________________
ધાર્મિક વહીવટદારોની આચાર-વિચાર સંહિતા
-- એક અંગુલિનિર્દેશ
વિશ્વ ઉપકારી શ્રી મહાવીર પ્રભુના ચરણોમાં વંદના કરી, આજની વાત શરૂ કરીએ. - આપણા જૈન સમાજના અનેક નાના-મોટા સંઘના વહીવટદારો જ્યારે મળે ત્યારે અવારનવાર અમને પૂછતા રહેતા હોય છે કે અમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કે જેથી અમારો વહીવટ પારદર્શક બને અને અમે પાપથી બચી જઈએ. આ બધા મોભીઓને નજરસમક્ષ રાખી એમને ઉપયોગી વાતો કરવાનો ઉપક્રમ છે.
જોઈએ. સૌથી વિશેષ તો એ કે એ પોતાની જાતને વ્યવસ્થાપક માનવો જોઈએ. નક્કી કરાયેલા બંધારણ અને ધારાધોરણ મુજબનો જ એ વહીવટ કરતો હોવો જોઈએ. મારા સંઘની પેઢી એ જિનશાસનની મૂળ પેઢીની એક શાખા (બ્રાંચ) છે, જિન શાસનનો ચોપડો એક છે, મારા દેરાસરના ભંડારનો એક એક પૈસો ભારતભરના સકળ સંઘનો છે.” - એવું માનનારો તે હોય. તે એવું ન માને કે મારે ત્યાંની આવક મારા જ સંઘમાં વાપરવાની, બીજાને શાને આપવાની ? કદાચ આપવી પડે એમ હોય તો, આપણે ત્યાં વપરાઈ રહે પછી જે વધે એમાંથી થોડી થોડી આપવી. આપણે ત્યાંના બધા બારણાં ચાંદીના થઈ જાય, પ્રભુજીના પૂંઠીયા ચાંદીના થઈ જાય - અહીંનું ચાંદી-સોનું અહીં જ વપરાવું જોઈએ - આવા વિચારો સંઘની મોટી આશાતના કરે છે. જ્યારે અન્ય અનેક દેરાસરો જીર્ણ થઈ ગયા છે તેને ભોગે વપરાતી આ ચાંદી, ચાંદી નથી પણ કથીર છે!
વહીવટદારોનો પ્રશ્ન શ્રી સંઘના મૂળભૂત પ્રશ્નો પૈકીનો છે. વહીવટદાર અને તે પણ અતિ શાસનના સાતક્ષેત્રનો વહીવટદાર ! વહીવટદારની પાસે જે સત્તા છે તે પણ ઘણી મોટી છે. એ પોતાની જાતને શ્રી સંઘનો પ્રતિનિધિ માને તો તેની સીકલ જ બદલાઈ જાય ! પ્રભુનો અને પ્રભુના શાસનનો, પ્રભુના સંઘનો હું સેવક છું એવા ભાવથી વહીવટ થાય તો લાભદાયી થાય. પરંતુ વર્તમાન વહીવટદારના દીદાર, માલિકના છે એમ કહેવું પડે છે. મનમાં પ્રશ્ન પણ થાય છે કે આજના વહીવટદારનું ક્વૉલિફિકેશન શું? તેમની પાત્રતા કેટલી? આ વિશ્વાસમાં જ્યારે થાપ ખવાય છે ત્યાંથી જ ખરી યાતનાની શરૂઆત થાય છે. સાર્થકતા ન જળવાય એટલે પરિણામ અવળું આવે છે. મુખ્યત્વે આપણે પૈસાદાર અને સંપન્ન વ્યક્તિને વહીવટદાર બનાવીએ છીએ. હકીકતમાં આ યોગ્યતા વિપરીત જણાય છે. પૈસો જ કેન્દ્રમાં આવે છે. પૈસાદાર વ્યક્તિ હિસાબમાં ગોલમાલ ન કરે એવું મનાય છે. ઠીક છે. પૈસો કદાચ સચવાશે પરંતુ બીજું બધું - આદર બહુમાન વગેરે ખાડે જાય છે. ધર્મના ભોગે સચવાતો પૈસો પણ અધર્મનો પૈસો છે. તે સદ્બુદ્ધિ નષ્ટ કરે છે. કોણ સમજાવશે આ? ભલે તે પૈસાદાર હોય, પરંતુ પહેલી યોગ્યતા એ છે કે તે ધર્મનો રાગી હોવો જોઈએ. દેવગુરુનો તો રાગી હોય જ. તે પ્રામાણિક હોવો જોઈએ. ધર્મ-દ્રવ્યની વ્યવસ્થાનો કુશળ જાણકાર હોવો
તો
સામાન્ય રીતે તમે સહુ જાણો જ છો કે, વહીવટ કેમ કરવો! છતાં, કેટલીક વિશેષ વાતો તમારા ધ્યાનમાં ન આવી હોય, આવી હોય તો તે તે મુદ્દાઓની ગંભીરતા ન જણાઈ હોય એવા ઘણા મુદ્દાઓ પરત્વે તમારું ધ્યાન દોરવું છે. શાસ્ત્રપાઠો સાથેની આ વિષયની વાતો તો આપણે ત્યાં પ્રકાશિત થઈ ચૂકી છે, તેમાંથી તે જાણી શકાશે. અહીં કેટલીક વ્યવહારુ બાબતો તરફ અંગુલિનિર્દેશ કરવો છે.
(૧) વીતરાગ પ્રભુના સંઘનો વહીવટ કરવાનો મોકો મળ્યો છે તે, “આપણું એ કેવું પુણ્ય કે આવું પુણ્યવૃદ્ધિનું કામ આપણને મળ્યું.” -- આવા ભાવ મનમાં નિરંતર રહેવા જોઈએ. પોતાની જાતને ભાગ્યશાળી ગણવી જોઈએ. ચાલુ પેઢીની જેમ આ વહીવટને ન ગણવો જોઈએ. ધંધાદારી પેઢીઓમાં જેમ શેઠાઈ કરવામાં આવે છે તેમ અહીં થવું ન જોઈએ.
(૨) દેવ અને ગુરુ પ્રત્યે અતિશય મમત્વ, પ્રીતિ અને ભક્તિભાવ હોય તો જ આ વહીવટ સ્વીકારવો અન્યથા પુણ્ય બંધાય એવા આ સ્થાને ઘણું પાપ બંધાઈ જશે. ગુસંસ્થા
૨૯ ૬: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org