________________
વણવાનું કામ ચાલતું હતું.
ભાઈ ઘરમાં દાખલ થયા. ઝબ્બામાંથી ચશ્મા, પાકીટ કાઢવા હાથ ગજવામાં નાખ્યો તો હાથ જ સીધો બહાર આવ્યો ! રસોડામાંથી પત્નીની નજર પણ પડી; હાથ બહાર નીકળેલો જોઈને પત્નીના હૃદયમાં ફાળ પડી. પરંતુ ભાઈ તો ખડખડાટ હસવા લાગ્યા ! એ જોઈ, પત્નીને ગુસ્સો આવ્યો, કહે :
એક તો ખીસ્સુ કપાયું અને તમને હસવું આવે છે ? ભાઈ કહે : હું હસું નહીં તો બીજું શું કરું ? જે થયું તે સારું જ થયું. આજે બન્યું એને બદલે કાલે બન્યું હોત તો કેવી મુશ્કેલી થાત ? ગઈ કાલે મારા આ જ ગજવામાં આખા મહિનાનો પગાર હતો. આજે માત્ર સાત રૂપિયા અને વાંચવાના ચશ્મા જ હતાં. આટલેથી પત્યું એટલે મને હસવું આવ્યું.
એમના પત્નીની જેમ આપણે સહુ, આવું કાંઈ બને ત્યારે અકળાઈ જઈએ છીએ. ચિંતાથી મોં કરમાઈ જાય છે. જ્યારે આ ભાઈએ આ જ ઘટનાને એવા એંગલથી જોઈ, હળવાશથી મૂલવી કે, તેને દુઃખને બદલે સુખનો અનુભવ થયો. જીવનમાં આવું બને ત્યારે આપણે પણ, ‘વધુ નુકશાનથી બચી ગયા' એવું વિચારીને શૂળીનું સોયે સર્યુ એમ મનને વાળીએ તો હળવાશનો અનુભવ આપણને પણ થાય.
ઘટનાને જોવાની દૃષ્ટિનો, મૂલવવાની દૃષ્ટિનો મહિમા છે. પ્યાલામાં થોડું પાણી ભરેલું હોય એને બે રીતે જોઈ શકાય. કોઈ કહેશે, પ્યાલો અર્ધો ભરેલો છે. કોઈ કહેશે અર્ધો ખાલી છે. બન્ને સાચા છે, છતાં આપણને ખાલીમાં રસ નથી પણ અર્ધા ભરેલામાં રસ છે. પ્રયત્ન કરવાથી આ સૃષ્ટિ કેળવી શકાય છે. એ માટે આપણી પાસે સંતોષવૃત્તિની મૂડી હોવી જરૂરી છે. સંતુષ્ટ મનોવૃત્તિ હોય તો જે કાંઈ પ્રાપ્ત થયું હોય તે ઓછું નહીં લાગે, વધારે જ લાગશે. ફરિયાદ કે અફસોસને અવકાશ નહીં રહે. ખરેખર તો આપણને આપણી લાયકાતથી વધુ જ મળતું હોય છે. આપણે એને કઈ અપેક્ષાએ મૂલવીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. બે હજાર રૂપિયાની આવકવાળો વેપારી જો હજા૨
૨૫: પાઠશાળા
Jain Education International
પંદરસોની આવકવાળાને નજર સમક્ષ રાખી વિચારે તો પોતાની આવક વધારે લાગશે. પરંતુ પાંચ હજારની આવકવાળાને સામે રાખે તો પોતાની આવક ઓછી જ લાગશે. આવક વધુ લાગે તો પોતાને સુખી માને અને ઓછી લાગે તો પોતાને દુઃખી માને. આમ સુખ દુઃખ એ એક માન્યતા જ છે.
સુખી થવું કે દુ:ખી થવું એ પોતે જ નક્કી કરવાનું છે. આપણી સૃષ્ટિ પ્રમાણે જ સૃષ્ટિ રચાય છે. એક નવયુવાન શ્રાવણી મેળામાં જઈ રહ્યો હતો. રસ્તે સેંકડો નરનારીઓને આનંદમાં રાચતાં અને નાચતાં જતાં જોયાં. અચાનક એની નજર એ બધાના પગ તરફ ગઈ અને મન વિષાદથી ભરાઈ ગયું...આ...હા... આ હું શું જોઈ રહ્યો છું? કોઈ માણસ એવું ન હતું કે જેના પગમાં પગરખાં ન હોય. કોઈના પગમાં બુટ, તો કોઈના પગમાં ચંપલ, સેંડલ, સ્લીપર. .બસ, હું એક અભાગી કે મારા પગ, પગરખા વિનાના અડવા. હું જ ઉઘાડપગો !
બધાના પગ પરથી એની નજર હટે નહીં. કોઈના નવાનક્કોર, કોઈના ફેશનેબલ છે. જોતો જાય અને બળતો જાય. એમ કરતાં તો મેળો આવી ગયો. જાત જાતની દુકાનો ભરાઈ છે, રમકડાંની, ખાણીપીણીની; નાનામોટા ચકડોળ અને ચકરડીઓ છે. આ બધું જોતાં એની નજર એક નાની ગાડલીમાં સૂતેલા માણસ પર પડી અને તે ચમક્યો ! આ શું ? આને તો પગ જ નથી. અને છતાં આનંદથી મેળો માણી રહ્યો છે ! જાણે કે પહેલીવાર આ બધું નીહાળી રહ્યો હોય એવો આનંદ એના મોં પર છલકાઈ રહ્યો છે ! ક્ષણવારમાં આ આનંદનો ચેપ આ ઉઘાડપગાને લાગ્યો. વિષાદને સ્થાને આનંદ ! આ તે કેવું જાદુ ? ઉઘાડપગાને થયું : આને તો પગ છેજ નહીં ! મારા પગ તો સાબૂત છે. પગ છે તો પગરખા પણ મળશે.
આવા રસ્તા છે સુખી કે દુ:ખી થવાના. ઈશ્વરે મને ઘણું આપ્યું છે એ ભાવ સતત રમતા રહે તો સુખ જ સુખ છે. આપણે ગમે તે પગથિયે ઊભા હોઈએ, નીચે જોઈશું તો આપણે ઊંચાઈ પર હોવાનો અનુભવ થશે. જ્યારે ઊંચે નજર પડે ત્યારે અભાવનો અનુભવ કરવાને બદલે,
For Private & Personal Use Only
www.jainelibrary.org