Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 359
________________ અમારે અહીં દેરાસરમાં, પ્રવેશદ્વાર પર, અવાર નવાર “કાળાં કપડાં પહેરીને પ્રવેશ કરવો નહીં” આવી સૂચના લખી હોય છે. કાળી ટોપી કે કાળો કમરપટ્ટો કે કાળો ઘડિયાળ-પટ્ટો પહેર્યો હોય, તે પણ ઉતરાવવામાં આવે છે. આ નિયમ પાછળનું કારણ જાણવું છે. અમને તો એવો ખયાલ હતો કે ગમે તે વર્ણનાં શુદ્ધ અને પવિત્રવસ્ત્રો પહેરી જઈ શકાય. કાળા વસ્ત્રથી થતી આશાતનાનાં કારણ સમજવાની ઇચ્છા થઈ છે. જિજ્ઞાસા ૧ ઉત્તર - તમારો પ્રશ્ન/જિજ્ઞાસા ખૂબ જ વિચારપ્રેરક છે. પ્રભુના શાસનમાં કશું નિરાધાર કે નિષ્કારણ નથી હોતું. હા, દરેક વિધાનની પાછળના હેતુનું આપણને જ્ઞાન ન હોય તેવું બને. એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. હા, તમે જે સૂચના-બોર્ડ જોયું હશે તે પ્રભુજીના મહોત્સવપ્રસંગમાં જ જોયું હશે. પ્રભુજીની પ્રાણ-પ્રતિષ્ઠા (અંજનશલાકા) મહોત્સવ કે પ્રભુજીનો ગાદીનશીન(પ્રતિષ્ઠા) મહોત્સવ અથવા શ્રી શાંતિસ્નાત્ર યા અષ્ટોત્તરી સ્નાત્ર જેવા શુભ-મંગલ પ્રસંગે આ સૂચન જોયું હશે. આવા મહોત્સવના આરંભથી જ એટલે કે કુંભસ્થાપના થાય ત્યારથી આ સૂચના કરવામાં આવે છે. વાત એમ છે કે પરમાત્મતત્ત્વનું આરોપણકાર્ય કે પરમાત્માને ગાદીએ બિરાજમાન કરવાનું કાર્ય એ અનેક જીવોના કલ્યાણમાં હેતુ બનનારું કાર્ય છે. કલ્યાણમાં ઉલ્લાસ એ પ્રાણ છે. પ્રભુ સ્વયં ઉલ્લાસમય છે તેથી આવા કાર્યનો પ્રારંભ થાય ત્યારથી, ઉલ્લાસ-ઉત્સાહનો વિરોધીભાવ શોક છે, તેની છાયા સુધ્ધાં આ પ્રસંગ પર ન પડવી જોઈએ.માત્ર ઉલ્લાસ.. ઉલ્લાસ જ વાતા-વરણમાં તરવરવો જોઈએ; તો જ એ પ્રસંગ સકલ આત્માના અભ્યુદયનું નિમિત્ત બની શકે. ૩૧૨ : પાઠશાળા Jain Education International આપણાં સંસારનો એક વણલખ્યો નિયમ છે કે કોઈ વ્યક્તિના સ્વજન ગુજરી ગયા હોય તો તેનાથી થયેલા શોક-દર્દને કારણે સારાં વસ્ત્રો પહેરવા ન ગમે, અને શોકદર્શક તથા ઉત્તમ ન કહેવાય તેવા વર્ણનાં - શ્યામ વર્ણનાં વસ્ત્રો પહેરવામાં આવે. તેવાં વસ્ત્રો પહેરીને આવનારના મનમાં શોકની કાલિમા સ્વાભાવિક જ છવાયેલી હોય અને એની અસર શોકાકુલ વાતાવરણ પર પણ થાય. ઉલ્લાસમય વાતાવરણમાં શોકની, જરા જેટલી પણ, છાંટ કે છાયા પડે તે અનુચિત છે માટે એવી વ્યક્તિને, એવા પ્રસંગે, એવા સ્થાને, એ દિવસોમાં પ્રવેશ આપવામાં આવતો નથી. માટે નિયમ બન્યો કે કાળાં વસ્ત્રો પહેરેલી વ્યક્તિએ આવવું નહીં. - એ બાબતમાં કાળી ટોપી કે કાળા વર્ણની અન્ય વસ્તુ અથવા અન્ય વસ્તુ સહિતની વ્યક્તિની અહીં વાત નથી. પરંતુ આ તો જન-સમૂહ છે. તેને આ બધી ઝીણી વિગતો કોણ સમજાવે? તેથી કાળી વસ્તુ માત્ર, પછી તે વસ્ત્ર હોય કે બંડી હોય, કામળી હોય, ટોપી હોય, પર્સ કે પટ્ટો હોય – નહીં એટલે નહીં. આમ મૂળ વાત છે. એના અનુસંધાનમાં એ જાણવું જરૂરી છે કે એવા મહા-મંગળ પ્રસંગોમાં શ્રી નેમિનાથ પ્રભુની જાન, પશુનો વાડો, રાજીમતીનું વિરહદર્દ દર્શાવતાં ચિત્રો, રચના કે રંગોળી; શ્રી મહાવીર પ્રભુના અને પાર્શ્વનાથ ભગવાનના જીવનના ઉપસર્ગો, પરીસહો વર્ણવતાં ચિત્રો-રચના-રંગોળી કે ગીતોનો, આવા ઉત્સવના દિવસોમાં સર્વથા નિષેધ ફરમાવવામાં આવે છે. એવું બધું જોનારના મનમાં એવું થવા વકી છે કે અ૨૨.. પ્રભુને આવા ઉપસર્ગો સહવા પડ્યા ? મારા પ્રભુજીને આવા માણસે દુઃખ આપ્યું ? ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ દોષ જાગે. માટે આવો અશુભ ભાવ પણ ચિત્તમાં ન ફરકે, તે માટે એવી બાબતોનો નિષેધ કરવામાં આવે છે. અરે ! આવા મંગળમય દિવસોમાં પ્રભુજી સમીપે, કુંભ-સ્થાપના કરવામાં આવી હોય તેની પાસે, ત્રિકાળ સ્મરણીય સ્તોત્રનો પાઠ કરવામાં આવે, તે પાઠ નવ હોવા છતાં તેમાંથી સાત જ ગણવાનું વિધાન છે. નવમાનાં બે, નમિાસ્તોત્ર અને ત્યાળમંવિસ્તોત્ર બાદ કરવામાં આવ્યાં છે. એ માટેનું કારણ એ છે કે, એ બન્ને સ્તોત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિષયક છે જેમાં કમઠે કરેલા ઉપસર્ગોનું For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382