Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 339
________________ પાચન થાય. એટલે કે, સૂર્યનાડી ચાલતી હોય ત્યારે જમવું જોઈએ. પરંતુ એમ ક્યાંથી બને કે, સૂર્યનાડી ચાલતી હોય ત્યારે જ જમવાનું બને ? એટલે નાડીતંત્રના અભ્યાસ પછી એ પ્રયોગ સિદ્ધ કરવામાં આવ્યો કે ડાબા ઢીંચણની નીચેની નસો ૫૨ દબાણ આવે ત્યારે જમણું નસકોરું ખૂલી જાય. આટલું જાણ્યા પછી ઢીંચણિયું ખૂબ ઉપયોગી લાગ્યું. જમવામાં ષટ્સ, એટલે કે છએ રસ આવી જાય તેમ આયુર્વેદ કહે છે. પરંતુ એ રસાસ્વાદમાં આતિશયતા ન હોવી જોઈએ. તે વાત પણ અગત્યની છે. વળી અન્નને વખોડીને નખાવું તેમજ વખાણીને પણ ન ખાવું એ અગત્યનું છે. અન્નએ દેવતા સ્વરૂપે છે, તેનો તિરસ્કાર ન કરવો. ગમે તેવી ચિડાયેલી મનઃસ્થિતિમાં પણ અન્નનો અનાદર ન કરવો. એટલે તો આપણે ત્યાં રિવાજ છે, ઘર બહા૨ જતી વખતે કોઈ જમવાનું નામ દે તો તેનો સ્વીકાર કર્યા વિના ન જવાય. ++++880+ અન્નનો એક કણ પણ નીચે ન પડવા દેવાય. નીચે પડ્યો હોય તો તે તરત લઈને વાસણમાં મૂકી દેવાવો જોઈએ. એની એક કથા છે : માલવા દેશના અધિપતિ ભોજ રાજાની સવારી એકવાર નીકળી હતી. રાજા ઘોડાના હોદ્દે બેઠા હતા. મંત્રી, સેનાપતિ વગેરે રસાલાથી પરિવરેલા હતા. થોડે આગળ જતાં, એક ભથવારી બાઈ પોતાના પતિ માટે ભાત લઈને ખેતરે જતી હતી. એ બાઈને ચાલતાં ઠેસ વાગી અને માથા પરના ભાથામાંથી, રાંધેલા ભાતના થોડા દાણા નીચે રસ્તા પર પડ્યા. રાજા ભોજના જોવામાં આ આવ્યું. રાજાએ પોતે સવારી અટકાવી, ઘોડા પરથી તરત ઊતર્યા અને પેલા દાણા હાથમાં લઈ, એના પર જે રજ લાગી હતી તે દૂર કરીને સાથેના માણસને આપ્યા. અન્ન પરનો આવો આદર જોઈ, અન્નદેવતા - અન્નપૂર્ણાદેવી તત્ક્ષણ પ્રસન્ન થયા અને રાજા ભોજને વરદાન આપ્યું : રાજન ! તમારા રાજ્યમાં ક્યારે પણ અન્ન-પાણીની અગવડ કે ઊણપ નહીં રહે, દુકાળ નહીં પડે. અને વાત સાચી છે. આપણે ક્યારે પણ માલવામાં દુકાળ કે અછત સાંભળતાં નથી. ત્યાં આજે પણ કહેતી પ્રચલિત છે : માનવ ભૂમિ દ્દન ગંભીર, પળ પળ રોટી ST ST નીર (અહીં ગહન શબ્દનો અર્થ વન-જંગલ થાય છે.) ૨૯૨ : પાઠશાળા Jain Education International એટલે મૂળ વાત એટલી છે કે અન્નને વાંદવાનું હોય છે. સંઘ-જમણ હોય, પોતાને ઉતાવળે બહાર જવાનું હોય તો, શેષ વાંદીને જાઓ –એમ કહેવાય. વધેલું અન્ન ખાળકૂવા કે ગટરમાં ન નખાય પણ ‘ચાટકે કૂંડી’માં જ મૂકાય જેથી ગાય-કૂતરાં જેવા પ્રાણીના મોંઢે તે જાય. એક વિચાર આવે છે કે ગૃહસ્થ પોતાની સમજણ વધારીને, સ્વાભાવિકપણે કશા ખર્ચ વધાર્યા વિના, જીવદયા પાળી શકે. ઉદાહરણરૂપે -ઘરમાં રોજની રસોઈમાં ઘઉંના લોટની રોટલી તો બનતી હોય છે જ. સૌ પ્રથમ લોટને ચાળવામાં આવે ત્યારે જે જાડો લોટ – થૂલું ચાળણીમાં રહી જાય તે ભાગ્યેજ ઉપયોગમાં લેવાતું હોય છે. તેને ગમે ત્યાં ફેંકી ન દેતાં, ભેગું કરી ગાયને ખવરાવવામાં આવે તો જીવદયાનું એક ઉત્તમ કામ થાય. આપણું મન પણ આ દિશામાં પરોવાય. આ વિચારવા જેવું છે અને પછી અમલમાં મૂકવા જેવું છે. હવે પછી આપણે કંદમૂળ – વિદળ અંગે થોડું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારીશું. વીરવિજયજી મહારાજે હિતશિક્ષા જેવી નાની પણ મહત્ત્વભરી રચના કરીને આપણા પર અનહદ ઉપકાર કર્યો છે; આનો ખૂબ પ્રચાર થવો જોઈએ. તમામ પાઠશાળામાં જરૂરી અભ્યાસક્રમમાં આને સ્થાન આપી દેવું જોઈએ. આ છત્રીસીને સારા ગાયક પાસે ગવડાવીને ઘેર ઘેર, નવી પેઢી સુધી પહોંચાડવી જોઈએ. એનો ઢાળ પણ સારી રીતે ગાઈ શકાય તેવો છે અને શબ્દો તો જલદી જીભે ચડી જાય તેવા છે. કંદમૂળ અભક્ષ્ય ને બોળો, વાસી વિદળ તે વર્ષોજી; For Private & Personal Use Only જૂઠ તજો, પરનિંદા, હિંસા, જો વળી નરભવ સર્જોજી. કંદમૂળત્યાગ વિષે અપાયેલી શિક્ષાની હવે વિચારણા કરીએ. ‘જૈનોથી કંદમૂળ ન ખવાય' આ વાત લોકમાં પ્રચલિત છે. મોટી રેસ્ટોરાં અને હોટલોમાં પણ જૈનો માટે આ સગવડ રાખવામાં આવે છે. છતાં આજની નવી પેઢી તરત જ સામો પ્રશ્ન કરે છે : શા માટે ? આવો પ્રશ્ન કરવાની મના નથી. પરંતુ ઉચિત ક્રમ એવો છે કે પ્રથમ સ્વીકાર કરીને www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382