Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 338
________________ રસકવિ પંડિત વીરવિજયજી મહારાજે હિત-શિક્ષા છત્રીસીમાં જીવન ઉપયોગી વાતો રસાળ શૈલીમાં વણી લીધી છે. દેવગુરુને વિધિપૂર્વક વાંદવાની વાત અને માતા-પિતાને પ્રણામ કરવાની વાત તેઓએ કરી છે, તે આપણે જોઈ, હવે તેઓએ ભોજન-જમવા બાબત જે વાતો કરી છે તે હવે જોઈએ. ‘ઇચ્છા વિણ નવિ જમીએજી વમન કરીને ચિંતાભળે, નબળે આસન બેસીજી, વિદિશે, દક્ષિણ દિશિ, અંધારે, બોઢુ પશુએ પેસીજી, અણજાણે ઋતુવંતી પાત્રે, પેટ અજીરણ વેળાજી, આકાશે ભોજન નવિ કરીએ બે જણ બેસી ભેળા.., અતિશય ઊનું, ખારું, ખાટું, શાક ઘણું નવિ ખાવુંજી, મૌનપણે, ઊઠીંગણ વરજી, જમતાં પહેલાં નાવું...' જૈન શાસ્ત્રકારોની એક ઉત્તમ મર્યાદા રહી છે કે ધર્મના કરવા લાયક કાર્યોમાં વિધેયાત્મક ઉપદેશ અને સંસારના કામોમાં નિષેધાત્મક ઉપદેશ કરવાની પ્રણાલિકા છે. તે મુજબ, જમવાની વાતમાં, જમતી વખતે શું શું વર્જવું તે વાતો વિસ્તારથી જણાવે છે. શું જમવું, કેવી રીતે જમવું એની શીખામણ નથી આપતાં પણ એને બદલે, જમતી વખતે શું ન કરવું તેની વાત કહે છે. તેનો વિસ્તાર ન કરતાં, જરૂર પૂરતું વિવરણ કરીશું. છે ઇચ્છા વિના ન જમવું. (જુઓ - ઇચ્છા હોય, રુચિ હોય ત્યારે જમવું એવું નિરૂપણ કર્યું નથી.) ૪ વિદિશા સન્મુખ બેસીને અને દક્ષિણ દિશા સન્મુખ બેસીને ન જમવું. છે ખુલ્લામાં – ઉપર આકાશ હોય તેવા સ્થાને ન જમવું (ઊભા ઊભા ખાવાની વાત તો છે જ નહીં.) છે તડકામાં બેસી ન ખાવું. છે નબળા આસને બેસીને ન જમવું. ઊઠીંગણ એટલે કે અઢેલીને બેસીને ન જમવું. છે એક ભાણામાં બે જણે સાથે બેસીને ન જમવું. » અજીરણ - અપચો હોય ત્યારે ન જમવું. છે અતિશય ઊનું, અતિશય ઠંડ, અતિશય ખારું, અતિશય ખાટું ન જમવું. છે શાક-ભાજી અતિશય ન ખાવા. છે કંદમૂળ અને વિદળ ન ખાવા. અજાણી ચીજ ન જમવી, અજાણ્યા ઘરમાં ન જમવું. આમ, જમવાની બાબતમાં નિષેધ પક્ષમાં ઘણી વાતો કરી છે. આ બધી જ વાતો ઉપયોગી છે. જમવા જેવી બાબતમાં દિશાનો, સ્થાનનો, સમયનો વિચાર ભારતીય ઋષિ-મુનિઓ સિવાય બીજા કોઈએ ભાગ્યે જ કર્યો હશે ! આ સૂચનોથી લાભ થતો જોવા મળે છે, તેમજ એ પ્રમાણેના સૂચનો ન સાચવવાથી હાનિ થતી જોવા મળે છે. આ નિયમોની મૂળભૂત પરંપરા હતી તે સુંદર હતી. પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ અથવા એમ શક્ય ન હોય ત્યારે પશ્ચિમ દિશા સન્મુખ જમવા બેસવું. પોતાની નાભિથી ઉપર ભાણું રાખવું. પ્રસન્ન વાતાવરણમાં આનંદપૂર્વક જમવું. પત્નીએ પ્રેમપૂર્વક રાંધેલું અને માએ હેતથી પીરસેલું અન્ન ઉદરમાં જઈને એક એવા ભાવનું નિર્માણ કરે છે જે જીવોના પ્રત્યેના અકારણ સ્નેહનું કારણ બને છે. એ અન્નને અમી કહેવાય છે. જમણવારમાં લોકો એક-બીજાને આગ્રહપૂર્વક જમાડતા. જ્યારે આજે પશ્ચિમના દેશોમાંથી આવેલી સ્વર-ભોજન પ્રથામાં પીરસવાનું આવતું જ નથી, તો પ્રેમપૂર્વક આગ્રહની તો વાત જ ક્યાંથી આવે ? ભોજન બેસીને જ કરવામાં આવતું; તેમાં પણ વિશિષ્ટ રીત જોવા મળતી. (આજે તેના દર્શન તો શું, એની વાતો ય સાંભળવા નથી મળતી !). જમતી વખતે ઢીંચણિયું આપવામાં આવતું. શ્રીમંત પરિવારમાં તો પિત્તળના નકશીદાર ઢીંચણિયા વપરાતાં. તેનો ઉપયોગ જમતી વખતે થતો. પલાંઠી વાળીને જમવા બેસે ત્યારે ઢીંચણિયાને ડાબા પગની નીચે મૂકવામાં આવતું. સૌરાષ્ટ્રના ગામડાંમાં આ પ્રથા હજુ હમણાં ય જાણે પ્રચલિત હતી. પચીસ-ત્રીસ વર્ષ પહેલાં આવું દ્રશ્ય જોયાનું ઘણાંને યાદ હશે. અલબત્ત, ઢીંચણિયાના આ ઉપયોગનું પ્રયોજન બહુ ઓછા લોકો જાણતાં : “ખબર નહીં, પણ અમે તો વર્ષોથી આ આમ વાપરીએ છીએ. અમે એની એવી ટેવ પડી ગઈ છે કે એવા વિના અમને જમવાનું ફાવતું નથી ' - આમ ઘણા પાસે સાંભળ્યું છે. સ્વરોદયના એક અચ્છા જાણકાર મળ્યા, તેમની પાસેથી આ વિષે જાણવા મળ્યું કે, પાણી પીતી વખતે ચન્દ્રનાડી(ડાબું નસકોરું) અને જમતી વખતે સૂર્યનાડી(જમણું નસકોરું) ચાલે તો અન્ને બરાબર હિતની વાતો : ૨૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382