________________
કોણ જાણે છે ? પ્રગટનાથની જગ્યાએ લઈ ગયા. અન્ય બ્રાહ્મણોએ ઓળખ આપી. પેલા મેડીવાળા સજ્જન પણ સાથે હતા. એમના મનમાં સળવળાટ ચાલી રહ્યો હતો ! બ્રહ્મ-હત્યાનું પાતક લલાટે લાગ્યું ! મન કડવું-કડવું થઈ ગયું. અગ્નિ-સંસ્કાર તો કર્યો પણ મનમાં એથી યે ભારે લ્હાય લાગી હતી. અપાર પસ્તાવો કરતાં કરતાં માંહ્યલો જાગી ગયો ! અગ્નિસંસ્કાર પછી ગૌતમ કુંડમાં સ્નાન કરવાને બદલે એ પાતક ધોવા હિમાલયની વાટ પકડી !
એના મનને થયું, આવા નિર્દોષ અને ઉત્તમ કુળના ઉત્તમ આચારસંપન્ન બ્રાહ્મણને મેં ના કહી. એમ ના કહેતાં મારી જીભ કેમ સિવાઈ ન ગઈ ? મારું આ પાપ શે ધોવાશે ? પોતે પણ બ્રાહ્મણ હતા. સમજણ તો હતી જ. પરંતુ જવાનીના તોરમાં ના પડાઈ ગઈ હતી.
ટેવ વશ, ‘આવા તો યાચકો આવ્યા જ કરે; બધાને આપ્યા કરીએ તો પાર જ ન આવે' -- આવા સામાન્ય, તુચ્છ અને છીછરા વિચારોથી પ્રેરિત થઈને ના કહેવાઈ ગઈ હતી તે ઘણી ભારે પડી ગઈ.
આપણે ‘ના' તો ન જ કહીએ.
થોડું તો ભલે થોડું. આપીએ જરૂર. નવા વરસે એટલું તો નક્કી કરીએ કે ‘ના’ તો ન જ કહીએ.
નીચેની પંક્તિ એ વિચારને બળ આપે એવી ચોટદાર છે :
એમાં શું?
વૈભવ હોય પણ વ્યવસ્થા ન હોય તો વૈભવ ટકે નહીં એવું ક્યારેક જોવા મળે છે.
એક કાળના ધનવાન એવા એક શેઠને નબળા દિવસો જોવાનો વારો આવ્યો. લેણદારોને ચૂકવણી કરવા માટે સંપત્તિ વેચવી પડી. આમ સામેથી સંપત્તિ વેચવા નીકળે એટલે તો સોના સાઈઠ જ ઉપજે ને ! ઘરેણાં અને દુકાન વેચ્યા પછી હવે વારો ઘર વેચવાનો આવ્યો. જાહોજલાલીમાં બનાવેલું ઘર પણ ખાસ્સું હવેલી જેટલું મોટું ! એના પણ ભાવ-તાલ નક્કી થયા. રાચરચીલાં સાથે જ સોદો થયો.
૨૮૬: પાઠશાળા
યાચકો નવિ યાચે છે, બોધ આપે ઘેર ઘેર; આપો, આપો. ન આપો તો, મારા જેવા તમે થશો.
લેવાલ વેપારી કબજો લેતા પહેલાં રાચરચીલાં વગેરેની યાદી કરવા બેઠા. વેચનાર શેઠ એક-એક વસ્તુ ગણાવતા જાય. લેનાર યાદી પ્રમાણે ચીજ-વસ્તુ મેળવતા જાય.
Jain Education International
ક્રમમાં બધું આવતું ગયું, ગણાતું ગયું, મેળવાતું ગયું. તેમાં ખુરશીઓનો વારો આવ્યો. હાથાવાળી અને હાથા વિનાની ખુરશીઓ ગણાતી ગઈ અને નિશાની થતી ગઈ. નોંધમાં તેર ખુરશીઓ હતી અને ઘરમાંથી ગોતી ગોતીને ભેગી કરતાં બાર જ થઈ. લેનાર વેપારીએ કહ્યું ઃ ક્યાંક આડી-અવળી ઉપરનીચે પડી હશે. જોવરાવો.
વેચનાર શેઠ કહે : એમાં શું ? તેરને બદલે બાર છે તો બાર !
લેનાર વેપારી તરત બોલ્યો ઃ ‘એમાં શું ’ એવું તમે કહો છે તેમાં જ તમારે બધું વેચવાના દિવસ આવ્યા અને મારે લેવાનો વારો આવ્યો !
For Private & Personal Use Only
www.jainelibrary.org