________________
ખુશી કી ખોજ - આસ્વાદ
આપણા જેવાના મનમાં, ધણા વખતથી ઘૂંટાતા ભાવોને કવિ ક્યારેક કેવી સુંદર રીતે વાચા આપતા હોય છે ! અહીં હિંદી ભાષામાં કવયિત્રી નન્દિની મહેતાએ, માત્ર ચાર કડીમાં આપણા મનની ખરલમાં ઘૂંટાતી વાત કરી છે. આ વાત તેમની જ નથી, આપણા બધાંની છે.
આપણા મનને વિચિત્ર ટેવ પડી છે, જે નથી તેને જ યાદ કરવાની, નથી તેની ફરિયાદ કરવાની. પ્રમાણિકપણે એક યાદી કરીએ તો નવ્વાણું ચીજ આપણને મળી છે એવું જણાશે. ન મળેલી ચીજ થોડી જ હશે. વળી જે નથી મળ્યું તેનાં રોદણાં એવાં ગાઈશું કે મળેલી ચીજોનાં ગુણગાન કરવાનો સમય જ નહીં મળે ! અર્થાત્, ન મળેલાની હાયમાં મળેલાને માણી જ નથી શકતા. આ વાત પ્રથમ પંક્તિમાં સ૨સ રજૂ થઈ છે. દુ:ખ તો ચુલ્લુભર એટલે કે હથેળીભર છે. જ્યારે સુખની તો આખી દુનિયા મળી છે. એને, માનેલા દુઃખમાં, શા માટે ડુબાડી દઉં ?
કોઈ પણ પરિસ્થિતિ હશે, થોડી ખામી તો રહેવાની જ. ઓછપ તો રહેવાની જ. જગ્યા બાર ઈંચની અને દોરી તેર ઇંચની; ગમે તે તરફ ખેંચો, એક ઇંચની જગ્યા તો ઓછી પડવાની જ. બધાંને બધું ક્યારેય મળતું નથી. નિયતિના આ સ્વીકારને બદલે ફરિયાદ શા માટે કરું ? એવી ફરિયાદ કરીને મારા જ જીવનમાં કાંટા વેરવાનું કામ કરવાની મૂર્ખામી શા માટે કરું ?
જીવનમાં ઇચ્છા(ચાહત)ની પણ એક મજા છે. એને પૂરી કરવાની મહેનત છે. મહેનત છે તો થાક છે. થાક છે તો આરામની મીઠાશ છે. બધી ઇચ્છાઓ પૂરી થઈ જાય તો ચાહવાનું-ઇચ્છવાનું-મેળવવાનું શું બાકી રહે ? કાંઈ બાકી ન રહે તો પછી જીવવાનું પ્રયોજન પણ શું રહે ? જાણીતા સંગીતકાર નૌશાદઅલીને કોઈએ પૂછ્યું ઃ જૈફ વયે પણ તમે ખૂબ પ્રવૃત્ત રહો છો તેનો તમને કંટાળો નથી આવતો ? એમનો જવાબ કેવો સૂચક છે ઃ
Jain Education International
मेरी ये प्यास बुझी होती तो ये जिंदगी जिंदगी न होती। પ્યાસ છે તો જિંદગી છે. ઇચ્છા છે, તો મથામણ છે. મથામણ જ ન રહે તો જીવન ક્યાંથી રહેવાનું?
કવયિત્રી કહે છે ઃ ભગવાનકૃપાથી જે મળ્યું છે તેમાં જ હું મગ્ન બની જાઉં. અભાવની પીડાને ઘૂંટીને ઘેરી શાને બનાવું કે જેથી અણુ જેટલી પીડા વિરાટ શિલા જેવડી બની જાય ? એ વિરાટ શિલાની આડશથી મને સામાની પાંપણે બાઝેલાં ‘અશ્રુબિંદુ' ન દેખાય ?
સાવ-નાની અમથી, ક્ષણિક, ક્ષુલ્લક, ક્ષુદ્ર, -એવી પીડામાં એમ ડૂબી જવું નથી કે બીજાની પીડાને હું જોવા જ ન પામું. ના, મારે એવા એકલપેટા નથી થવું.
બીજાનાં દુ:ખો જોઉં છું ત્યારે મને મારાં દુ:ખ કોઈને કહેવા જેવાં પણ, લાગતા નથી. કહેવતરૂપી એક વાક્ય છે : તારું દુ:ખ શ્રેણિક રાજાના કારાગારના એક કલાક જેટલું પણ નથી, ગજસુકુમાર મુનિના દુઃખની એક મિનિટ જેટલું પણ નથી.
--તો શા માટે આવા નાનાં-નાનાં દુઃખોને મેગ્નિફાઈંગ ગ્લાસથી મોટાં કરીને જોવાં? એને સમતાપૂર્વક શા માટે ન વેઠી લઉં ?
સત્ર, ન વુશી હો, મનજૂરી ન હોય
દુઃખ વેઠી લઉં તો ધીરજથી, મજબૂરીથી નહીં ! બસ, આટલું આવડે તો પેલા કાગડાની જેમ મોજથી ગાવા માંડીશું. જે સ્થિતિમાં કાગડાને મૂક્યો એમાં એને આનંદ-આનંદ જ હતો ! પાણીમાં નાખ્યો તો કહે, હાશ ! કેવી ટાઢક થઈ, ઘણા વખતની બળતરા મટી ગઈ ! કાંટામાં નાખ્યો તો કહે, હાશ ! શરીરમાં એટલી બધી ચળ આવતી હતી; હવે શાતા થશે ! તડકે નાખ્યો તો કહે, વાહ ! કેવી હૂંફ મળી !
આવી વૃત્તિ કેળવીએ તો, સર્વત્ર ખુશીની જ ભેટ મળશે.
For Private & Personal Use Only
કાવ્ય-આસ્વાદ : ૧૮૯
www.jainelibrary.org