________________
મધ્યકાલિન ગુજરાતી જૈન કવિઓમાં રસકવિ પંડિત શ્રી વીર વિજયજી(શુભવી૨)નું નામ આદર સાથે લેવાય છે. તેમણે રચેલી રચનાઓમાં વણ-વિષયને લિજ્જતથી રજૂ કરવાની કળાના દર્શન થાય છે. તેમણે રચેલા પૂજા સાહિત્યથી તેઓ અમર રહ્યા છે. એ પ્રકાર એમને ખૂબ ફાવ્યો છે. તેઓ તેમાં ખૂબ ખીલ્યા છે. તેમની ઢાળો ખુબ જ લોકપ્રિય અને પ્રચલિત બની. ક્યાંય પણ એમની રચેલી ઢાળો ગવાતી સાંભળીએ ત્યારે, ત્યાં થંભી જઈને રસાળ શબ્દો, તેના સ્વર-લાલિત્ય અને નાદ-માધુર્યના કારણે, આપણા કાન મારગ થઈને જીભ પર સવાર થઈ જાય ! પ્રભુજીની પાસે ભણાતા સ્નાત્રના શબ્દોનો આવો અનુભવ આપણને બધાને થાય છે. એક અર્થમાં તેઓ વ્યવહા૨વિચક્ષણ કવિ છે. તેમના રાસ સાહિત્યમાં ડોકિયું કરવાથી આ વાતની ખાત્રી થયા વિના રહેતી નથી.
એ રાસાઓમાં તેમણે વ્યવહારુ ડહાપણની વાતો ઠેકઠેકાણે વેરી છે; તેવી વાતોની એક નાની છતાં નાજુક, નમણી અને હૃદયસ્પર્શી રચના બનાવી છે. તેમાં છત્રીસ કડી છે માટે તેને હિતશિક્ષા છત્રીસી કહેવાય છે. તેમાં ક્રમશઃ પ્રથમ પુરુષો માટે હિત-શિખામણ આવે છે. પછી સ્ત્રીઓ માટે અને તે પછી સ્ત્રી-પુરુષ બન્ને માટેની હિતશિખામણની કડીઓ આવે છે.
અહીં, તેમાંથી થોડીક થોડીક કડીઓના આધારે હિતની વાતો કરવાનો ઉપક્રમ છે. અહીં ક્રમ વિષયને અનુરૂપ રાખ્યો છે.
હિતની વાતો
+++
પ્રભાતે જાગ્યા પછી ક૨વા લાયક કામ માટે તેઓએ સુંદર શબ્દો પ્રયોજ્યા છે :
માતાને ચરણે શીશ નમાવે,
બાપને કરીય પ્રણામો જી;
દેવગુરુને વિધિએ વાંદી, કરે સંસારના કામો.
સુણજો સજ્જન રે, લોક વિરુદ્ધ નિવારો, સુણજો સજ્જન રે, જગત વડો વ્યવહારો.
૨૮૮: પાઠશાળા
Jain Education International
ગૃહસ્થનું જીવન છે : પ્રાતઃકાળમાં સૂર્યોદય પહેલાં તે જાગે છે. સર્વ પ્રથમ નવકાર મહામંત્રનું સ્મરણ કરે છે. પોતાની નાસિકાના બે ફોરણાંમાંથી જે તરફનો શ્વાસ લેવાતો હોય તે તરફનો પગ, પથારીની બહાર પહેલાં મૂકે પછી દેહ ચિંતા/શંકા ટાળે, તે પછી માતાની પાસે જઈ તેના ચરણે મસ્તક નમાવીને કૂશળ પૂછે. ઉપકારી વર્ગમાં સૌથી પહેલું સ્થાન માતાનું છે. આ પૃથ્વી પર અવતરણ થયું --જન્મ થયો તે પછી સર્વ પ્રથમ આપણા પર વાત્સલ્યપૂર્ણ દૃષ્ટિપાત માતાનો થયો. હર્ષ ભરેલા હૈયાથી અને અમી ભરેલી આંખડીથી સ્નેહ સીંચનાર માતા છે. આપણે તેનો જ એક હિસ્સો છીએ. આપણું પીંડ તેનામાંથી જ નીપજ્યું છે. માતાના દેહમાંથી જન્મતું શિશુ તેના દૂધથી પોષાય છે. તેના લાડકોડથી મોટું થાય છે ને તેના પ્રેમથી માનવ બને છે. બાળકને જોઈ -‘લોચને કોના જેવો' એ પ્રશ્નના ઉત્તરમાં, કાં માતાનું નામ આવે, કાં મોસાળનું નામ આવે. માટે પહેલા પ્રણામ માતાને. કવિ રામનારાયણ પાઠકના જાણીતા ગીતમાં આ શબ્દો છે : ‘પહેલા પરણામ મારા માતાજીને કહેજો.’ --આ સર્વ સ્વીકૃત વાત છે.
અત્યારે માતા સંબંધી વાત કરવી છે અને તેના પર વધુ ધ્યાન દોરવાનું મન થયું છે. શિશુના મુખેથી નીકળતો પહેલો શબ્દ હોય છે : ‘બા' કવિતામાં પણ આવે છે : વહાલામાં વહાલી લાગે મને બા, બા, બા.
ભગવાનની જેમ બા સાથેનો વ્યવહાર પણ એકવચનથી થાય છે. નાનપણમાં આ તું'કારો મીઠો લાગે છે. સોળેક વર્ષની વય સુધી એ શોભે પણ છે. પછી પુખ્ત વય થતાં એને બહુવચનથી બોલાવી એનું ઔચિત્ય જળવાય છે. પરમાત્માની જેમ માતા મહાનથી પણ મહાન છે અને નાનાથી પણ નાની છે. કથિરનું કંચન માતાના વાત્સલ્યથી જ થઈ શકે છે.
આ ક્રમથી, પછી પિતાજીને પ્રણામ કરવાની વાત કરી છે. ત્યાર બાદ, સ્નાન વગેરે કરી પવિત્ર-ચોખ્ખા થઈ દેવાધિદેવને, ગુરુને વિધિપૂર્વક વંદન કરવાના છે : ‘દેવ અને ગુરુને વિધિએ વાંદીએ' - એ આગળ જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org