકી કે પકડી શક્યું નહીં. ઘરમાં આવી તપેલું મૂક્યું ત્યાં પત્નીએ ખીર સાથે ભજીયા-પૂરીની માગણી કરી. ચોર ફરી ઉપડ્યો.
તે દિવસે કોઈ પરદેશી રાજાએ સૈન્ય સાથે ગામ બહાર પડાવ નાખ્યો તો. તહેવારની વાત સાંભળી એના સેનાપતિના પરિવારને પણ ખીર ખાવાનું મન થયું. બે સૈનિકોને દોડાવ્યા ખીર લાવવા. ખીરની શોધ કરતાં સૈનિકો ચોરના ઘર નજીક આવ્યા અને બારણા પાસે ખીરનું તપેલું જોયું અને તે જ ઉપાડીને ચાલતાં થયાં. સેનાપતિ અને તેની પત્ની, તેનો ભાઈ, મા વગેરે બધા જોઈ રહ્યા. કોઈ દિવસ ખીર ખાધી નહી હોય ! એની સોડમથી સ્વાદ માણવા લલચાઈ રહ્યા.
આ બાજુ ભૂખ્યો ચોર, ભજીયા-પૂરી ન મળવાથી ખાલી હાથે પાછો આવ્યો. ઘ૨માં ખીરનું તપેલું જોયું નહીં. છોકરાઓને પૂછતાં જાણ્યું કે બે સૈનિકો આવી ઊપાડી ગયા છે. ચોરને ગુસ્સો આવ્યો. માર-માર કરતો તે છાવણી પાસે પહોંચ્યો. ત્યાં ખીરનું તપેલું જોઈ કાળઝાળ થયો અને સૈનિકના હાથમાંથી ભાલો ઝૂંટવી સેનાપતિની હત્યા કરીને ભાગ્યો. સેનાપતિની પત્ની અને માએ, હત્યારાને પકડી લાવવા સૈનિકોને દોડાવ્યા. પ્રાણનો બદલો પ્રાણથી જોઈએ. લપાતો છૂપાતો ચોર, ભૂખનો માર્યો બહુ ભાગી ન શક્યો
Jain Education International
અને પકડાઈ ગયો, મુશ્કેટાટ બાંધીને છાવણીમાં હાજર કરાયો. વેર અને બદલાની આગ વરસી રહી હતી. ચોર કહે :
શરણાગતને જ્યાં પ્રહાર કરી શકાય ત્યાં કરો. ભાલો અટકી ગયો. હવે શું કરવું ? શરણે આવેલાને મરાય નહીં. ચોરને માફી આપી, ઊભો કર્યો. શરણાગતને ભાઈ બનાવી સેનાપતિની પત્નીએ એને તિલક કર્યું, હાર પહેરાવ્યો.
આપણે જોઈ શક્યા કે સાવ નીચ કોટિના માણસમાં પણ જ્યાં વેર લેવાની તીવ્ર તરસ હતી ત્યાં માત્ર ‘શરણાગતને જ્યાં પ્રહાર કરાય ત્યાં કરો’ -આટલા વાક્ય માત્રથી વૈ૨ શમ્યું. આપણે તો તેનાથી ઉચ્ચ કોટિના છીએ અને ઘણા ઊંચા પ્રકારનો બોધ પામ્યા છીએ.
સામા પક્ષે મોટામાં મોટી ભૂલ હોય તો પણ તેને સામે ચાલીને માફ કરવી જોઈએ. બીજા દૃષ્ટાંતમાં આ વાત દૃઢતાપૂર્વક સમજીએ.
કલ્યાણમલ અને સહસ્રમલની કથા
જગદ્ગુરુ શ્રી હીરવિજયજી મહારાજના ગુરુભાઈ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના જીવનમાં બનેલી આ સત્ય ઘટના છે. રાજસ્થાનના મેડતા ગામમાં તપગચ્છના ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન હતા. ગામમાં શ્રાવકોના ઘણા ઘર હતા. એમાં કલ્યાણમલ નામના એક ધર્મનિષ્ઠ શ્રાવક આગળ પડતાં અને શ્રીમંત ગૃહસ્થ હતા. સવાર-સાંજ પ્રતિક્રમણ કરતાં. પક્ષીના દિવસે પૌષઘ કરતાં.
રોજ સવારે વ્યાખ્યાન-પ્રવચનમાં તેઓ નિયમિત આવતાં ત્યારે તેમના માથે માત્ર ફાળિયું બાંધેલું જોવા મળતું. બીજા સહુ શ્રાવકો માથે પાઘડી બાંધતા. એક દિવસે બપોરે એકાંત હતું ત્યારે ધર્મસાગરજીએ પૂછ્યું કે તમારે કોઈ અભિગ્રહ છે ? માથે પાઘડી કેમ મૂકતાં નથી ? ગુરુને ઉત્તર આપવો જોઈએ એટલે એમણે સંકોચ સહ કહ્યું : મેં પ્રતિજ્ઞા કરી છે કે સહસ્રમલ મંત્રીને માર્યા પછી જ માથે પાઘડી બાંધુ. ગુરુએ પૂછ્યું ઃ કેટલા વર્ષથી તમે આ પ્રતિજ્ઞા કરી છે ? ઉત્તર મળ્યો : પચીસ વર્ષથી. ગુરુદેવને લાગ્યું કે આનો ક્રોધ ઘણો ગાઢ લાગે છે. ક્રોધ ત્યજવા માટે દાખલાઓ આપી સમજાવ્યો પરંતુ તે કાંઈ સમજ્યો નહીં.
For Private & Personal Use Only
સમાપન ઃ ૩૨૯ www.jainelibrary.org